Saturday, March 24, 2012

24-03-2012

**************************
'નાની નાની બાબતમાં અકળાઈ જવું નહીં...' એવી સલાહ વારંવાર આપતા 'ડાહ્યા' માણસોને એકાદ વાર મચ્છરવાળા ઓરડામાં સુવડાવવા જોઈએ..!!
**************************
યુદ્ધની ઉત્તેજના અને સનસનાટી માણવી હોય તો મોરચે જવાની જરૂર નથી. એના માટે બે રસ્તા છે. એક, નાની નૌકામાં સમુદ્રપ્રવાસ કરો અને બીજો, ઉતાવળે લગ્ન કરી લો..!!
**************************
એક સ્પેનિશ કહેવત અનુસાર સાચી મૈત્રી એ સુખનો ગુણાકાર અને દુઃખનો ભાગાકાર છે. એટલે જ મિત્રના મૃત્યુ કરતાં મૈત્રીનું મૃત્યુ વધારે અસહ્ય હોય છે..!!
**************************
તમને જો દુશ્મન જોઈતા હોય તો મિત્રોથી ચઢિયાતા બનજો... મિત્ર જોઈતા હોય તો મિત્રોને તમારા પર સરસાઈ મેળવવા દેજો..!!
**************************
સ્ત્રી એના જીવનકાળ દરમિયાન પુરુષને માત્ર બે વાર જ સમજી નથી શકતી. એક, લગ્ન પહેલાં અને બે, લગ્ન પછી..!!
**************************

Friday, March 23, 2012

23-03-2012

**************************
ફરજ શબ્દ ભારે છેતરામણો છે. એ વસ્તુ એવી છે, જેની આપણે હંમેશાં બીજા પાસે જ અપેક્ષા રાખીએ છીએ..!!
**************************
પ્રાર્થના કરો ત્યારે પ્રભુ પાસેથી પ્રત્યુત્તરની અપેક્ષા કદી ન રાખશો, નહીંતર એ પ્રાર્થના અને ચીલાચાલુ પત્રવ્યવહાર વચ્ચે કશો જ તફાવત નહીં રહે..!!
**************************
કોઈને પોતાનો ઘનિષ્ઠ મિત્ર બનાવતાં પહેલાં એના જાની દુશ્મનો કોણ કોણ છે એ પણ જાણી લેવું એટલું જ જરૂરી છે..!!
**************************
આપણી પાસે કંઈ ન હોય કરુણતા નથી, પરંતુ આપણું કોઈ ન હોય એ જ સૌથી મોટી કરુણતા કહેવાય..!!
**************************
આપણી બધી જ ત્રુટિઓ જાણ્યા પછી પણ આપણને અપનાવી લે એ મિત્ર અને આપણી બધી જ બાહોશી જાણ્યા પછી બિરદાવવાને બદલે જે એને લલકારે એ દુશ્મન..!!

Thursday, March 22, 2012

22-03-2012

**************************
સંતાકૂકડીમાં નહીં જડતો જણ એટલે ભગવાન..!!
**************************
ઘડિયાળમાં બે કાંટા ભેગા થાય એટલે બાર વાગે. કાંટા જેવા બે માણસ ભેગા થાય એટલે ત્રીજાના બાર વાગે..!!
**************************
આપણો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ક્લોકની જેમ ખરે સમયે રણકીને આપણને ચેતવી દે..!!
**************************
મૌન એક અનોખું અલંકાર છે. તે મૂર્ખ માણસના હોઠ પર વધુ શોભી ઊઠે છે..!!
**************************
જેક હરબર્ટ નામના વિદ્વાન કહે છે કે પૃથ્વી પર સર્વપ્રથમ સર્જન આદમથી થયું અને એ જ પૃથ્વીનો અંત આદમના વંશજોએ બનાવેલા એટમ (બોમ્બ)થી થશે..!!
**************************

Wednesday, March 21, 2012

21-03-2012

**************************
જે તમારા દોષ દેખાડે તેને દાટેલું ધન દેખાડનારો સમજો..!!
**************************
જ્યારે મિત્ર જ મિત્રને દગો દે ત્યારે હૈયું દિલેર દુશ્મનોને જ યાદ કરે છે..!!
**************************
આ દુનિયામાં આપણું કંઈ જ નથી, સિવાય કે સમય..!!
**************************
સ્વર્ગ જેવું બીજું કયું સ્થળ છે, જ્યાંથી તમને કોઈ જ કાઢી ન શકે?
- સ્મૃતિ..!!
**************************
આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ્)નસીબ..!!
**************************

Tuesday, March 20, 2012

20-03-2012

**************************
આળસ એક એવો લેટેસ્ટ ડિઝાઈનનો ખર્ચાળ ડ્રેસ છે, જે રોજ રોજ પહેરવો પોસાય નહીં..!!
**************************
ફૂલછોડનો ઉછેર કરવો એ તો શિયાળાની વહેલી સવારે ઈશ્વર સાથે મોર્નિંગ વોક લેવા જેવું છે..!!
**************************
ઘણા લોકો પોતાની નબળાઈ છાવરવા પોતે કેટલા સ્ટ્રોન્ગ-મજબૂત છે એ દર્શાવવા તોછડાપણાનો આધાર લેતા હોય છે..!!
**************************
માણસે એની જિંદગીમાં બે વખત ક્યારેય સટ્ટો ન ખેલવો. એક, જ્યારે એનું ગજું ન હોય ત્યારે અને બે, જ્યારે એનું ગજું હોય ત્યારે..!!
**************************
વેરમાં હંમેશાં વાંધો હોય છે, જ્યારે સ્નેહ કે પ્રેમમાં હંમેશાં સાંધો હોય છે..!!

Monday, March 19, 2012

19-03-2012

**************************
અમુક ઉંમરે બાળક આપણને કવિ બનાવે છે અને અમુક ઉંમરે (અમુક) સ્ત્રી આપણને (ધરાર!) ફિલસૂફ બનાવે છે..!!
**************************
મનમાં મહત્વાકાંક્ષા મહોરી ઊઠે એટલે એને તાબડતોબ સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરી દેશો તો રાતે સપનાં નહીં આવે, કારણ કે સપનાં અતૃપ્ત ઈચ્છાનું અધૂરાપણું સૂચવે છે..!!
**************************
ઘરસંસારનો રથ પૂરપાટ ચલાવવો હોય તો પતિ અને પત્નીએ ક્યારેક આંધળાં તો ક્યારેક બહેરાં બનતાં શીખી લેવું પડે..!!
**************************
સોફી ટુકર નામના એક લેખક પૂછે છે: સ્ત્રીને જિંદગીમાં શું જોઈએ? જવાબ પણ એમની પાસેથી સાંભળોઃ જન્મથી ૧૮ વર્ષ સુધી મા-બાપની અચ્છી માવજત જોઈએ. ૧૮થી ૩૫ વર્ષ સુધી રૂપ-રંગે એ સુંદર હોવી જોઈએ. ૩૫થી ૫૫ સુધી લાડકોડ કરી શકે એવો પતિ ઉપરાંત પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જોઈએ અને પંચાવન પછી તો એને આમાંથી કોઈની જરૂર રહેતી નથી. એની પાસે માત્ર તગડી બેન્ક બેલેન્સ હોય તોય ભયોભયો..!!
**************************
એક એક શબ્દ એકઠા કરો એટલે શબ્દો બને. શબ્દો વિશે જાણીતા કવિ મનહર મોદી કહે છે: વિચારોમાં પેસીને નીકળી ગયા આ શબ્દોય લુચ્ચાના સરદાર છે..!!
**************************

Sunday, March 18, 2012

18-03-2012

**************************
જે દુઃખનો કોઈ ઉપાય જ ન હોય એને જે વીસરી શકે એ જ માણસ ડાહ્યો..!!
**************************
સવાલઃ અમુક નેતાઓ લાંબા ગાળા સુધી રાજકારણમાં ટકી રહે છે એનું કારણ શું?
જવાબઃ કારણ છે પ્રજાની ટૂંકી યાદદાસ્ત..!!
**************************
રોગ, વૃદ્ધાવસ્થા અને આપત્તિ પાછળ પડે છે ત્યારે જ માણસ ઈશ્વરની પાછળ પડે છે..!!
**************************
ટોળામાં ક્યારેય કોઈને સલાહ આપવી નહીં..!!
**************************
તમારી પાસે એક ફોન હોય તો એને જરૂરિયાત કહેવાય. તમે બે ફોન ધરાવતા હો તો એને ઐયાશી કહેવાય. ત્રણ ફોન હોય તો ઐશ્વર્ય ગણાય અને હા, જો તમારી પાસે એક પણ ફોન ન હોય તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ ન કહેવાય..!!
**************************