बिक रहा है पानी,
पवन बिक न जाए ,
बिक गयी है धरती,
गगन बिक न जाए
चाँद पर भी बिकने लगी है जमीं .,
डर है की सूरज की तपन बिक न जाए ,
हर जगह बिकने लगी है स्वार्थ नीति,
डर है की कहीं धर्म बिक न जाए ,
हर काम की रिश्वत ले रहे अब ये नेता ,
कही इन्ही के हाथों वतन बिक न जाए ,
सरे आम बिकने लगे अब तो सांसद ,
डर है की कहीं संसद भवन बिक न जाए ,
आदमी मरा तो भी आँखें खुली हुई हैं
डरता है मुर्दा , कहीं कफ़न बिक न जाए।…..
*****************************
કલરવ કરતી,જીવન જીવતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥
🐥થતું હશે એને પણ દુઃખ જયારે કોઈ માળો તોડે,
પણ હસતી રહી ફરીથી એ તણખલા જોડે,
મુશ્કેલીઓને પડકાર આપતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥
🐥શોધવાને અન્ન, તે આમતેમ ઊડતી,
નાના દેહ ની ક્યારેય ન ફરિયાદ કરતી,
આપ્યું જે કુદરતે, એ સ્વીકારતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥
🐥કઠિન મહેનત કરી એ ઉડવાનું શિખતી,
ઉંચાઈ ના ડર સામે આત્મવિશ્વાસ થી જીતતી
ખુદ પર પૂરો વિશ્વાસ રાખતા શીખવી ગઈ,
એક ચકલી 🐥મને જીવન જીવતા શીખવી ગઈ🐥
🐥સમજાયું એટલું કે ઉંચાઈ એ પહોંચવા ખુદ ઉડવું પડે, 🐥
પાંજરે થી નીકળી
પાંખો ને વિસ્તરવું પડે
ગમે એ પરિસ્થિતિ માં પણ હસતા શીખવી ગઈ,
એક ચકલી મને જીવન જીવતા શીખવી ગઈ🐥
***************************
બધે શોધી વળી, ક્યાંય ન મળ્યા એવા સમર એક્ટીવીટી ક્લાસિસ , તમારા ધ્યાનમાં હોય તો કહેજો ને...
જ્યાં ગિલ્લી ડંડા રમાડતાં શીખવાડે ને ભેરુને રમવાનો દાવ આવે એ માટે જાણી કરીને હાથમાં ઝીલાય એ રીતે ગિલ્લી ફેંક્તાય શીખવે....
જ્યાં કાચી કેરી આંબા પરથી તાકીને તોડતાં શીખવે ને એ કેરીનાં ચિરીયા ભાઈબંધોમાં વહેંચીને ખાતાં ય શીખવે....
જ્યાં ગોળમાં મૂકાયેલી બધી લખોટીઓ ટાંકીને જીતી જતાં શીખવે ને એ જ લખોટીઓ દોસ્તારને વિના સંકોચે આપી દેતાંય શીખવે....
જ્યાં કુસ્તીદાવમાં જીતવાની યુકિત ય શીખવે ને કોઈની માટે થઈને હારી જતાં ય શીખવે....
જ્યાં ગોરસ આંબલીનાં બિયાં ફોલતાં ય શીખવે ને નાનાં ભાઇબહેનોના ઓશીકા નીચે એ બિયાં લઈને પોતાની પાસે રહેલો એકમાત્ર રોકડો રૂપિયો મૂકી દેતાં ય શીખવે....
જ્યાં મોંઘીડોશીની કે વ્હાલાકાકાની ચાલની નકલ કરતાંય શીખવે ને એમના હાથમાં રહેલો સામાન ઘર સુધી ઊંચકીને મૂકી આવતાં ય શીખવે....
જ્યાં બપોરે પેલા કુલ્ફીવાળાની ઘંટડી સાંભળતાવેંત દોડી જતાં શીખવે ને સાથે એના માટે માટલામાંથી લોટો ઠંડુ પાણી લઇ જતાં ય શીખવે...
જ્યાં સરખેસરખાં સાથે ઝગડતાં શીખવે ને માફ કરતાં ય શીખવે...
છે એવા કોઈ ક્લાસિસ ?
******************************