| ************************** |
| જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી, પણ જેની ઈચ્છાઓ અતૃપ્ત છે તે જ ખરેખરો ગરીબ છે..!! |
| ************************** |
| પુષ્પોમાં એક ખૂબી છે. બીજાને પુષ્પગુચ્છ ભેટ આપનારાના હાથમાંય પુષ્પોની થોડી સુવાસ રહી જાય છે..!! |
| ************************** |
| ગાળ, ગુસ્સા અને ગઝલમાં બનાવટ ન ચાલે..!! |
| ************************** |
| જો કોઈ તમને એમ કહેતું હોય કે 'મારી સુધરવાની ઉંમર પૂરી થઈ ગઈ છે' તો માનજો કે એનું જીવન બગડી રહ્યું છે... પરંતુ જો તમને એ એમ કહેતો હોય કે 'મારી બગડવાની ઉંમર વીતી ગઈ છે' તો તમે અચૂક માનજો કે એ ભાઈનું જીવન પૂરું થઈ રહ્યું છે..!! |
| ************************** |
| બુદ્ધિશાળી વ્યક્તિ એની બુદ્ધિથી શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત એના ધનથી ક્યારેય બુદ્ધિશાળી બની શકતો નથી..!! |
| ************************** |