Wednesday, December 30, 2015

30-12-2015

उबुन्टु ( UBUNTU ) एक सुंदर कथा...!

उबुन्टु ऑपरेटिंग सिस्टम
( Ubuntu Operating System )

जानते हैं, किससे प्रेरित है इस ऑपरेटिंग सिस्टम का नाम ?
👇
कुछ आफ्रिकन आदीवासी बच्चों को एक मानवविज्ञानी ने एक खेल खेलने को कहा।

उसने एक टोकनी में मिठाइयाँ और कैंडीज एक वृक्ष के पास रख दिए।

बच्चों को वृक्ष से 100 मीटर दूर खड़े कर दिया।

फिर उसने कहा कि, जो बच्चा सबसे पहले पहुँचेगा उसे टोकनी के सारे स्वीट्स मिलेंगे।

जैसे ही उसने, रेड़ी स्टेडी गो कहा.....

तो जानते हैं उन छोटे बच्चों ने क्या किया ?

सभी ने एक दुसरे का हाँथ पकड़ा और एक साथ वृक्ष की ओर दौड़ गए, पास जाकर उन्होंने सारी मिठाइयाँ और कैंडीज आपस में बराबर बाँट लिए और मजे ले लेकर खाने लगे।

जब मानवविज्ञानी ने पूछा कि, उन लोगों ने ऐंसा क्यों किया ?
 
तो उन्होंने कहा---" उबुन्टु ( Ubuntu ) "

जिसका मतलब है,

" कोई एक व्यक्ति कैसे खुश रह सकता है जब, बाकी दूसरे सभी दुखी हों ? "

उबुन्टु ( Ubuntu ) का उनकी भाषा में मतलब है,

" मैं हूँ क्योंकि, हम हैं! "

सभी पीढ़ियों के लिए एक सुन्दर सन्देश,
आइए इस के साथ सब ओर जहाँ भी जाएँ, खुशियाँ बिखेरें,

आइए उबुन्टु ( Ubuntu ) वाली जिंदगी जिएँ.....

" मैं हूँ क्योंकि, हम हैं..!!
*****************************
શ્વાસ જો શરીર ને ટકાવે છે.
તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ કેમ કે અંતિમ સંસ્કાર તો બીજા જ આપે છે...!                           ⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
જીંદગી છે અઘરી પણ છેવટે ટેવાઈ જવાય છે.,

શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જાય છે...
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
પરસેવાની
શાહીથી જે લખે છે ઇરાદાઓ..
એમના
નસીબના પન્ના કોરા નથી હોતા…
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
ઘણા લોકો માટે,હુ સારો નથી હોતો,
તમે જ કહો ક્યો એવો દરિયો છે,જે ખારો નથી હોતો!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
 મને એ ગર્વ છે કે કોઈ પણ માણસ મને મળ્યા પછી નફરત કરી જ ના શકે...👤
પણ હા.................,

એ માણસ હોવો જોઈએ.....!!!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
 ઉચ્ચ-નીચમાં નથી માનતા અમારા ગુજરાતી,
એટલે જ અમારે કેપિટલ કે સ્મોલ લેટર્સ નથી હોતાં !!
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
 એ અલગ વાત છે કે કિનારે ઊભો છું, પણ એટલું જરુર જાણું છું કે કોણ કેટલા પાણીમા છે.
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐
: કોઈ આંખોમાં તમારી, રમતુ હશે..

તો કોઈ વાતોથી તમારી, હસતુ હશે..

ખુદની ખુશીની ચિંતા ના કરો મારા મિત્રો..

તમારા માટે પણ મંદીરમાં, રોજ કોઈ નમતુ હશે..
**********************************
એલ. એલ. બી. નું ભણતર...

પ્રોફેસર : જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ ?.

વિદ્યાર્થી : લે , આ સંતરુ.

પ્રોફેસર : ના , વકીલની ભાષામાં બોલ.

વિદ્યાર્થી : હું નીચે સહી કરનાર , જાતે પોતે , પુરા હોશ-હવાસમાં અને કોઇના દબાણમાં આવ્યાવિના આ ફળ જેને ગુજરાતીમાં " સંતરુ" કહેવાય છે અને જેના પર મારો સંપૂર્ણ માલિકીનો હક છે , તેને તેની છાલ , રસ , બીજ તથા કૂચા સહિત આખેઆખું હું તમોને આપું છું અને તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છુ કે તમે એને કાપવા , છોલવા , ચિરવા , ચૂસવા તથા ફ્રીજમાં રાખી મૂકવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો . જો તમે ઇચ્છો તો કોઇ અન્ય વ્યક્તિને આ ફળના છાલ , રસ , બીજ તથા કૂચા સહિત સંપૂર્ણપણે અથવા એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને આપી શકવા માટે પણ સ્વતંત્ર છો . આથી હું જાહેર કરું છું કે આજ પહેલાં સંતરા બાબત થયેલી કોઇપણ તકરાર , વિવાદ કે રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે. તથા સંતરા સોંપ્યા બાદ તેના ઉપર મારો કોઇ હક , દાવો , દાદ ફરિયાદ હિત સંબંધ રહેશે નહી .. ! ..

પ્રોફેસર : જાવ કરો , એલ. એલ. બી . .......
*******************************
પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણ
એને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,
કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?

– રમેશ પારેખ
***************************