Wednesday, May 4, 2016

04-05-2016

દોલત મળે કે ના મળે, પણ હવે દોડવું નથી,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી,

આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી,

માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી,

ગુણ દોષ પારકા જોવાની ટેવ પડી ગઈ છે,
પોતાનું રુદય કોઈને ઢન્ઢોળવુ નથી,

દેવાલયો માં અને કથાઓ માં ઘણી ભીડ થાય છે,
પ્રભૂ ની સાથે રુદય કોઈને જોડવું નથી,

ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,

પ્રભુ ! જિંદગી માં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો કે કોઈ નું દિલ તોડવું નથી.
************************
......🏤મામાનું ઘર.🏤.....

સ્કૂલની પરીક્ષાનું છેલ્લું પેપર આપીને આવતાં;
લગભગ તે જ દિવસે મામાનો કાગળ ✉આવી જતો,
“ મોટાબેન ને નાનાબેન બાળકો સાથે આવી ગયા છે.
મોટાભાભી ને બાળકો શનિવારે આવી જશે. તમે ક્યારે આવો છો ?
વહેલાસર લખજો.
સ્ટેશને તમને લેવા ગાડું મોકલશું.’

વાંચીને અમે ચારેય ભાઈ-બહેનો કકળાટ કરી મૂકીએ,

‘ આ બધાં તો પહોંચીયે ગયા..!
ચાલ, બા, આજે જ નીકળીએ..!’

અને પછી સાત-આઠ કલાકની ખખડધજ બસની મુસાફરીની તૈયારી શરુ થતી.

પતરાની મોટી ટ્રંક, નાસ્તાનો અડધિયો ડબ્બો..
પિત્તળનો પેચવાળો પાણીનો લોટો અને ખિસ્સામાં રંગબેરંગી પીપરમીન્ટ...

મામાને ઘેર કંઈ એવી મોટી સાહ્યબી કે એશોઆરામ નહી..
નાનું ઘર...
લાઈટ કે પંખા પણ નહી...
પાણીએ કૂવેથી ભરવાનું...
આર્થિક રીતેય મામા કઈ એવા માલેતુજાર નહી...
એક નાનું ખેતર ને બે ભેંસો પર બધોય વ્યવહાર...
પણ તોય આનંદના કારણોનો પાર નહી...!

સૌથી પહેલો તો ગાડામાં બેસીને વી. આઈ.પી. ની જેમ ગામ વચ્ચેથી પસાર થવાનો આનંદ...
કૂવે પાણી ભરવા જવાનો આનંદ...
મામી અને માસીના હાથની હેતભરી વાનગીઓ ખાવાનો આનંદ...
સાથે મળીને કામ કરવાનો આનંદ...
એકબીજાના કપડાં પહેરી રામજી મંદિર જવાનો આનંદ...
ફળિયામાં આવેલા લીમડાના છાંયડા નીચે ઝોળવાળા ખાટલામા પણ પરીઓના સપનાવાળી મીઠી ઊંઘનો આનંદ...
બપોરે આયોજન વિનાના સંસ્કૃતિક કાર્યક્રમમાં પર્ફોર્મ કરી બધાની પ્રશંસા ઝીલવાનો આનંદ...
ઝીણા ઝીણા ઝઘડા પછી રિસામણા ને મનામણાના ઓઠા હેઠળ સહુના વાત્સલ્ય ધોધમાં ભીંજાવાનો આનંદ…
બસ, આનંદ જ આનંદ......!!

દર વરસે વેકેશનની એ એક મહિનાની રેસિડેન્શીયલ તાલીમે ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવનાના જે ઊંડા મૂળ રોપ્યા છે તેણે જિંદગીને જોવાના શત શત દ્રષ્ટિકોણ ખોલી આપ્યા છે..

એમાય પાછા ફરીએ ત્યારે મામી હમેંશા સહુને જોડ કપડાં આપતાં.

એ પળોનું પોત તો એવું મજબૂત કે આટલા દાયકાઓ પછી હજુ સુધી ફાટ્યુંય નથી ને ફીટયુંય નથી..

બદલાતા સમય સાથે પ્રગતિએ હરણફાળ ભરી છે..
સુખસુવિધાઓનો વ્યાપ વિસ્તાર્યો છે..
મામાઓને ઘેર હવે ગાડું નહી, ગાડી(ઓ) છે..
ત્રણ બેડરૂમના મોટા ફ્લેટની આબાદી છે..
જેમાં એક રૂમ ખાસ મહેમાનો માટે છે..
અને વળી રાંધવાવાળા મહારાજ પણ છે..
નાના ખેતરને બદલે મોટી ફેક્ટરી છે..
બધું જ છે... બધું જ...

નથી તો બસ એક મામાનો કાગળ..📨
બહેન, તું બાળકોને લઈને ક્યારે આવે છે..?

             🙏🙏👌👌🙏🙏
******************************
એક યુવાન પોતાની બાઇક લઇને હાઇવે પરથી પસાર થઇ રહ્યો હતો. પોતાની મસ્તીમાં ગીતો ગાતો ગાતો એ જઇ રહ્યો હતો. એની નજર થોડી આગળ ચાલી રહેલી એક કાર  પર પડી. કાર લગભગ 200-300 મીટર દુર હશે અને જરા ધીમે ધીમે ચાલી રહી હતી. યુવાનને થયુ કે હું મારા બાઇકની સ્પીડ વધારીને આ કારની આગળ નીકળી જાઉ.
વિચાર આવતા જ યુવાને બાઇકની સ્પીડ વધારી. કાર તો એની સામાન્ય સ્પીડથી ચાલી રહી હતી આથી ધીમે ધીમે કાર અને બાઇક વચ્ચેનું અંતર ઘટવા લાગ્યુ. બાઇક જેમ જેમ કારની નજીક પહોંચી રહ્યુ હતું તેમ તેમ યુવાનના ચહેરા પર કોઇને પાછળ રાખી દેવાનો આનંદ દેખાતો હતો.
થોડા સમયમાં એ યુવાન કારની લગોલગ પહોંચી ગયો. યુવાન અંદરથી ખુબ હરખાતો હતો કે મેં કારને પાછળ રાખી દીધી. એણે કારને ઓવરટેક કરી અને કારમાં બેઠેલી વ્યક્તિ સામે જોયુ. કારમાં બેઠેલી વ્યક્તિને તો કોઇ ખ્યાલ પણ નહોતો કે કોઇ એની સાથે રેસ લાગાવીને એને ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે. એ તો શાંતિથી કાર ચલાવી રહ્યો હતો.
કારને ઓવરટેક કરીને આગળ ગયેલા યુવાનને ખ્યાલ આવ્યો કે મારી આ જીતથી કાર વાળાને તો કંઇ ફેર નથી પડ્યો ઉલ્ટાનો હું કારને ઓવરટેક કરવાની લ્હાયમાં મારે જ્યાંથી વળાંક લેવાનો હતો તે રસ્તાથી પણ 2 કીમી આગળ આવી ગયો. હવે મારે મારે મારા ઘરે જવા માટે બે કીમી પાછું વળવું પડશે.
મિત્રો , આપણે પણ કદાચ આવુ જ કરીએ છીએ. સહકર્મચારીઓ,પાડોશીઓ, મિત્રો,સગાવહાલાઓ આ બધાની સાથે સ્પર્ધા કરીએ છીએ અને આપણે એના કરતા આગળ છીએ તથા એના કરતા આપણું વધુ મહત્વ છે એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે એમનાથી આગળ નીકળવામાં આપણી શક્તિ અને સમય ખર્ચીએ છીએ અને આગળ નીકળ્યા પછી ખબર પડે છે કે મારે જ્યાંથી વળાંક લેવાનો હતો એવા મારા સંબંધો તો પાછળ છુટી ગયા છે.
*************************************
आओ  "गुजरात "की सैर करे💥ं


अच्छा चलिए : आप कैसे प ता करेंगें कि आप "गुजरात " के किस कोने में हैं  ???

1) दो आदमी लड़ रहे हैं,
एक आदमी आता है,
उन्हें देखता है और चुपचाप
चला जाता है..=="गांधीनगर "


2) दो आदमी लड़ रहे हैं,
एक आदमी आता है, उन्हें समझाने की कोशिश करता है, फलस्वरुप दोनों लड़ना छोड़ कर समझाने वाले को ही  मारने लग जाते हैं...
ये - "अहमदाबाद "


3) दो आदमी लड़ रहे हैं,
एक आदमी अपने घर से आवाज़ देता है :
"मेरे घर के आगे मत लड़ो, कहीं और जाओ"...."वडोदरा "

4) दो आदमी लड़ रहे हैं, पूरी भीड़ देखने के लिये इकट्ठी हो जाये
और
एक आदमी चाय/कचौरी /पान की दुकान लगा दे....
तो ये -"सुरत "


5) दो आदमी लड़ रहे हैं, दोनों मोबाइल से कॉल कर
दोस्तों को बुला लें, और
थोड़ी देर में 50 आदमी लडने लगें.. तो......"महेसाणा "

6) दो आदमी लड़ रहे हैं,
एक आदमी खूब सारी बीयर ले आता है,
तीनों एक साथ बीयर पीते हुए एक-दूसरे को गाली देते हैं फिर भायले बन के एक दूसरे के गले में हाथ डालकर घर चले जाएं ...!
ये - "वलसाड"

7) दो आदमी लड़ रहे हैं,
दो आदमी और आते हैं,
वो आपस में बहस करने लगते हैं कि कौन सही है कौन गलत, देखते देखते भीड़ जमा हो जाती है,
पूरी भीड़ बहस करती है, लड़ने वाले दोनों खिसक लेते हैं....!
ये - "राजकोट "

8) दो आदमी लड़ रहे हैं,
एक आदमी आता है,
गन निकालता है
और
 🔫ढिचक्यूं🔫...
और सब शान्त हो जाता है..! यानि कि
आप "गोधरा " पहुँच गए...!


और अगर..
दो आदमी लड़ रहे हैं, उन दोनो की लडाई में कोई तीसरा ही मार कर चला जाए,
तो फिर यह समझ  लीजिये "जामनगर" में आपका स्वागत है 🙏!
😀😜😜😜
**************************

     💞💞💞💞💞💞