| ************************** |
| આળસ એક એવો લેટેસ્ટ ડિઝાઈનનો ખર્ચાળ ડ્રેસ છે, જે રોજ રોજ પહેરવો પોસાય નહીં..!! |
| ************************** |
| ફૂલછોડનો ઉછેર કરવો એ તો શિયાળાની વહેલી સવારે ઈશ્વર સાથે મોર્નિંગ વોક લેવા જેવું છે..!! |
| ************************** |
| ઘણા લોકો પોતાની નબળાઈ છાવરવા પોતે કેટલા સ્ટ્રોન્ગ-મજબૂત છે એ દર્શાવવા તોછડાપણાનો આધાર લેતા હોય છે..!! |
| ************************** |
| માણસે એની જિંદગીમાં બે વખત ક્યારેય સટ્ટો ન ખેલવો. એક, જ્યારે એનું ગજું ન હોય ત્યારે અને બે, જ્યારે એનું ગજું હોય ત્યારે..!! |
| ************************** |
| વેરમાં હંમેશાં વાંધો હોય છે, જ્યારે સ્નેહ કે પ્રેમમાં હંમેશાં સાંધો હોય છે..!! |