Sunday, July 7, 2013

07-07-2013

આ જગતમાં જેટલી સ્વસ્થતાથી જ્ઞાની જીવે છે એટલી જ સ્વસ્થતાથી અજ્ઞાની જીવે છે. બંનેની સ્વસ્થતામાં કંઈ ફેર નથી હોતો. કારણ? જ્ઞાની જે સાચું હોય તેનું જ આચરણ કરે છે. અજ્ઞાની જે આચરણ કરે છે તેને સાચું માને છે. 

આ જગતમાં ગરીબો તદ્દન સાદો ખોરાક ખાય છે. એ જ સાદો ખોરાક શ્રીમંતો ખાય છે. ગરીબોને મજબૂરી સાદો ખોરાક ખાવાની ફરજ પાડે છે. શ્રીમંતોને ડૉક્ટરો ફરજ પાડે છે.

માનવી જેટલો સુખી થવા પ્રયાસ કરે છે એટલો જ દુ:ખી થાય છે. એ સુખ અને દુ:ખ બંનેથી પર થઈ જાય છે ત્યારે જે સ્થિતિને પામે છે તે છે આનંદ.

વિશુદ્ધ આનંદની એક જ પરખ છે. તેનાથી બીજો આનંદ ઓછો નથી થતો અને જેટલો વહેંચો એટલો વધે છે, કારણ કે એ અંદરથી આવે છે. સંપત્તિ ખૂટી જાય છે, કારણ કે બહારથી આવે છે.