************************** |
કેટલીક
વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને
ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે
ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય... આવી વ્યક્તિ મોટે ભાગે
નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!! |
************************** |
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!! |
************************** |
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!! |
************************** |
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!! |
************************** |
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!! |
************************** |