Showing posts with label ફૅક્ટરી. Show all posts
Showing posts with label ફૅક્ટરી. Show all posts

Friday, May 14, 2010

14-05--2010

વિશ્વાસની એક ડોર છે પ્રેમ
યુવાન હૈયાની મજબૂરી છે‘પ્રેમ’
ના માનો તો કંઈ નહીં, પણ માનો તો
ભગવાન શ્રીકૃષ્ણની પણ કમજોરી છે
‘પ્રેમ’


દોસ્તી દાવે કોઈએ મને કહ્યું કે
તું બધાને એસ.એમ.એસ. મોકલે છે
તો તને શું મળે છે ?
મેં હસીને કહ્યું
દેવું અને લેવું એ તો વેપાર છે,
જે દઈને કાંઈ ના માગે તે જ તો પ્યાર છે.


જીવનમાં સફળ થવા માટે
ત્રણ ફૅક્ટરી લગાવો
1] દિમાગમાં આઈસ ફૅક્ટરી
2] મોઢામાં સુગર ફૅક્ટરી
3] દિલમાં પ્રેમની ફૅક્ટરી
તો જીવન થશે સેટીસ ફૅક્ટરી


એક ઝાડમાંથી એક લાખ માચીસની કાંડી બને છે,
પણ એક માચીસની કાંડીથી એક લાખ ઝાડ
બળી શકે છે.
એવું જ એક નેગેટિવ વિચાર અને શંકાનું છે
તે તમારાં હજારો સ્વપ્નાં બાળી શકે છે…
તો બી પૉઝિટિવ.

સૌજન્ય:- જન્મભૂમિ