Friday, May 27, 2016

27-05-2016

અમદાવાદ ના એક વ્યક્તિ ને મહેસાણા સ્ટેશન ઉપર એક માણસ મળ્યો.

કહેવા લાગ્યો.
મારું પર્સ ક્યાંક ખોવાઈ ગયું છે.
બસ મને કાલુપુર થી સુરત પહોચવાના પૈસા આપી દો.
ટીકીટ ૧૫૦ રૂપિયાની છે, અને સુરતથી મારે ઘરે હું ચાલતો જતો રહીશ.

બસ ૧૫૦ રૂપિયા જોઈએ છે.
આમ તો હું ખુબ સંપન્ન પરિવાર થી છું, મને પૈસા માંગતા ખચકાટ થાય છે.

અમદાવાદ વાળા વ્યક્તિ એ કહ્યું,
ઈમો શરમાવા જેવી કોય વાત નહિ ભઈ,
કોક દાડો મારી જોડયે આવું થઇ હકે હેં..
આ લ્યે મારો ફોન, તારા ઘર વાળાઓ જોડે વાત કર.
કઈ દે કે મારા આ નંબર ઉપર ૨૦૦ રૂપિયા નું રીચાર્જ કરાવી દે, અને તું મારી જોડે ૨૦૦ રૂપિયા રોકડા લઇ લે.
તારો પરોબ્લેમ સોલ થઇ જાહે...

...પેલો માણસ કઈ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યો.

અમદાવાદ નો માણસ બોલ્યો,
ટોપા તારા જેવા રોજ ૧૭ આવે છે.. .
***********************
એક કાકા પહેલીવાર મોંઘી ફાઈવ સ્ટાર હોટલમાં ગયા. એમણે ચા મંગાવી.

વેઇટર ટ્રેમાં ગરમ પાણીનું થર્મોસ, ટી-બેગ, દૂધ પાઉડરનું પાઉચ અને શુગર ક્યુબ આપી ગયો.

કાકાએ માંડ માંડ જાતે ચા બનાવીને પીધી. વેઇટરે પૂછ્યું ''બીજું કંઈ લાવું?''

કાકા કહે ''આમ તો ગરમાગરમ ભજીયાં ખાવાનો વિચાર હતો પણ ભાઈ, આટલા નાના ટેબલ ઉપર તું ચણાનો લોટ, કાંદા, મરચાં, કડાઈ, તેલનો ડબ્બો અને ગેસનો ચૂલો મુકીશ ક્યાં?''
******************************