************************** |
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!! |
************************** |
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!! |
************************** |
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે... જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!! |
************************** |
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!! |
************************** |
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!! |
************************** |