હસો ભલે પણ હસવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો
બોલો ભલે , પણ બકવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
બોલો ભલે , પણ બકવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
પોતાના હક્ક ને અધિકાર માટે કદી ચૂપ બેસી રહેવાય પણ નહી,
લડો ભલે, પણ કોર્ટકચેરીમાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
રિસામણા ને મનામણા તો જીંદગી આખી ચાલતા જ રહેવાના,
રૂઠો ભલે, પણ સાવ એકલા જીંદગી ચાલી જાય નહી તે જોજો.
રૂઠો ભલે, પણ સાવ એકલા જીંદગી ચાલી જાય નહી તે જોજો.
ક્યારેક તો સામી છાતીએ દુશ્મનને આપણે પડકારવો જ પડશે,
ડરો ભલે, પણ સંતાવવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
જીંદગી આખી રખડો પણ મંઝિલ ન મળે તો એનો મતલબ શું,
ફરો ભલે, પણ ભટકવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
દુનિયામાં કોઈ ગમ એવો નથી કે શરાબ પીવાથી ભૂલી જવાય,
પિઓ ભલે પણ ગંદી નાલીમાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
"મિત્ર" હશે જો સત્કર્મો તો ફેરા ભવોભવના ટળી પણ જશે,
ભજો ભલે , મોક્ષની મોકાણમાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
વિનોદ સીલીકી "મિત્ર " લખતર.