Sunday, December 20, 2015

20-12-2015

હોશીયાર માણસથી
ભુલો થાય તેવુ ક્યારેક બને
પણ ભુલોથી માણસ
હોશીયાર થાય તેવુ જરૂર બને છે.
             💢
પરિસ્થિતિ આપણને
સાચવી લે તે આપણું નસીબ,
પરિસ્થિતિને આપણે
સાચવી લઈએ તે આપણી સમજણ..
               💢
તું સંબંધમાં પણ માપપટ્ટી રાખે છે ,
બાકી મારે તો શૂન્યથી પણ
ઓછા અંતરે આવવું છે. !!!
              💢
વિધાતા પણ
કંઇક એવી જ રમતો કરે છે
ક્યાંક અપેક્ષા જગાડે અને
તરત જ જે સજાવેલુ હોય
તે બદલી નાખે.                                 
                 💢
ગણો તો હું અસંખ્ય છું,
ભણો તો નિગમ છું,
નિરખો તો સગુણ છું,
પરખો તો નિર્ગુણ છું.!!
             💢
આખો સાગર નાનો લાગે
જ્યારે "મ" ને કાનો લાગે...
              💢
તું "ખૂદ" માં લખીજો
ફકત એક કાનો......
પછી તું ખરેખર
"ખુદા" થઇ જવાનો.....
           💢
ભલે ને અટપટા
સૌ દાખલા છે સંબંધો માં....
પણ અહમને બાદ કરો
તો જવાબ સહેલા છે....
           💢
નથી મળતો સમય
સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય
લોકો ઝગડો કરવા માટે...!!!
            💢
ખોટી અપેક્ષા માં જ
હારી જવાતુ હોય છે;
નિઃસ્વાર્થ સબંધ નિભાવવા માં
ક્યાં દરેક થી જીવાતુ હોય છે..?
💢
એક પરબમાં ખારૂં પાણી,
આંખો એનું નામ....
💢
રોજ પિરસતી કંઈક વ્યથાઓ,
દાતાઓ બેનામ....
💢
માન્યુ કે
એટલી સરળ
આ વાત નથી,
પણ
અંત વગર નવી
શરૂઆત નથી.
બને એવું કે શબ્દોથી,
કદી વિખવાદ પણ સર્જાય,
ને ક્યારેક મૌન ના
સેતુ થકી સંવાદ પણ સર્જાય...!!
💢
આન્ગણે આવી
ચકલીએ પુછયુ
આ બારણુ પાછુ
ઝાડ ના થાય.....???
💢
સુખ એટલે
નહીં ધારેલી ,
નહીં માગેલી
અને છતાં ...
ખૂ......બ ઝંખેલી
કોઈ કીમતી પળ...
💢
ધર્મ એટલે શું ?
ધર્મ ની સૌથી
સરળ વ્યાખ્યા ..
કોઈ ના પણ
આત્માને તમારા
કારણે દુ:ખ ના
પહોચે એની
'તકેદારી'
એટલે ધર્મ...
💢
સારું હ્દય અને સારો સ્વભાવ
બંને જરુરી છે.
સારા હદય થી
કેટલાય સંબંધો બને છે અને
સારા સ્વભાવ થી તે
સંબંધ જીવનભર ટકે છે.
💢
મજાક મસ્તી તો જીવનમાં
ઓક્સિજન નું કામ કરે છેે.
બાકી તો માણસ પળે પળ
ગુંગળાઇ ને જ મરે છે.
💢
અભાવ માં રહેવાના
આપણા સ્વભાવને લીધે
જે મળ્યું છે એનું સુખ ટકતું નથી
ને નથી મળ્યું એનું દુઃખ જતું નથી.
💢
રોટલો કેમ રળવો
તે નહિ પણ દરેક
કોળિયાને મીઠો કેવી
રીતે બનાવવો
તેનું નામ કેળવણી...
*****************************
જિંદગી તો આમ ચાલ્યાજ કરે....
પણ કઈક અલગ થઈ જાય તો.....
           
          "શુ વાત છે"

નથી પૂરવા અમારે રંગ ભાત ભાત ના.....
પણ કોઈ મેઘ ધનુષ્ય બનાવી જાય તો ....

         "શુ વાત છે"

નથી કહેવુ કોઈ ને કાઇ....
પણ કહ્યા વગર જે કોઈ સમજી જાય તો....

           "શુ વાત છે"

અલગ અલગ ચેહરાઓ ની છે આ દુનિયા.....
પણ કોઈ ઓચિંતુ અજાણ્યુ જ હસી જાય તો....

           "શુ વાત છે"

જિંદગી ઍ પ્રેમનુ બીજુ નાં છે...
પણ *તમે જે પ્રેમ છો*  ઍમ કહી જાય તો....

            "શુ વાત છે"

જીવે છે તો બધા પોતાના માટે જ...
પણ કોઈ બીજા ની માટે જીવી જાય તો..

          "શુ વાત છે"

આમ તો કાઇ લખતા નથી આવડતુ મને...
પણ આમ જે કઈક લખાય જાય
અને...
તમને ગમી જાય તો....કહેજો કે

            "શુ વાત છે"
***************************
अकेलापन इस संसार में सबसे बड़ी सज़ा है और एकांत इस संसार में सबसे बड़ा वरदान। ये दो समानार्थी दिखने वाले शब्दों के अर्थ में आकाश पाताल का अंतर है। अकेलेपन में छटपटाहट है तो एकांत में आराम है। अकेलेपन में घबराहट है तो एकांत में शांति। जब तक हमारी नज़र बाहर की ओर है तब तक हम अकेलापन महसूस करते हैं और जैसे ही नज़र भीतर की ओर मुड़ी तो एकांत अनुभव होने लगता है। ये जीवन और कुछ नहीं वस्तुतः अकेलेपन से एकांत की ओर एक यात्रा ही है। ऐसी यात्रा जिसमें रास्ता भी हम हैं, राही भी हम हैं और मंज़िल भी हम ही हैं....
*********************************
એક નવી પરણેલ કન્યા ને એના વર ના ઘરે પરંપરા પ્રમાણે આવકારવા માં આવી..
 .
પરિવાર ના સભ્યો એ એને બે શબ્દ કહેવા માટે આમંત્રી..
એણે સ્પીચ આ પ્રમાણે આપી:

મારા પ્રિય પરિવારજનો, હું તમારો આભાર માનું છું, કે આપે મને કુટુંબ માં અને નવા ઘર માં આવકાર આપ્યો..

સૌથી પહેલા, મારી હાજરી થી કોઈ ને તકલીફ ના પડવી જોઈએ.. મારો કહેવા નો મતલબ એ, કે આપની રહેણી કરણી માં કોઈ જાત નો બદલાવ મારે લીધે નાં લઇ આવતા.. નિયમિત જિંદગી જેમ જીવતા હતા તેમજ રાખજો..

તું શું કહેવા માંગે છે, બેટા.. ઘર ના વડીલે પૂછ્યું..

હું કહેવા માંગું છું પપ્પા, કે..

જેઓ વાસણ ધોતા હતા, તેઓ એ એ ધોતાજ રહેવું..
જેઓ કપડા ધોતા, તેઓ એ ધોતાજ રહેવું..
જેઓ રસોઈ કરતા હતા, તેઓ એ મારે લીધે બંધ કરવાની જરૂર નથી..
જેઓ જાળુંપોતા કરતા, તેઓ એ ઘર ચોખ્ખું રાખવું જ..

રહી વાત મારી, તો હું અહીં ફક્ત તમારા દીકરા ને કાબુમાં રાખવાજ આવી છું..

આ છે 21 મી સદી ની વહુરાણી
******************************