Monday, May 30, 2016

30-05-2016

एक बार एक शेर और गधे में बहस हो गई।

शेर बोला आसमान का रंग नीला और गधा बोला काला।

दोनों बादशाह के दरबार में पहुँचे। बादशाह ने बहस सुन कर शेर को जेल में डालने का हुक्म दिया।

शेर गिड़गिड़ाया की मैं सही हूँ और मुझे ही सज़ा क्यों मिल रही है?

*Now the verdict is classic and involves a lot of learning.*

बादशाह बोला की मैं जानता हूँ की तुम सही हो पर तुम्हें सज़ा इसलिए मिल रही है की...
तुमने गधे से बहस ही क्यों की!!!!
*****************************

એ ખ્યાલ ના રહ્યો


પાસા પોબાર પાડતાં શીખી તો હું ગયો,
રમત રમાણી ચેસની એ ખ્યાલ ના રહ્યો.

હું દિવસભર કામમાં રચ્યો પચ્યો રહ્યો,
ક્યારે નિશા આવી ગઈ એ ખ્યાલ ના રહ્યો.

જે યુવાનીને રીઝવવા કાયમ હું મથતો રહ્યો,
ક્યારે એ ચાલી ગઈ, એ ખ્યાલ ના રહ્યો.

મેં તો કહ્યું તું “આવજો” ને આવી ગયા તમે,
છે શબ્દ એક અર્થ બે, એ ખ્યાલ ના રહ્યો.

પોતાના જાણી હું જરાક પાછળ જ્યાં ફર્યો,
ઘા થશે ત્યાં પીઠ પર, એ ખ્યાલ ના રહ્યો.

લોકો કહે છે ઔરંગઝેબ, ને હું પણ માની ગયો,
નબળાઈ ગઝલની હશે, એ ખ્યાલ ના રહ્યો.

દવા ગણીને ઝેર હું કાયમ પીતો રહ્યો,
ખૂટી જશે તો શું થશે, એ ખ્યાલ ના રહ્યો.

મળ્યું આમંત્રણ એટલે હું તો પહોચી ગયો,
મહેફિલમાં એ પણ હશે, એ ખ્યાલ ના રહ્યો.

સારું સારું બોલીને પછી હું તો નીકળી ગયો,
વારો એનો બાકી હશે, એ ખ્યાલ ના રહ્યો.

ઈશ્વરને પામવા બધે મંદિર જતો રહ્યો,
એ પણ મને શોધી શકે, એ ખ્યાલ ના રહ્યો.

અધ્યાય અઢારે અઢાર હું તો વાંચી ગયો,
સારથી પણ જોઇશે મને, એ ખ્યાલ ના રહ્યો.

તાળીની ગુંજ સાંભળી હું તો રાજી થયો,
એકાદ ઓછી હશે, એ ખ્યાલ ના રહ્યો.
ડો મુકેશ જોષી 
***********************************************

એકાદ એવી સાંજ પણ પડી હશે

એકાદ એવી સાંજ પણ પડી હશે,
સાવ કોરી આંખ પણ રડી હશે.

વાદળી વરસી નહિ એ ખરું,
પણ દૂર જઈને એ જરૂર રડી હશે.

એક ને એક બે થઇ જાય એ ખરું,
પણ 11 માં કોઈ એવી કડી હશે.

કોઈ પણ ભાષા ને શબ્દો વાંચતે,
સાવ કોરો કાગળને બે ગડી હશે.

આમતો એ કોઇથી થાકત નહિ,
જાત તારી ખુદને નડી હશે.

આમતો એ કોઇથી હારત નહિ,
જાત તારી ખુદથી લડી હશે.

સહુ કોઈને કહેશો નહી “પડી નથી”
કોક એવું પણ હશે પડી હશે.

જિંદગીભર આ ગઝલ ગૂંજતી રહેશે,
સાંભળી ભલે ઘડી-બેઘડી હશે. 
ડો. મુકેશ જોષી 
****************************************