Monday, March 19, 2012

19-03-2012

**************************
અમુક ઉંમરે બાળક આપણને કવિ બનાવે છે અને અમુક ઉંમરે (અમુક) સ્ત્રી આપણને (ધરાર!) ફિલસૂફ બનાવે છે..!!
**************************
મનમાં મહત્વાકાંક્ષા મહોરી ઊઠે એટલે એને તાબડતોબ સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરી દેશો તો રાતે સપનાં નહીં આવે, કારણ કે સપનાં અતૃપ્ત ઈચ્છાનું અધૂરાપણું સૂચવે છે..!!
**************************
ઘરસંસારનો રથ પૂરપાટ ચલાવવો હોય તો પતિ અને પત્નીએ ક્યારેક આંધળાં તો ક્યારેક બહેરાં બનતાં શીખી લેવું પડે..!!
**************************
સોફી ટુકર નામના એક લેખક પૂછે છે: સ્ત્રીને જિંદગીમાં શું જોઈએ? જવાબ પણ એમની પાસેથી સાંભળોઃ જન્મથી ૧૮ વર્ષ સુધી મા-બાપની અચ્છી માવજત જોઈએ. ૧૮થી ૩૫ વર્ષ સુધી રૂપ-રંગે એ સુંદર હોવી જોઈએ. ૩૫થી ૫૫ સુધી લાડકોડ કરી શકે એવો પતિ ઉપરાંત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જોઈએ અને પંચાવન પછી તો એને આમાંથી કોઈની જરૂર રહેતી નથી. એની પાસે માત્ર તગડી બેન્ક બેલેન્સ હોય તોય ભયોભયો..!!
**************************
એક એક શબ્દ એકઠા કરો એટલે શબ્દો બને. શબ્દો વિશે જાણીતા કવિ મનહર મોદી કહે છે: વિચારોમાં પેસીને નીકળી ગયા આ શબ્દોય લુચ્ચાના સરદાર છે..!!
**************************