Wednesday, March 28, 2012

28-03-2012

**************************
માના ખોળામાં સૂતેલું બાળક હસે ત્યારે અચૂક માનજો કે નવી પરીઓ જન્મે છે અને બાળક રડે ત્યારે માનજો કે પેલી પરીઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ..!!
**************************
મૈત્રીમાં દુભાયેલો દોસ્ત ક્યારેક આપણો જ દાનો દુશ્મન બની જાય છે!
તાજા કલમઃ આ જ વાત ચૂંટણી વખતે ટિકિટ ન મળી હોય એ ઉમેદવાર એના પક્ષ માટે પુરવાર કરે છે..!!
**************************
રાલ્ફ વાલ્ડો ઈમરસન નામના વિદ્વાન કહે છે:
ગુસ્સો બહુ ખરાબ ચીજ છે. એક મિનિટ માટે પણ તમે કોઈ પર ગુસ્સે થાવ તો તમારા જ જીવનનો તમે ૬૦ સેકન્ડનો અમૂલ્ય આનંદ ગુમાવો છો..!!
**************************
હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો ,
ગોકુળમાં ગાયો ખુબ ચરાવી ,
રસ્તાની ગાયો હટાવી તો જો .

ગીલ્લી ડંડા બહુ રમ્યા ,
અત્યારે ભારતની ટીમમાં સિલેક્ટ થઇ તો જો.

૧૪ માં  વર્ષે મામા કંસને માર્યા,
દાવૂદને આંગળી અડાડી તો જો .

ચીર તો તે પૂર્યા દ્રૌપદીના ,
મલ્લિકાને કપડા પહેરાવી તો જો.

ગોકુળમાં તેં ૧૬૦૦૦ ગોપીયો રાખી,
એક પત્ની અત્યારે સાચવી તો જો.
હે ભગવાન એક વાર કળયુગમાં આવી તો જો .
*********************************
केबीसी में आपका स्वघट है ।
आपके लिए सिर्फ १ सवाल २ करोड़ के लिए ।
सवाल : क्या आपके घरमे सबको पता है की आप पागल हो ?
और आप्शन है
१. हाँ
२.ना
 ३. पता नही
४. शायद
(जवाब देने से पहले सोचिये) 
*******************************






Tuesday, March 27, 2012

27-03-2012

**************************
કેટલીક વ્યક્તિને તમે રૂબરૂ મળો તો બહુ રુક્ષ વ્યવહાર કરે, પરંતુ આ જ વ્યક્તિને ફોન પર વાત કરવાની અચ્છી ફાવટ હોય છે. ફોન પર એ એવી મીઠાશથી વાત કરે કે ફોનને બીજે છેડે હો તોય તમને ડાયાબિટીસ થઈ જાય... આવી વ્યક્તિ મોટે ભાગે નેતા, રાજદૂત કે પીઆરઓ જ હોય છે..!!
**************************
શાણા માણસો પુસ્તક અને પોતાનું જીવન બંને વાંચે છે..!!
**************************
પુણ્ય અને પૈસા વચ્ચે એક સામ્ય છેઃ બંને કમાવા મુશ્કેલ છે, પરંતુ બંનેને ગુમાવવાનું બહુ સહેલું છે..!!
**************************
વધુપડતી સારી ટેવો પાડવા કરતાં તો ઓછામાં ઓછી ટેવો પાડવામાં જ જીવનનું શાણપણ સમાયું છે..!!
**************************
વૃક્ષ પરનો માળો અને માનવીના મૌન વચ્ચે એક ગજબનું સામ્ય છે. માળો પક્ષીને આશ્રય આપે અને મૌન તમારી વાણીને..!!
**************************

Monday, March 26, 2012

26-03-2012

**************************
બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, કોઈનાય હક ડુબાડ્યા વિના તમે જે કંઈ ઝંખો એ પ્રાપ્ત કરવાની શક્તિ કેળવી લો તેનું નામ સફળતા..!!
**************************
ઘરની ઘેલી સારી, પણ બહારની ડાહી માઠી..!!
**************************
૧૮મી સદીના વિખ્યાત ફિલોસોફર મેમ-ડી-સ્ટેઈલ કહેતા કે...
જેમ જેમ મને માણસ નામના પ્રાણીનો વધુ પરિચય થતો જાય છે તેમ તેમ મને હવે કૂતરાં-બિલાડી જેવાં પ્રાણી વધુ ગમવા માંડ્યા છે..!!
**************************
રૂમાલ આંસુ લૂછે છે, પરંતુ ખરો પ્રેમ પેલાં આંસુનું કારણ ભૂંસે છે..!!
**************************
સ્વજનનું સ્મરણ એ મિલનનું જ એક સ્વરૂપ છે..!!
**************************

Sunday, March 25, 2012

25-03-2012

**************************
લીલુંછમ ઘાસ એ પ્રભુના હાથમાંથી સરકી ગયેલો રૂમાલ છે. જેના એકાદ છેડે કદાચ એનું નામ ગૂંથેલું પણ હોય..!!
**************************
આ જમાનામાં ધન પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. મળ્યા પછી જાળવવું મુશ્કેલ છે. જાળવ્યા પછી તેને યોગ્ય રીતે વાપરવું તો સૌથી વધુ મુશ્કેલ છે..!!
**************************
બે સ્ત્રી વચ્ચે સમાધાન કરાવતાં જેટલો સમય લાગે એના કરતાં ઓછા સમયમાં ભારત-પાકિસ્તાન વચ્ચે સમસ્ત કશ્મીરની સંધિ કરાવી શકાય..!!
**************************
ઘણા બધા રોગ ઉપરવાળો ઈશ્વર મટાડી દે છે. ગુડ, પણ આમાં પ્રોબ્લેમ એ છે કે એની બધી ફી નીચેવાળો ડોક્ટર વસૂલ કરી જાય છે..!!
**************************
રોજને રોજ આપણે કંઈને કંઈ નવું શીખીએ છીએ. ઘણી વાર તો ગઈકાલે આપણે જે શીખેલા તે ખોટું હતું તે વાત આજે શીખીએ છીએ..!!
**************************

Saturday, March 24, 2012

24-03-2012

**************************
'નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં...' એવી સલાહ વારંવાર આપતા 'ડાહ્યા' માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો... મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************

Friday, March 23, 2012

23-03-2012

**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!

Thursday, March 22, 2012

22-03-2012

**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************

Wednesday, March 21, 2012

21-03-2012

**************************
જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો..!!
**************************
જ્યારે મિત્ર જ મિત્રને દગો દે ત્યારે હૈયું દિલેર દુશ્મનોને જ યાદ કરે છે..!!
**************************
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
- સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************

Tuesday, March 20, 2012

20-03-2012

**************************
આળસ એક એવો લેટેસ્ટ ડિઝાઈનનો ખર્ચાળ ડ્રેસ છે, જે રોજ રોજ પહેરવો પોસાય નહીં..!!
**************************
ફૂલછોડનો ઉછેર કરવો એ તો શિયાળાની વહેલી સવારે ઈશ્વર સાથે મોર્નિંગ વોક લેવા જેવું છે..!!
**************************
ઘણા લોકો પોતાની નબળાઈ છાવરવા પોતે કેટલા સ્ટ્રોન્ગ-મજબૂત છે એ દર્શાવવા તોછડાપણાનો આધાર લેતા હોય છે..!!
**************************
માણસે એની જિંદગીમાં બે વખત ક્યારેય સટ્ટો ન ખેલવો. એક, જ્યારે એનું ગજું ન હોય ત્યારે અને બે, જ્યારે એનું ગજું હોય ત્યારે..!!
**************************
વેરમાં હંમેશાં વાંધો હોય છે, જ્યારે સ્નેહ કે પ્રેમમાં હંમેશાં સાંધો હોય છે..!!

Monday, March 19, 2012

19-03-2012

**************************
અમુક ઉંમરે બાળક આપણને કવિ બનાવે છે અને અમુક ઉંમરે (અમુક) સ્ત્રી આપણને (ધરાર!) ફિલસૂફ બનાવે છે..!!
**************************
મનમાં મહત્વાકાંક્ષા મહોરી ઊઠે એટલે એને તાબડતોબ સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરી દેશો તો રાતે સપનાં નહીં આવે, કારણ કે સપનાં અતૃપ્ત ઈચ્છાનું અધૂરાપણું સૂચવે છે..!!
**************************
ઘરસંસારનો રથ પૂરપાટ ચલાવવો હોય તો પતિ અને પત્નીએ ક્યારેક આંધળાં તો ક્યારેક બહેરાં બનતાં શીખી લેવું પડે..!!
**************************
સોફી ટુકર નામના એક લેખક પૂછે છે: સ્ત્રીને જિંદગીમાં શું જોઈએ? જવાબ પણ એમની પાસેથી સાંભળોઃ જન્મથી ૧૮ વર્ષ સુધી મા-બાપની અચ્છી માવજત જોઈએ. ૧૮થી ૩૫ વર્ષ સુધી રૂપ-રંગે એ સુંદર હોવી જોઈએ. ૩૫થી ૫૫ સુધી લાડકોડ કરી શકે એવો પતિ ઉપરાંત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જોઈએ અને પંચાવન પછી તો એને આમાંથી કોઈની જરૂર રહેતી નથી. એની પાસે માત્ર તગડી બેન્ક બેલેન્સ હોય તોય ભયોભયો..!!
**************************
એક એક શબ્દ એકઠા કરો એટલે શબ્દો બને. શબ્દો વિશે જાણીતા કવિ મનહર મોદી કહે છે: વિચારોમાં પેસીને નીકળી ગયા આ શબ્દોય લુચ્ચાના સરદાર છે..!!
**************************

Sunday, March 18, 2012

18-03-2012

**************************
જે દુઃખનો કોઈ ઉપાય જ ન હોય એને જે વીસરી શકે એ જ માણસ ડાહ્યો..!!
**************************
સવાલઃ અમુક નેતાઓ લાંબા ગાળા સુધી રાજકારણમાં ટકી રહે છે એનું કારણ શું?
જવાબઃ કારણ છે પ્રજાની ટૂંકી યાદદાસ્ત..!!
**************************
રોગ, વૃદ્ધાવસ્થા અને આપત્તિ પાછળ પડે છે ત્યારે જ માણસ ઈશ્વરની પાછળ પડે છે..!!
**************************
ટોળામાં ક્યારેય કોઈને સલાહ આપવી નહીં..!!
**************************
તમારી પાસે એક ફોન હોય તો એને જરૂરિયાત કહેવાય. તમે બે ફોન ધરાવતા હો તો એને ઐયાશી કહેવાય. ત્રણ ફોન હોય તો ઐશ્વર્ય ગણાય અને હા, જો તમારી પાસે એક પણ ફોન ન હોય તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ ન કહેવાય..!!
**************************

Saturday, March 17, 2012

17-03-2012

**************************
સતત આશા સેવવાની કળાનું નામ છે ધીરજ..!!
**************************
પ્રેમ કરવા માટે ઉત્કૃષ્ટ કલાકારની કલા જોઈએ, પરંતુ એને નિભાવવા માટે સંત જેવી સાધનાની જ જરૂર પડે..!!
**************************
ફેરેન્ડન નામના વિદ્વાનનું કહેવું છે કે સેતાન પોતાના શિષ્યો બહુ સમજી-વિચારીને પસંદ કરે છે... સેતાનને સારા આળસુઓમાંથી જ શ્રેષ્ઠ શિષ્ય મળે છે..!!
**************************
પ્રશ્નઃ મૂલ્યવાન માણસની વ્યાખ્યા શું?
ઉત્તરઃ એ હાજર હોય તો એને જ સાંભળ્યા કરવાની હોંશ જાગે અને એની ગેરહાજરીમાં એણે કરેલી વાત સતત વાગોળવા-વિચારવાનું મન થયા કરે એ માણસ મૂલ્યવાન..!!
**************************
પડવું એ પતન નથી. પડ્યા રહેવું એ પતન છે..!!
**************************

Friday, March 16, 2012

16-03-2012

**************************
ગુસ્સો વ્યક્ત કરવો એનો અર્થ એ જ કે બીજાના દોષનો બદલો પોતાની જાત પર ઉતારવો..!!
**************************
પ્રશ્નઃ આશાવાદી વ્યક્તિની વ્યાખ્યા શું?
ઉત્તરઃ જે મારવાડી પાસેથી ખરીદે અને ગુજરાતીને વેચે, છતાંય નફાની આશા રાખે એ વ્યક્તિ ખરી આશાવાદી..!!
**************************
જે આપણી પ્રશંસા કરે છે તેને આપણે મનોમન ચાહવા લાગીએ છીએ, પરંતુ આપણે જેમની પ્રશંસા કરીએ એ હંમેશાં આપણને ચાહતો હોય તે કંઈ જરૂરી નથી..!!
**************************
જગત નાટકનો એક તખ્તો છે અને જિંદગી એક નાટક છે એટલે તમે અહીં કયું પાત્ર ભજવો છો તે અગત્યનું નથી, પરંતુ તમારે ભાગે આવેલું પાત્ર તમે કઈ રીતે ભજાવી શકો છો તે જ અતિ મહત્વનું છે..!!
**************************
અફસોસ... આપણી ઈચ્છા વિરુદ્ધ આજે પણ ઘણા લોકો જીવતા છે, કારણ કે કોઈની હત્યા કરવી એ ગેરકાનૂની છે..!!
**************************

Thursday, March 15, 2012

15-03-2012

**************************
મોટા ભાગના નેતાઓ સત્યને બહુ જ અમૂલ્ય મૂડી ગણતા હોવાથી એ મૂડીનો આ લોકો બહુ જ કંજૂસાઈથી ઉપયોગ કરે છે..!!
**************************
આપણા ખરા લક્ષ્ય પરથી નજર હટાવી લઈએ અને પછી જે દેખાય એનું નામ નડતર..!!
**************************
ગુજરાતીઓના બે ગુણની તોલે કોઈ ન આવે. એક તો આ પ્રજાને લખવાનો બહુ શોખ. અલબત્ત, ચેક લખવાનો... એ જ રીતે આપણા ગુજરાતીઓને વાંચવાનોય એવો શોખ. અફ કોર્સ, બેન્કની પાસબુક વાંચવાનો..!!
**************************
પીઢ રાજનીતિજ્ઞ ચાણક્યને કોઈએ પૂછ્યું: દુર્જન વ્યક્તિ અને ઝેરીલા સર્પ વચ્ચે પસંદગી કરવાની હોય તો તમે કોને પસંદ કરો?
ચાણક્યે કહ્યું: સર્પ!
પેલાએ આશ્ચર્યથી પૂછ્યું: કેમ?
ચાણક્યે મલકીને જવાબ આપ્યોઃ સર્પ તો ક્યારેક ડંસે, પણ દુર્જન તો ડગલે ને પગલે કરડીને ઝેર કરતાંય બદતર દુઃખ પહોંચાડે..!!
**************************
જે લોકો જરાઅમથી વાત પર અ-મિત્ર થઈ જાય એ લોકો ક્યારેય સારા મિત્ર બની ન શકે..!!
**************************

Wednesday, March 14, 2012

14-03-2012

**************************
જેની પાસે ઓછું ધન છે તે ગરીબ નથી, પણ જેની ઈચ્છાઓ અતૃપ્ત છે તે જ ખરેખરો ગરીબ છે..!!
**************************
પુષ્પોમાં એક ખૂબી છે. બીજાને પુષ્પગુચ્છ ભેટ આપનારાના હાથમાંય પુષ્પોની થોડી સુવાસ રહી જાય છે..!!
**************************
ગાળ, ગુસ્સા અને ગઝલમાં બનાવટ ન ચાલે..!!
**************************
જો કોઈ તમને એમ કહેતું હોય કે 'મારી સુધરવાની ઉંમર પૂરી થઈ ગઈ છે' તો માનજો કે એનું જીવન બગડી રહ્યું છે... પરંતુ જો તમને એ એમ કહેતો હોય કે 'મારી બગડવાની ઉંમર વીતી ગઈ છે' તો તમે અચૂક માનજો કે એ ભાઈનું જીવન પૂરું થઈ રહ્યું છે..!!
**************************
બુદ્ધિશાળી વ્યક્તિ એની બુદ્ધિથી શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત એના ધનથી ક્યારેય બુદ્ધિશાળી બની શકતો નથી..!!
**************************

Tuesday, March 13, 2012

13-03-2012

કેટલાક લોકોની જિંદગી ભીંજાઈ ગયેલી રજાઈ જેવી હોય છે, જે ઠંડીના (અર્થાત્ દુઃખદાયક) દિવસોમાં ન તો ઓઢી શકાય કે ન તો એને ગડી વાળીને એક કોરે મૂકી શકાય..!!
**************************
સુખ બધાને ગમે, પણ આ સુખનું સૌથી મોટું દુઃખ એ છે કે એ આપણને લાંબો સમય સુધી સાથ આપતું નથી. એ સદાય બેવફા રહે છે..!!
**************************
કાયદા-કાનૂન કરતાં વધારે શક્તિ અને દલીલ કરતાં વધારે પ્રભાવશાળી તર્ક કોની પાસે હોય છે? - નારી પાસે... એની આંખ અને એનાં આંસુમાં..!!
**************************
લાવો... લાવો... વધુ લાવો અર્થાત્ લોભ એક એવો દરિયો છે, જેમાં સચ્ચાઈ અને ઈજ્જત બંને છેક પાતાળ સુધી ડૂબી જાય છે..!!
**************************
ચૂંટણી નિમિત્તે વિખ્યાત હિંદી કવિ સુરેન્દ્ર શર્માએ આજકાલના રાજકારણીઓ પર રચેલી આ કાવ્યપંક્તિ એલચી રૂપે... કવિ કહે છેઃ એક નેતા કહીં ખો ગયા હૈ, લગતા હૈ સાલા આદમી બન ગયા..!!