************************** |
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!! |
************************** |
આ
જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે.
જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!! |
************************** |
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!! |
************************** |
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!! |
************************** |
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!! |
************************** |