Thursday, March 15, 2012

15-03-2012

**************************
મોટા ભાગના નેતાઓ સત્યને બહુ જ અમૂલ્ય મૂડી ગણતા હોવાથી એ મૂડીનો આ લોકો બહુ જ કંજૂસાઈથી ઉપયોગ કરે છે..!!
**************************
આપણા ખરા લક્ષ્ય પરથી નજર હટાવી લઈએ અને પછી જે દેખાય એનું નામ નડતર..!!
**************************
ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો આ પ્રજાને લખવાનો બહુ શોખ. અલબત્ત, ચેક લખવાનો... એ જ રીતે આપણા ગુજરાતીઓને વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બેન્કની પાસબુક વાંચવાનો..!!
**************************
પીઢ રાજનીતિજ્ઞ ચાણક્યને કોઈએ પૂછ્યું: દુર્જન વ્યક્તિ અને ઝેરીલા સર્પ વચ્ચે પસંદગી કરવાની હોય તો તમે કોને પસંદ કરો?
ચાણક્યે કહ્યું: સર્પ!
પેલાએ આશ્ચર્યથી પૂછ્યું: કેમ?
ચાણક્યે મલકીને જવાબ આપ્યોઃ સર્પ તો ક્યારેક ડંસે, પણ દુર્જન તો ડગલે ને પગલે કરડીને ઝેર કરતાંય બદતર દુઃખ પહોંચાડે..!!
**************************
જે લોકો જરાઅમથી વાત પર અ-મિત્ર થઈ જાય એ લોકો ક્યારેય સારા મિત્ર બની ન શકે..!!
**************************