************************** |
'નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં...' એવી સલાહ વારંવાર આપતા 'ડાહ્યા' માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!! |
************************** |
યુદ્ધની
ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે
રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી
લો..!! |
************************** |
એક
સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે.
એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!! |
************************** |
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો... મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!! |
************************** |
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!! |
************************** |