કેટલાક લોકોની જિંદગી ભીંજાઈ ગયેલી
રજાઈ જેવી હોય છે, જે ઠંડીના (અર્થાત્ દુઃખદાયક) દિવસોમાં ન તો ઓઢી શકાય
કે ન તો એને ગડી વાળીને એક કોરે મૂકી શકાય..!! |
************************** |
સુખ બધાને ગમે, પણ આ સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે એ આપણને લાંબો સમય સુધી સાથ આપતું નથી. એ સદાય બેવફા રહે છે..!! |
************************** |
કાયદા-કાનૂન કરતાં વધારે શક્તિ અને દલીલ કરતાં વધારે પ્રભાવશાળી તર્ક કોની પાસે હોય છે? - નારી પાસે... એની આંખ અને એનાં આંસુમાં..!! |
************************** |
લાવો... લાવો... વધુ લાવો અર્થાત્ લોભ એક એવો દરિયો છે, જેમાં સચ્ચાઈ અને ઈજ્જત બંને છેક પાતાળ સુધી ડૂબી જાય છે..!! |
************************** |
ચૂંટણી
નિમિત્તે વિખ્યાત હિંદી કવિ સુરેન્દ્ર શર્માએ આજકાલના રાજકારણીઓ પર રચેલી આ
કાવ્યપંક્તિ એલચી રૂપે... કવિ કહે છેઃ એક નેતા કહીં ખો ગયા હૈ, લગતા હૈ
સાલા આદમી બન ગયા..!! | | | | |