Saturday, April 17, 2021

Whatsapp Collection 32

  • સમજી લો ----

મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

સુમધુર સંગીત ગુંજતું હોય રેડીઓ પર ને માથે બામ ઘસતા હોવ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

ધમાલ મસ્તી વાળી ફિલ્મ ની ટીકા કરવા લાગો તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

મસ્ત મજા ની મેહફીલ જામી હોય ને મિત્રોને સલાહ આપવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

નવા કપડાં ખરીદવાની ધગશ ઓછી થતી જાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વાત વાતમાં નવજુવાનિયાઓ ની ફેશન પર ટીકાઓ કરવા લાગો તો સમજી લો ---ઘરડા  થઇ રહ્યા છો

ગુલાબ ઉપર મંડરાતા ભમરા ને જોઈ કોઈ રોમેન્ટિક ગાયન યાદ ના આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

રેસ્ટોરન્ટ માં જઈને પણ ઘર ના ભોજન ના વખાણ કરવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

બેફિકરાઈ છોડી ને માથે ચિંતા ના ટોપલા મુકવા માંડો તો સમજી લો ---ઘરડા થઇ રહ્યા છો

વરસાદ પડતો હોય ને ભજીયા ના બદલે છત્રી યાદ આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો
***************************
ઘોડિયે નહીં તો કંઈ નહીં
પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ
ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ
દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ
અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ
મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ
બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ
ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે

બાલ દિન નિમિત્તે ॥
**************************
રગ રગ ને રોમ રોમ થી તુટી જવાય છે
તો પણ મજા ની વાત કે જીવી જવાય છે

વરસાદ શું કરી શકે છત્રી શું કરે
બીજા ને કોરો રાખવા પલળી જવાય છે

આંખો ના ઈલાકા મા રહો એક બે દિવસ
ત્યા થી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે

દરીયો તરી જવાનું વિચારું છું રોજ હું
દરરોજ એ વિચાર મા ડુબી જવાય છે

પડકાર સામે હોય તો અડીખમ ઉભો રહું
લીસી સુંવાળી વાત માં લપસી જવાય છે

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીયે
આ તો  હ્ર્દય ની વાત છે હાફી જવાય છે

     ખલીલ ધનતેજવી
**********************
હરી-ફરી લે હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડેથી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.

નીરખી લે નીરખી લે હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા.

નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા,
કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા.

આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ,
કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.

*કરી નાખ ઉજાણી પીને લીટર બે લીટર 🥃🍻🥂
કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.

ચાલો દોસ્તો ભેગા થઇએ છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર,
ખબર નહિ ક્યારે પતી જાય દિલના કિલોમીટર!
💁🏻‍♂😇💁🏻‍♂
************************

Sunday, February 23, 2020

Whatsapp Collecion 31

"ગડમથલ"

અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

સોફા મા બેસું તો ગાદી બગડે,
ગાદી મા પગલા ના દાગ પડે,

ગાદલા મા  સુવું તો ચાદર બગડે,
ઓશિકા મા તેલ ના ડાઘ પડે,

જમતા  જમતા ખાવા નુ પડે,
ડાઇનિંગ ટેબલ પર ટપકાં પડે,
માગવાં જાઊ તો ભવાં ચડે,

હાલતાં ચાલતાં ઘર બગડે
ખુરશી ખેંચુ તો સ્ક્રેચ પડે,

વાત કરવા જાવું તો લોચા પડે,
ફોન ,પંખા કરુ તો બિલ નડે,

લખવા જાઊં તો ભુલો પડે,
સમજણ ના પડે તો વઢ પડે,

બોલુ નહિ તો બેય બગડે,
બોલુ તો મગજ ચકરાવે ચડે.

પહેલા જેવુ મગજ ના ચાલે,
વાતે વાતે સમજણ ના પડે,

એકલા એકલા ચૅન ના પડે
અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

ગળયું ખાટું મીઠું બધુ ભાવે,
તીખું મારું પેટ બગાડે,

જાત જાતનું ને ભાત ભાતનું ,
ખાઉં તો તબિયત બગડે,

અત્યારના જમાના સાથે મેલ ના પડે,
જૂનવાણી વિચારો નો તાલ ના મળે,

જીવન માં કર્યુ છે ઘણું બધું,
એકમેક ની  સાથે રહેનારા, મોજથી જીવનારા,
ઘડપણ માં એનો તાલો ના જડે!!

વિચારો છે ઘણાં મનમાં,
છેવટે તો એ ગડમથલમાં પરિણમે,
સમજુ છું ઘણું, કહેવું છે પણ ઘણું,
એમાં અર્થ નો અનર્થ નીકળી પડે,

નવી પેઢી ના નવા આચાર વિચારો,
પણ એમા  ખાસ તથ્ય ન મળે,
એમાં જૂની પેઢીના લોકો પાછળ પડે,
પણ સબંધ સાચવવામાં આગળ નીકળે.

અહીયાં બેસું કે ત્યા બેસું!
આમ રહુ કે તેમ રહુ!
છુ હુ દ્વિધા માં મારા આ ઘડપણે!!

કદાચ અમે તો ના શીખ્યા
પણ તમે સાચવજો તમારા ઘડપણે,
યાદ કરજો અમને એ ક્ષણે.
*****************
😜
દાદા કહે દાળ ભાત,
ને  દાદી  કહે ખિચડી કઢી,
બાળકોને  ભાવે ફાસ્ટ ફૂડ,
રોજ રોજ રાંધવાની રામાયણ..

પતિ કહે છોલે પુરી,
દીકરો કહે પાણી પુરી,
એમાં પિસાય બિચારી નારી,
રોજ રોજ રાંધવાની  રામાયણ.

એક કહે ઢોકળા,
ને બીજું કહે ભજિયા,
એમાં થાય  રોજ કજિયા,
રોજ રોજ રાંધવાની રામાયણ.

એકને ભાવે ચાઈનીઝ,
બીજાને પંજાબી,
ત્રીજાને ફાવે ગુજરાતી,
રોજ રોજ રાંધવાની રામાયણ.

ઘરડાં કહે ચાલશે,
ને પતિ કહે ફાવશે,
પણ બાળકોનો રોજ કકળાટ,
રોજ રોજ રાંધવાની રામાયણ.

ધન્ય છે એ નારીને,
જે ત્રણ પેઢી સાચવે,
જીંદગીને ખુશીઓથી છલકાવે
રોજ રોજ રાંધવાની રામાયણ.
 
ગ્રુપ ની સૌ સન્નારીઓ ને અર્પણ

🌹🦚🌳🌴🍁🦜🌳🌹
******************************
ફાંદ પુરાણ

પેટ ને ફાંદ માં પરિવર્તિત થવા ની જાણ સૌથી પહેલાં એનાં (ફાંદ ના) ઘારક ને જ થતી હોય છે...

પણ શરુઆત માં ઘારક એને પેટ જ કહે છે અને ફાંદ ના અસ્તિત્વ ને જ નકારતો રહે છે...

એકદમ સ્વાભાવિક રીતે પોતાને સાંત્વના આપે છે કે દિવાળી પર મફત ના મઠિયા ને મીઠાઈ (સોનપાપડી) ને કારણે અને ભરપૂર આરામ ના કારણે આ ટેમ્પરરી પરિસ્થિતિ ઉભી થઈ છે બહુજ જલદી સામાન્ય થઈ જશે...

નવી નવી ફાંદ ના ઘારક એક ભ્રમ હોય છે કે આ કોઈ સીઝનલ વાઈરલ ટાઈપ કે ઉગતી જવાની નાં ખીલ જેવી સ્થિતિ છે, જે કોઈ પ્રયત્ન વગર અઠવાડિયા માં ઠીક થઈ જશે...

પણ પણ પણ...
એવું થતું નથી... અઠવાડિયું મહિના માં અને મહિના વર્ષ માં પરિવર્તિત થઈ જશે પણ કમબખ્ત ફાંદ ઘારક ની નાભી થી ઉપર 6 ઈંચ સુધી પોતાનું સામ્રાજ્ય વઘારતું રહે છે,
બૈરી છોકરાં કાંઈ ટકોર કરે તો ઘારક બૈરી ના સ્વાદિષ્ટ ભોજન ને અને એના પિયર ના લગ્ન પ્રસંગો કે પોતાના જ બાપદાદા ની ફાંદ ની આનુવંશિકતા ને જવાબદાર ગણાવે છે... ને ઘારક ફાંદ ની ઉપેક્ષા કરવામાં લાગી જાય છે...

પણ પણ પણ...
નામુરાદ ફાંદ ને પણ દિલ્હી ના મુખ્ય મંત્રી ની જેમ ઉપેક્ષિત અવસ્થા પસંદ નથી હોતી એટલે એ શર્ટ ના બટન તોડી ને પણ પોતાની હાજરી નોઘાવવા નો સફળ કે આંશિક સફળ પ્રયત્ન કરે રાખે છે... અને ઘારક ને ઈનશર્ટ કરવાનું છોડવા મજબૂર કરી દે છે...
ઘરવાળી ભલે મન મારી ને પણ ફાંદ થી ટેવાઈ જાય પણ દુષ્ટ પ્રક્રુતી ના મિત્રો ફાંદ ને પાછું પેટ કહી શકાય તેવી સ્થિતિ લાવવા માટે એવાં એવાં જીવલેણ ઉપાય બતાવે છે કે જેના અમલીકરણ માં જાતક નો જીવ ગળે સુધી આવી જાય...
પછી તો કંટાળી ને જાતક ભીષ્મપ્રતીજ્ઞા લઈ જ લે છે કે પોતે પાછું ત્રેવીસ ની ઉંમર નું પેટ લાવી ને જ જંપશે. પોતાને જ મોંઘા સ્પોર્ટ્સ શુઝ ગીફ્ટ આપે અને સવારે  જલ્દી ઉઠી ને દોડવા જવાનું, શું ખાવું કે ના ખાવું...???  મિત્ર ને રવાડે ચડી અખાડા ની વાર્ષિક ફી ભરી આવવી... અરે કપાલભાતી કે અનુલોમ-વિલોમ પણ શીખી આવે... આર્યુવેદ ના નાજુક તબિયત વાળા વેદો ની સલાહ પણ લઈ આવે ને આ ક્રમ મુજબ થોડાં દિવસ ચાલવા નો પ્રયત્ન પણ કરે...
પછી પછી ક્યારેક અચાનક જ બદમાશ મિત્રો ક્યારેક કનુ ની પાપડી કે ભોગીલાલ નો મોહનથાળ ની લાલચ આપીને જાતક ને ફસાવી દે છે. ને સ્પોર્ટ્સ શુઝ પર ધૂળ જામવા લાગે છે ને ફાંદ પણ ચીન ની જેમ પોતાના વિસ્તાર ચુપચાપ વધારવા માં લાગી હોય છે...
ફાંદ ને જાતક ની લડાઈ માં ફાંદ હમેશા બાજીરાવ પેશ્ર્વા ની જેમ જાતક ને હથિયાર મૂકવા મજબૂર કરી જ દે છે...
તો હવે... જાતક ઢીલાં શર્ટ પહેરવાનું નક્કી કરે છે ને ફોટો શૂટ વખતે શ્ર્વાસ રોકવાનો પ્રયાસ કરે છે..
પરાજિત યોધ્ઘા ની જેમ સોફા પર પડી રહે છે ને હવે ટીવી પર બાબા રામદેવ નું પેટ ફુલાવવું ને મશક ની જેમ  અંદરની તરફ ગોળગોળ ફેરવવું પણ જાતક ને પ્રભાવિત નથી કરતું... ઈવન ઈવન શિલ્પા શેટ્ટી નો યોગ ના વીડિયો પણ...
પછી એ પોતાના મિત્ર વર્તુળ માં પોતાના જેવા ફાંદ ઘારકો  નો સમાવેશ કરે છે. એમનાં તર્ક...
1 ખાધેપીધે સુખી માણસ ની નિશાની
2 એક ઉમર પછી બઘા ને ફાંદ હોય જ ને
3 જેને ફાંદ ના હોય તે બઘા બિમાર...

મોરલ ઓફ સ્ટોરી...
ફાંદ નું પ્રગટ થવું ને નિરંતર પ્રગતિશીલ રહેવું એ જન્મ મરણ જેવી નિશ્ચિત બાબત છે... જો ફાંદ તમારો નકશો બગાડી ને પાકિસ્તાન ની જેમ પેદા થઈ ચૂકી છે તો માની લેવું કે એનું અસ્તિત્વ સ્વીકારી લેવું... સમયે સમયે સર્જીકલ સ્ટ્રાઇક પણ  કરી લેવી... ને પોતાની ફાંદ ના સહઅસ્તિત્વ સાથે જીવવા  નું શીખી લેવું

અહીં કવિ નવા નવા લેખક થયાં છે
એટલે ભાષાશુઘ્ઘી નો આગ્રહ રાખવો નહીં...
🤔🤔😜🤫😜🤣🤣
******************************
એક ડોસા ને દરજી સાથે
રોજ કજિયો થાય,
પરભુ સીવે જે કપડું
તે જીવણ ને ટૂંકું થાય!

જીવણ ને તો જોઈએ
લાંબી ઈચ્છા કેરી બાંય,
પરભુ કેટલું મથે તો ય
જીવણ ન રાજી થાય,
ટૂંકા પના ના માપમાં
પરભુ તોય મથતો જાય,
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

આશા નું એક સરસ ખિસ્સું
પરભુ માપે મૂકે,
જીવણ ને  લાલચ મુકવા ઇ
ખૂબ ટૂંકું લાગે,
નવી ભાતનાં ખીસ્સાં પરભુ
રોજ બતાવતો જાય,
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

કોલર ઊંચા રાખવાનો
જીવણ ને ધખારો,
પરભુ સમજાવે એને કે
'અહમ  માપ માં રાખો',
પણ એમ જીવણ કાંઇ પરભુનું
બધુંય માની જાય?
એક ડોસા ને  દરજી સાથે
રોજ કજિયો થાય!

કંટાળી ને પરભુ એ
અંતે બીલ મોટું આપ્યું ,
જોતા જ જીવણની
બે ય ફાટી ગઈ આંખ્યું,
હવે રોજ જીવણ
પરભુનાં માપમાં રહેતો જાય,
એક ડોસા ને દરજી સાથે
હવે ન કજિયો થાય!
                   ~ કેતન ભટ્ટ
*******************************
બરકત વિરાણી ની એક 
 સુંદર રચના...
👌👌👌👌👌

શમણાઓ વિહોણી રાત
  નથી ગમતી મને,
માણસાઈ વિનાની વાત
  નથી ગમતી મને...

આપણી સામે અલગ ને
  લોકો સામે અલગ,
બદલાતા માણસની જાત
  નથી ગમતી મને...

અમુલ્ય જીવનની ક્ષણોને
  કેમ વેડફી નાખું.?
દુનિયાની ફાલતુ પંચાત
  નથી ગમતી મને...

પરિશ્રમનો પરસેવો
  સુકાવા નથી દેવો,
દોડતા રહેવા દો નિરાંત
  નથી ગમતી મને...

જેમને મળીને કંઈ પણ
  શીખવા ન મળે,
એવા લોકોની મુલાકાત
  નથી ગમતી મને...

જે પણ કહેવું હોય તે મારા
  મોઢા પર કહો,
સંબંધોમાં ઝેરની સોગાત
  નથી ગમતી મને...

                      - બેફામ.
*************************

Whatsapp Collecton 30



🌹🌹🌹🌹🌹🌹🌹🌹
વાચવા જેવુ છે જરુરથી વાંચશો,
🌹🌹🌹🌹🌹🌹🌹🌹


કવિ કાગ ની કલમ ની રચના

      ૧.

ભૂખ લાગવી એ પ્રકૃતિ છે. ધરાયા પછી ખાવું એ વિકૃતિ છે અને ભૂખ્યાં રહીને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ છે.

      ૨.

થાકેલાને રસ્તો લાંબો લાગે છે.
ઉંઘ વિનાનીને રાત લાંબી લાગે છે અને ઉત્સાહ વિનાના ને કાર્યસિઘ્ધિ લાંબી લાગે છે.

     ૩.

નાથ નાખવાથી બળદ વશ થાય છે.
અંકૂશથી હાથી વશ થાય છે.
નમ્રતાથી જગત વશ થાય છે
અને
વિનયથી વિદ્વાનો અને બુઘ્ધિમાનો વશ થાય છે.

      ૪.

 પગી, પારેખ, કવિ, રાગી, શૂરવીર, દાતાર, છેતરનાર અને કૃતધ્ની એ સૌ સંસ્કારો સાથે જ જન્મે છે. એને બનાવી શકાતા નથી. એની નિશાળ હોતી નથી.

        ૫.

 ઊંટને ત્રીજે વરસે, ઘોડાને પાંચમે વરસે, સ્ત્રીને તેરમા વરસે અને પુરુષને પચ્ચીસમા વર્ષે જુવાની આવે છે.

         ૬.

 આખા જંગલનો નાશ કરવા એક તણખો બસ છે. સર્વ સુકૃતોને ધોઈ નાખનાર એક પાપ બસ છે, તેમ કુળનો નાશ કરવા માટે એક જ કુપુત્ર બસ છે.

        ૭.

જેના ઘરમાં બાળકોનો કિલ્લોલ નથી, જેના ઘરમાં સભ્યો વચ્ચે સંપ નથી, જેના ઘરમાં વહેલી સવારે વલોણાનો રવ કે ઘંટીના રાગ સંભળાતા નથી, જેના આંગણે ગાય-વાછરું નથી, જેના ઘરમાં કોઈ મહેમાન આવતાં નથી તે ઘર શ્મશાનસમું સમજવું.

        ૮.

કર્મ પહેલાં કે જીવ?, બીજ પહેલાં કે વૃક્ષ, ઇંડું પહેલું કે મરઘી?, પુરુષ પહેલો કે સ્ત્રી? આ પ્રશ્નનો જવાબ મૂર્ખ અને વિદ્વાન બધા પાસેથી એક જ જાતનો મળે છે.

          ૯.

 રાત્રી સૂર્યને મળવા જતાં, યુવાની ઘડપણને મળવા જતાં અને માનવી કામનાઓને મળવા જતાં મૃત્યુ પામે છે.

          ૧૦.

 લડાયક પડોશ, ઘાસવાળું ખેતર, ભાઠું પડેલું ઘોડું અને વિધવાવાળું ઘર એટલાં માનવીને દુઃખ આપનારાં છે.

         ૧૧.

 તારાઓથી ચંદ્ર છૂપાતો નથી. વાદળાંઓથી સૂર્ય છૂપાતો નથી. અવળું જોવાથી પ્રેમ છૂપાતો નથી. યાચકોને ભાળીને દાતાર છૂપાતો નથી અને રાખ ચોળે તોપણ ભાગ્ય છૂપાતું નથી.

           ૧૨.

 જેમ પારસને અડેલી તલવાર સોનું બને છે પણ એની ધાર અને આકાર એનાં એ જ રહે છે, તેમ સંતના પ્રસાદથી દુષ્ટ માનવી સમજુ બને છે, છતાં એની દુષ્ટતા વખત આવ્યે પ્રગટ થાય છે.

              ૧૩.

 ભગવાન બે વખત હસે છે, એક તો ભાઈ સાથે ભાઈ બથોબથ બાઝે ત્યારે અને બીજું સો વરસનો પથારીવશ બુઠ્ઠો જીવવા માટે ઓસડ ખાય ત્યારે.

            ૧૪.

 સર્પને ઘીનો દીવો, લોભીને મહેમાન, બકરીને વરસાદ અને સુમ કહેતા લોભીજનને કવિ અળખામણો લાગે છે.

           ૧૫.

સર્પને મોરનો રાગ, કરજદારને લેણદાર, તાબેદારને ઉપરી અને સ્વચ્છંદી છોકરાને નિશાળ નથી ગમતાં.

            ૧૬.

 ફળ વિનાના ઝાડનો પંખી ત્યાગ કરે છે, કદરહીણા ધણીનો સેવક ત્યાગ કરે છે, સંશયવાળાનો શ્રઘ્ધા ત્યાગ કરે છે તેમ વૃઘ્ધ થયેલાઓનો કુટુંબીજનો ત્યાગ કરે છે.

            ૧૭.

 ઊંદરને ઘેર કાણ મંડાય ત્યારે બિલાડીના ઘેર ગીતડાં ગવાય છે. આપણા સંસારનું પણ એવું જ છે.

               ૧૮.

 ધરતી માતાનો ચમત્કાર તો જુઓ, આપણે ગમે તેવું ગંધાતું ગોબરું ખાતર આપીએ તો તે પણ ૪ મહિનામાં કણમાંથી મણ અનાજ આપે છે.

            ૧૯.

 પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

            ૨૦.

 ઈશ્વરે માતાના પેટમાં જીવની વ્યવસ્થા એવી કરી છે કે એને વિના મહેનતે પોષણ મળે છે. પણ સંસારમાં એ વ્યવસ્થા માનવીએ એવી કરી છે કે કમાવા છતાં માણસોને અન્ન, વસ્ત્ર અને આબરૂના તોટા પડે છે.

         ૨૧.

 તાવવાળાને દૂધ કડવું લાગે છે. ગધેડાને સાકર કડવી લાગે છે અને દુર્જનને સદ્‌ઉપદેશ કડવો લાગે છે.

         ૨૨.

 જીવન પાછળ મરણ છે. દિવસ પાછળ રાત છે. ભોગ પાછળ રોગ છે અને વિલાસની પાછળ વિનાશ છે.

        ૨૩.

 વચન પાળવું, અજાણ્યા મલકમાં મુસાફરી કરવી, મિત્રતા નિભાવવી, યુદ્ધમાં અડગ રહેવું. દુશ્મન પર ક્ષમા કરવી અને ભયભીતને અભય આપવું આ બધાં કામ અતિ મુશ્કેલ છે.

         ૨૪.

 ૠતુ અને વૃક્ષ બંને મળે છે ત્યારે જ સુંદર ફળ આવે છે. તેમ મહેનત અને પ્રારબ્ધ બેય ભેગા થાય ત્યારે સારું પરિણામ મળે છે.

        ૨૫.

 મા વિનાનું બાળક રડે છે. ધણી વિનાનાં પશુ રડે છે. ઘેર રહેવાથી ખેતી રડે છે. સાવધાની વિનાનો વેપાર રડે છે અને વેરવાળાનું જીવન રડે છે.

       ૨૬.

 દૂધ બગડે ત્યારે ખટાશ થાય છે. ખેતર બગડે ત્યારે ખાર થાય છે. લોઢું બગડે ત્યારે કાટ થાય છે, અને બુદ્ધિ બગડે ત્યારે રાવણ થાય છે.

        ૨૭.

છોડી મૂકેલા બળદ, બોલકણો વૃઘ્ધ અને માન વિનાનો મહેમાન એ બધા સરખા ગણાય છે.

        ૨૮.

 કરજ હોવા છતાં મોજશોખ કરનારાંનો, પૈસા લીધા હોય તેની સાથે વેર બાંધનારાનો, માલિકની, મિત્રની અને સલાહ લેનારની ગુપ્ત વાતો ઉઘાડી કરનારાનો અને સાચો ઠપકો આપનારનો તિરસ્કાર કરનારાનો સંગ કરવો નહીં.

       ૨૯.

 બીજાને પ્રકાશ આપવા દીવો બળી જાય છે, બીજાને છાંયો આપવા વૃક્ષ તડકો સહન કરે છે. બીજાને સુગંધ આપવા ફૂલ અગ્નિ પર તાવડે ચડે છે, અને બીજાને સુખી કરવા સજ્જન દુઃખો સહન કરે છે.

       ૩૦.

 ખાંડની નાની નાની કણીઓને કીડીઓ શોધી કાઢે છે. ગાયને વાછરડી શોધી કાઢે છે. ગુપ્તચરો ગુનેગારોને શોધી કાઢે છે એમ કર્મનું ફળ કર્મના કરનારને જ્યાં હોય ત્યાંથી શોધી કાઢે છે.

       ૩૧.

 સજ્જન અને સૂપડું એ બંને સારી વસ્તુને રાખીને ખરાબ વસ્તુ બહાર ઝાટકી કાઢે છે, તેમ દુર્જન અને ચાળણી ખરાબ વસ્તુને પેટમાં રાખે છે અને સારી વસ્તુને ત્યજી દે છે.

        ૩૨.

જુવાની વેડફી નાખનાર ઘડપણમાં, ધન વેડફી નાખનાર ગરીબીમાં અને જીભ વેડફી નાખનાર જીવનભર પસ્તાય છે.

        ૩૩.

 સંપત્તિ પામેલો મૂર્ખ, નીર પામેલી નાની નદી અને પવનમાં આકાશે ચડેલું પાંદડું પોતાની જાતને મહાન માને છે.

      ૩૪.

 મમતાની દોડ મૃત્યુ સુધી, વાસનાની દોડ અવતારો સુધી, નદીઓની દોડ દરિયા સુધી છે જ્યારે જીવની દોડ ઈશ્વર સુધી છે.

       ૩૫.

 વિદ્યાભ્યાસ, ખેતીની ૠતુ, ચૂલે ચડાવેલું ઘી અને યૌવનની સાચવણીમાં આળસ ન કરવી.

     દૉસ્તો...

આ સાર નો ભાવ ગમ્યો હોય તો !
ફોરવર્ડ કરજો
કોઈકના જીવનમાં ઝબકારો થાય ને જીવન બદલાઈ જાય તો મારી
આ કોશિશ લેખે લાગશે.

🙏🙏🙏
****************************************
હરી-ફરી લે હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડેથી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.

નીરખી લે નીરખી લે હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે ચશ્મા.

નીકળી પડ મિત્રો સાથે ફરવા ને ચરવા,
કાલે આવશે બધા બીમાર ખાટલે મળવા.

આજે જ રૂબરૂ મળવાનો છે સ્કોપ,
કાલે બેઠો હશે સામે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.

*કરી નાખ ઉજાણી પીને લીટર બે લીટર 🥃🍻🥂
કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.

ચાલો દોસ્તો ભેગા થઇએ છોડો વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ટ્વીટર,
ખબર નહિ ક્યારે પતી જાય દિલના કિલોમીટર!
💁🏻‍♂😇💁🏻‍♂
**************************
રગ રગ ને રોમ રોમ થી તુટી જવાય છે
તો પણ મજા ની વાત કે જીવી જવાય છે

વરસાદ શું કરી શકે છત્રી શું કરે
બીજા ને કોરો રાખવા પલળી જવાય છે

આંખો ના ઈલાકા મા રહો એક બે દિવસ
ત્યા થી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે

દરીયો તરી જવાનું વિચારું છું રોજ હું
દરરોજ એ વિચાર મા ડુબી જવાય છે

પડકાર સામે હોય તો અડીખમ ઉભો રહું
લીસી સુંવાળી વાત માં લપસી જવાય છે

ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીયે
આ તો  હ્ર્દય ની વાત છે હાફી જવાય છે

     ખલીલ ધનતેજવી
***********************
ઘોડિયે નહીં તો કંઈ નહીં
પણ
ઝૂલે તો હજુ ઝૂલી શકાય છે ,
પણ
ભૂખ લાગે તો ક્યાં ફરી
મોંમાં અંગુઠો લઇ ચૂસાય છે ?

કંઇક શીખવાની જીજ્ઞાસા લઇ
ફરી સ્કૂલ કોલેજ જઈ શકાય છે ,
પણ
દફતર ફેંકી રમવા દોડવું
એવું હવે ક્યાં કરી શકાય છે ?

ઝાડ પર નહીં તો કોલર ટયુનમાં
કોયલ- ટહુકા સાંભળી શકાય છે ,
પણ
અમથું અમથું ક્યાં ફરીથી કોયલ સંગ ટહુકી શકાય છે ?

મિત્રો સંગે તાળી દઈ હજુ એ
જોને ખિલખિલ હસી શકાય છે ,
પણ
મનગમતી ચીજ મેળવવા
ક્યાં હવે ભેંકડો તાણી રડાય છે ?

જા તારી કિટ્ટા છે કહીને હજુ એ
પળમાં દુશ્મની કરી શકાય છે ,
પણ
બીજી જ પળે બુચ્ચા કરીને
ક્યાં કોઈને ય મનાવી શકાય છે ?

મોટા થવાની ઈચ્છા કરીને જુઓ
ઝટ મોટા તો થઇ જવાય છે ,
પણ
ફરી પાછું નાના થઇ જવું ?
ક્યાં કોઈનાથી પણ થવાય છે

બાલ દિન નિમિત્તે ॥
*****************************
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.

આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.

 મકરંદ દવે

         મકરંદ દવેનો જન્મ ગોંડલ, ગુજરાતમાં ૧૩ નવેમ્બર ૧૯૨૨ના રોજ વજેશંકર દવેને ત્યાં થયો હતો. ગોંડલમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ, તેમણે ૧૯૪૦માં રાજકોટની ધરમસિંહજી કોલેજમાં દાખલો લીધો અને ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો.તેમના પ્રારંભિક જીવનમાં જ તેઓ આધ્યાત્મિક ગુરુ નાથાલાલ જોષીના સંપર્કમાં આવ્યા હતા.૧૯૬૮માં તેમના લગ્ન લેખિકા કુંદનિકા કાપડીયા સાથે થયા.તેઓ પછી મુંબઈ સ્થાયી થયા હતા.
તેઓ કુમાર (૧૯૪૪-૪૫), ઉર્મિ નવરચના (૧૯૪૬), સંગમ, પરમાર્થી સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદક રહ્યા હતા.
નંદેગ્રામ આશ્રમમાં મુકેલો મકરંદ દવેનો ફોટો
ઇ.સ. ૧૯૮૭માં તેમના પત્નિ સાથે તેઓ વલસાડ નજીક ધરમપુર ખાતે સ્થાયી થયા અને ત્યાં આદિવાસી કલ્યાણ અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે નંદીગ્રામની સ્થાપના કરી.
સ્વામી આનંદ દ્વારા તેમને સાંઇ ઉપનામ મળ્યું હતું. ૧૯૭૯માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.તેમને સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૧૯૯૭), નરસિંહ મહેતા પુરસ્કાર, અરબિંદો પુરસ્કાર તેમના આધ્યાત્મિક અને સાહિત્યિક સર્જન માટે મળ્યા હતા.
૩૧ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ નંદીગ્રામ, વલસાડ ખાતે તેમનું અવસાન થયું હતું.
સર્જન ફેરફાર કરો
તેમણે કવિતાઓ, ફિલસૂફી અને આધ્યાત્મિક વિષયો પર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે.
તરણાં (૧૯૫૧), જયભેરી (૧૯૫૨), ગોરજ (૧૯૫૭), સૂરજમુખી (૧૯૬૧), સંજ્ઞા (૧૯૬૪), સંગતિ (૧૯૬૮) જેવા એમના કાવ્યસંગ્રહો છે. ઝબૂક વીજળી ઝબૂક (૧૯૫૫) બાળકાવ્યસંગ્રહ અને શેણી વિજાણંદ (૧૯૫૬) ગીતનાટિકા છે.
માટીનો મ્હેકતો સાદ (૧૯૮૧) એમની હલધર બલરામ પરની નવલકથા છે; બે ભાઈ (૧૯૫૮), અને તાઈકો (૧૯૬૮) બાળનાટકો છે; પીડ પરાઈ (૧૯૭૩) તેમના પ્રસંગચિત્રો છે; યોગી હરનાથના સાંનિધ્યમાં (ત્રી. આ. ૧૯૭૭) વ્યક્તિપરિચય છે.
એમનું અધ્યાત્મચિંતન અંતર્વેદી (૧૯૭૮), યોગપથ (૧૯૭૮), સહજને કિનારે (૧૯૮૦), ભાગવતી સાધના (૧૯૮૨), ગર્ભદીપ (૧૯૮૩), ચિરંતના (૧૯૮૩) જેવા ગ્રંથોમાં રજૂ થયું છે. વિષ્ણુસહસ્રનામઃ આંતરપ્રવેશ (૧૯૮૪)માં કાન્તિલાલ કાલાણી સાથે ભગવદનામો વિશે સહિયારું ચિંતન છે. એક પગલું આગળ (૧૯૮૨)માં સામાજિક ચિંતન છે.
સત કેરી વાણી (૧૯૭૦) એમણે સંપાદિત કરેલો ભજનસંગ્રહ છે. ઘટને મારગે (૧૯૪૬) અને ટારઝનઃ જંગલોનો રાજા (૧૯૪૭) એમના અનુવાદો છે.

સાદર વંદના
💐💐💐🌹🌹🌹💐💐💐🌹🌹🌹
*******************************
સમજી લો ----

મિત્રો બોલાવે પણ જવાનું મન નહિ થાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વગર કારણે હસતા રમતા ટાબરિયાઓ પર ખીજવાઈ જાઓ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

સુમધુર સંગીત ગુંજતું હોય રેડીઓ પર ને માથે બામ ઘસતા હોવ તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

ધમાલ મસ્તી વાળી ફિલ્મ ની ટીકા કરવા લાગો તો સમજી લો --ઘરડાં થઇ રહ્યા છો

મસ્ત મજા ની મેહફીલ જામી હોય ને મિત્રોને સલાહ આપવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

નવા કપડાં ખરીદવાની ધગશ ઓછી થતી જાય તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

વાત વાતમાં નવજુવાનિયાઓ ની ફેશન પર ટીકાઓ કરવા લાગો તો સમજી લો ---ઘરડા  થઇ રહ્યા છો

ગુલાબ ઉપર મંડરાતા ભમરા ને જોઈ કોઈ રોમેન્ટિક ગાયન યાદ ના આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો

રેસ્ટોરન્ટ માં જઈને પણ ઘર ના ભોજન ના વખાણ કરવા લાગો તો સમજી લો --ઘરડા  થઇ રહ્યા છો

બેફિકરાઈ છોડી ને માથે ચિંતા ના ટોપલા મુકવા માંડો તો સમજી લો ---ઘરડા થઇ રહ્યા છો

વરસાદ પડતો હોય ને ભજીયા ના બદલે છત્રી યાદ આવે તો સમજી લો --ઘરડા થઇ રહ્યા છો
****************

Friday, January 17, 2020

Whatsapp Collection 29

જયારે ખુદની વેદના કોઈ લખીને મુકતું હશે,
ત્યાં સાંભળી વાહ વાહ કેવું એને ખૂંચતું હશે.?
***********************
આવ તો ઇન્કાર નથી
ન આવ ને તો ફરીયાદ નથી
આ તો દોસ્તો ની મહેફીલ છે
ને વિતેલા દિવસો ની યાદ છે

આવ તો તારી મોજથી આવજે
કોઇ કંકુ ચોખા થી વેલકમ નહી કરે
પણ હૈયાના હેતથી તને તૂંકારે બોલાવીને
તુ જેવો છો તેવો સ્વીકાર જરૂર કરશે

તુ આવશે તો જરૂર થી ગમશે
તુ નહી આવે તો યાદ જરૂરથી આવશે
આ તો દોસ્તો ની મહેફીલ છે
ને વિતેલા દિવસોની યાદ છે

તુ આવ તો એકલો આવજે
તારા મોભાને મુકીને આવજે
કારણ કે આ મહેફીલ તો તને
તુકારાથી ઓળખનારા મીત્રોની છે

એટલે જ કહુ છુ દોસ્ત
તુ 'તુ' થઇને આવજે
આ તો દોસ્તોની મહેફીલ છે
ને વિતેલા દિવસોની યાદ છે.

મળવાનુ મન થાય તેવા તારા
આ તો લંગોટીયા મીત્રો છે
તારી વેદનામા ભાગ પડાવશે
અને તારા સુખમા ઉમેરો કરશે

તેવા મીત્રોને મળવા માટે ગમે તેવુ
કામ છોડીને પણ આવવુ જરૂરથી
આ તો દોસ્તોની મહેફીલ છે
ને વિતેલા દિવસોની યાદ છે.
*********************
પ્રેમ આપવો હોય તો આપો....
બાકી ઉપકાર નથી જોઈતો,

દિલથી આપો એટલે બહુ થઇ ગયું....
લેખિત કરાર નથી જોઈતો.

જીવન બહુ સરળ જોઈએ....
મોટો કારભાર નથી જોઈતો

કોઈ અમને સમજે એટલે બસ....
કોઈ ખોટો પ્રચાર નથી જોઈતો.

એકાદ પ્રેમાળ માણસ પણ ચાલે....
આખો પરિવાર નથી જોઈતો.

નાનું અમથું ઘર ચાલે....
બહુ મોટો વિસ્તાર નથી જોઈતો,

ચોખ્ખા દિલનો કોઈ ગરીબ ચાલે....
લુચ્ચો માલદાર નથી જોઈતો.

મ્હો પર બોલતો મિત્ર ચાલે....
પાછળથી ચુગલી કરનાર નથી જોઈતો,

ચાર પાચ આત્મીય દોસ્ત ચાલે....
આખો દરબાર નથી જોઈતો.

રોગ ભરેલું શરીર ચાલે....
મનનો કોઈ વિકાર નથી જોઈતો.

જે કહેવું હોય એ સ્પષ્ટ કહો....
એકેય શબ્દ અધ્યાહાર નથી જોઈતો.

કવિતા ફોર્વડ ન કરો તો કઈ નહિ....
પણ ગમ્યા નો ઢોંગ નથી જોઈતો.!!!!😊😊😊
**************************************
ધીરે ધીરે એવું
કંઇક સમજાય  છે,
કાળ ગુપચુપ
ઘણું લૂંટતો જાય છે,

કહીયે દિલ ની વાતો
એવા માણસો,
ચુપ થતા જાય છે,
ગુમ થતા જાય છે,

શ્વાસ થી યે નિકટ
જે હતા અબઘડી,
આંખ થી સાવ
ઓઝલ થતા જાય છે,

ડગ સ્વયંભૂ વળી ને
જતા જે તરફ,
એ ઘરો તૂટતા
ખૂટતા જાય છે,

કોણ જાણે કયો
શાપ લાગી ગયો,
લીલાછમ માણસો
રણ થતા જાય છે,

જે ઘરો માં જઈ
સહેજ હળવા થતા,
બારણાં એ બધા
બંધ થતા જાય છે,

ભાઈ કહેતા'તા
સાચું તમે,
સ્થાન હળવાશ ના
કમ થતા જાય છે..!!
*****************
MAA 🙏💐🙏

રાત આંખોમાં ઉગી, લંબાઈ ગઈ,
બા ગઈ ને વારતા વિખરાઈ ગઈ.

આબરુ ઘરની પછી ઢંકાઈ ગઈ
બાપુજી થઈ બા બધે ફેલાઈ ગઈ

સૌને ભેગા રાખવાની જીદમાં,
સૌમાં થોડી થોડી બા વહેંચાઈ ગઈ.

મારું પહેરણ આખું હોવું જોઈએ,
બાની સાડી થીંગડે વીંટાઈ ગઈ.

છાપરું લઈને સમય ચાલ્યો ગયો,
બા છબી થઈ ભીંતમાં મૂકાઈ ગઈ.

બા મને તુંકારથી બોલાવતી,
બા જતાં મોટાઈ પણ રોપાઈ ગઈ.

વિષ્ણુ તારો શંખ બા ક્યાંથી ફૂંકે?
બાની ફૂંકો ચૂલા પર વપરાઇ ગઈ.

બા તો કેવળ જિંદગી જીવતી હતી,
ને મને એમાં ગીતા સમજાઈ ગઈ.

એક સરખી બા બધાંની જોંઉ છું,
એમ લાગે દિવ્યતા પથરાઈ ગઈ.

હુંય ઈશ્વરને ભજી લઉ છું હવે,
બા ગઈ ને બંદગી બદલાઈ ગઈ
🙏💐🌷🙏
************************
કવિતા લઈને માથા પર,
મરીઝ નાચે છે રસ્તા પર

સગીર ,શયદા અને નાઝીર
બધા બેઠા છે હીંચકા પર

કવિ આસીમની વાટે ,
લીલા ઉભી છે કાંઠા પર

ગનીના શે'ર બંધાયા ,
પ્રભુની ગાઢ શ્રદ્ધા પર

અનીલ બંધાય છે રસ્તો ,
હવે માણસના મરવા પર

તખલ્લુસ શૂન્ય રાખે છે ,
અલી ઈશ્વરની ઈસ્લાહ પર

ખુમારી છોડે નહી ઘાયલ
જીવે છે એ જ ટેકા પર

પત્યો બેફામનો મક્તા
મરણના પ્રિય મુદ્દા પર

ર.પા સોનલને શોધે છે
હજી યે જૂની જગ્યા પર

ગઝલ પણ દાદ આપે છે
ચિનુ મોદીના ઠસ્સા પર

વતનની ધૂળ ઉડીને ,
પડી આદીલના મક્તા પર

મનોજની યાદ આવી ગઈ ,
પડી જ્યાં દ્રષ્ટિ પીંછા પર

અદમ ગુજલીશમાં બોલે ,
અરુઝની સાચી વ્યાખ્યા પર

જલનને લાખ પ્રશ્નો છે ,
ઉપરવાળાની ઈચ્છા પર

અહી એક શ્યામ,સાધુ છે ,
લખે બસ ખાસ મોકા પર

ગઝલ ઠપકારી મારે છે ,
ખલીલ લોકોના કહેવા પર

બધા સહમત થયા અંતે ,
કવિ મિસ્કીનની ચર્ચા પર

-ઈશ
************************

Thursday, January 16, 2020

Whatsapp Collection 28

તમારું સૌથી મોટું નુકસાન કોણ કરે છે?

લાઉડમાઉથ : સૌરભ શાહ (ના લેખને થોડો ટૂંકાવીને)

તમારું સૌથી મોટું નુકસાન કોણ કરતું હોય છે? તમારી જે સૌથી વધુ નજીક હોય છે એ લોકો અથવા તમે જેમને તમારી નજીક આવવા દો છો એ લોકો.

આપણી નજીકના જે લોકો આપણું નુકસાન કરી જાય છે એમનો ઈરાદો એવો નથી હોતો કે ચાલો આપણે એમની નજીક જઈએ અને પછી નુકસાન કરીએ. એવું પણ થતું હોય છે ક્યારેક જ્યારે નુકસાન કરવાના ઈરાદાથી કોઈ નજીક આવે, તમારો વિશ્વાસ જીતી લે, પછી અગાઉથી નક્કી કર્યા મુજબ તમારું નુકસાન કરીને પોતાની જાત દેખાડે. પણ એ અલગ મુદે થયો.

તમારા પાર્ટનર, લાઈફ પાર્ટનર કે તમારા સગાં જેમ કે કાકા, મામા, ફોઈ, માસી, પિતા, માતા, સંતાનો કે પછી એકદમ નજીકના કે ખૂબ જૂના મિત્રો-પાડોશીઓ કે પછી સગા કરતાં પણ તમે જેમને વિશેષ ગણ્યા હોય એવા ઓફિસ ક્લીગ્સ અથવા અન્ય કોઈપણ એવી વ્યક્તિ જેમની સાથે તમારે ગાઢ આત્મીયતા થઈ ગઈ હોય જેમની કંપની વિના તમને ચેન ન પડતું હોય એવા લોકો આપણા સૌના જીવનમાં હોવાના જ.

આમાંની જ કોઈ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે છે ત્યારે એમનો ઈરાદો વિશ્વાસઘાત કરવાનો નથી હોતો. તમારી નિકટ આવવાનું કારણ તમારો ફાયદો ઉઠાવવાનું કે તમારી સાથે દગો કરવાનું નથી હોતું. પણ વખત જતાં આમાંનું કોઈક પ્રિસાઈસલી એવું કંઈક કરે છે જેને તમે વિશ્વાસઘાત કે દગા સિવાય બીજું કોઈ નામ ન આપી શકો. પણ એમના માટે એ મજબૂરી હોય છે. એ કોઈક એવી પરિસ્થિતિમાં મૂકાયા હોય છે જેને કારણે એ કંઈક એવું કરી બેસે છે.

તો હવે શું કરવું? જિંદગીમાં કોઈના પર વિશ્વાસ જ ન મૂક્વો? એ તો ખોટું કહેવાય. પરસ્પરના વિશ્વાસ વિના જિંદગી આગળ વધી જ ન શકે. સતત શંકાશીલ બનીને જીવવા કરતાં તો મોત ભલું. આજુબાજુની દરેક પ્રિય વ્યક્તિને શંકાની નજરે જોતાં થઈ જઈશું તો જીવન ઝેર બની જશે. વિશ્વાસ તો મૂક્વો જ પડે.

વિશ્વાસ મૂક્વામાં અને આપણા જીવનની લગામ કોઈકને સોંપી દેવામાં જમીન આસમાનનું અંતર છે. તમારા જીવનનું સ્ટિયરિંગ તમારા અને એક માત્ર તમારા જ હાથમાં હોવું જોઈએ. તમારા જીવનની ગતિ, દિશા અને મંઝિલ પર એકમાત્ર તમારો પોતાનો જ કંટ્રોલ હોવો જોઈએ. હવે જોઈએ કે વિશ્વાસ મૂક્વો એટલે શું.

સૌથી મોટો ભરોસો તો આપણને ભગવાન પર કહો કે કુદરત પર હોવો જોઈએ કે એ આપણા માટે જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે અને આપણું ભલું કરવા માટે જ એણે આપણને ગમતા, આપણે જેમને ચાહીએ છીએ એવા આપણી આસપાસ લોકોને બનાવ્યા છે. આ બધા જ પ્રિયજનો આપણી જિંદગી ક્યારેક ટપકું તો ક્યારેક પીપડું ભરીને સુખ, આનંદ અને હર્ષની પળો લાવીને આપણને સમૃદ્ધ કરતાં હોય છે. બદલામાં આપણે પણ આપણા ટાઈમ એનર્જી અને મની એમના માટે ખર્ચીને સદ્ભાવનો બદલો સદ્ભાવથી આપએ છીએ.

હવે આવામાં કોઈની મતિ ફરે, કોઈની પરિસ્થિતિ બદલાય કે પછી એના પર બીજા કોઈ વધારે મહત્ત્વની વ્યક્તિ તરફથી પ્રચંડ દબાણ આવે ત્યારે એ ના છૂટકે વિશ્વાસઘાતી બને અને તમારી સાથે દગો કરે ત્યારે શું કરવું?

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર. કોઈ વિશ્વાસઘાતી બની શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવાનું કામ તમારું છે. કેવી રીતે?

આળસમાં કે બેદરકારીમાં આપણે આપણા જીવનની લગામ બીજાના હાથમાં સોંપી દઈએ છીએ અને પછી વિચારીએ છીએ કે હું એમને કેટલો પ્રેમ કરું છું, એમના પર મને કેટલો ભરોસો છે તેના પુરાવારૂપે મેં મારી લગામ એમના ભરોસે સોંપી દીધી છે. આ આપણો એસ્કેપ છે. પોતાના જ પગ પર કુહાડો મારવો આને કહેવાય. જિંદગીને એ હદ સુધી ક્યારેય ન લઈ જવી જ્યાં આપણું અસ્તિત્ત્વ કોઈ બીજાના હાથમાં હોય. કોઈકે આપણને આપણા કપરા કાળમાં સાચવી લીધા હોય એના બદલામાં ઋણ સ્વીકારરૂપે આપણે સમગ્ર જીવનની લગામ એના હાથમાં મૂકી દેવાની ભૂલ કરતા હોઈએ છીએ. સામેની વ્યક્તિની ઈચ્છા ન હોય, ક્યારેક તો સ્પષ્ટ નામરજી હોય તોય આપણે એમના પર વધુ પડતા વિશ્વાસનો બોજો નાખી દેતા હોઈએ છીએ.

આવું નહીં કરવાનું. વિશ્વાસ દરેક પર રાખવાનો પણ કોઈના વિના પરવશ થઈ જઈએ કે અપંગ બની જઈએ એ રીતે જિંદગી નહીં ગોઠવવાની. ન કરે નારાયણ ને પેલી વ્યક્તિ આ દુનિયામાં રહી જ નહીં તો? તો વગર વિશ્વાસઘાતેય તમારી જિંદગી તો પડી ભાંગવાની ને? માટે જ કોઈના પર એટલા બધા ડિપેન્ડન્ટ ન રહેવું કે એ તમારી જિંદગીને કંટ્રોલમાં લઈ શકે. એમના વિના તમારી જિંદગી શૂન્ય બની જાય. પગભર બનવું આત્મનિર્ભર રહેવું. એક કરતાં વધુ સિસ્ટમો ઊભી કરવી જેથી એક ખોટકાય તો તાબડતોબ બીજી કાર્યરત થાય અને જિંદગી વણથંભી ચાલ્યા કરે.

તમારી પાસે રોજબરોજની જિંદગી જીવવા માટે લેયર્સવાળી વ્યવસ્થા હોવી જોઈએ. જેથી કોઈ એકના પર તમારે સમગ્રપણે નિર્ભર રહેવું ન પડે.

– સાયલન્સ પ્લીઝ!

રોજ સવારે ઊઠીને આજે શું કામ કરવાનો મૂડ છે, મૂડ છે કે નહીં- એવું બધું વિચારવાને બદલે ઊભા થઈને કામે લાગી જવાનું. જિંદગી સાચી રીતે જીવવાનો. નિયમિત પણે જીવવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

– આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
************************
" मैं हैरान हूँ "
 — महादेवी वर्मा,
(इतिहास में छिपाई गई एक कविता)

'' मैं हैरान हूं यह सोचकर ,
किसी औरत ने क्यों नहीं उठाई उंगली ? 
तुलसी दास पर ,जिसने कहा ,
"ढोल ,गंवार ,शूद्र, पशु, नारी,
ये सब ताड़न के अधिकारी।"

मैं हैरान हूं ,
किसी औरत ने
क्यों नहीं जलाई "मनुस्मृति"
जिसने पहनाई उन्हें
गुलामी की बेड़ियां ?

मैं हैरान हूं ,
किसी औरत ने क्यों नहीं   धिक्कारा ? 
उस "राम" को
जिसने गर्भवती पत्नी सीता को ,
परीक्षा के बाद भी
निकाल दिया घर से बाहर
धक्के मार कर।

किसी औरत ने लानत नहीं भेजी
उन सब को, जिन्होंने
" औरत को समझ कर वस्तु"
लगा दिया था दाव पर
होता रहा "नपुंसक" योद्धाओं के बीच
समूची औरत जाति का चीरहरण ?
महाभारत में ?

मै हैरान हूं यह सोचकर ,
किसी औरत ने क्यों नहीं किया ?
संयोगिता अंबा -अंबालिका के
दिन दहाड़े, अपहरण का विरोध
आज तक !

और मैं हैरान हूं ,
इतना कुछ होने के बाद भी
क्यों अपना "श्रद्धेय" मानकर
पूजती हैं मेरी मां - बहने
उन्हें देवता - भगवान मानकर?

मैं हैरान हूं,
उनकी चुप्पी देखकर
इसे उनकी सहनशीलता कहूं या
अंध श्रद्धा , या फिर
मानसिक गुलामी की पराकाष्ठा ?''

* महादेवी वर्मा जी की यह कविता, किसी भी पाठ्य पुस्तक में नहीं रखी गई है, क्यों कि यह भारतीय  संस्कृति पर गहरी चोट करती है...! #
**********************
Good afternoon. Good Day. 😊🌹
  ક્ષણ છોડી ને ,
 સદી માં  શોધું છું!
ખોવાયેલી નાવ ,
નદીમાં શોધું છું !!

છે બધું  છતાં  કેમ,
ખૂટે છે કશુ ?
સુખના કારણો,
અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ ,
શૂન્યમાં  જાણું છું!
તોય જુઓ બધું ,
અતિમાં શોધું છું !!

ભટક્યા કરે છે મન ,
આદતોને વશ !
તેનાં  બહાના ,
સપ્તપદીમાં શોધું છું !!

હશે ચોક્કસ કારણો ,
 મારા જ છતાં !
કારણો વિફળતા,
નિયતિમાં શોધું છું !!

થવાય જો સ્થિર ,
 તો તે સહજ મળે !
ટેવ, વશ,લક્ષ્ય ,
હું  ગતિમાં  શોધું છું !!

હાં કેટલો સ્વાર્થી છું ,
હું પણ જુઓને !
ઈશ્વરને  પણ હું ,
આપત્તિમાં શોધું છું !!!
***************
🧡🧡🧡🧡माँ की वो रसोई🧡🧡🧡🧡

मेरी माँ की वो रसोई..
जिसको हम किचन नहीं
चौका कहते थे
माँ बनाती थी खाना
और हम उसके आस पास रहते थे

माँ ने
उस 4x4 के कोने को
बड़े सलिखे से सजाया था
कुछ पत्थर और कुछ तख्ते जुगाड़ कर
एक मॉडुलर किचेन बनाया था

माँ की उस रसोई में
खाने के साथ प्यार भी पकता था
कोई नहीं जाता था दर से खाली
वो चूल्हा सबका पेट भरता था

माँ कभी भी बिन नहाये
रसोई में ना जाती थी
कितनी भी सर्दी हो गहरी
माँ सबसे पहले उठ जाती थी
जो भी पकता था रसोई में
माँ भगवान् का भोग लगाती थी
फिर कही जाकर
हमारी बारी आती थी

उस सादे खाने में
प्रसाद सा स्वाद होता था
पकता था जो भी
बहुत ज्यादा, उसमें प्यार होता था

पहली रोटी गाय की
दूसरी कुत्ते के नाम की बनती थी
कंही कोई औचक आ गया द्वारे
ये सोच
कुछ रोटियाँ बेनाम भी पकतीं थीं

रसोई के उन चद डिब्बोँ और थैलों में
ना जाने कितनी जगह होती थी
भरे रहते थे सारे डिब्बे
चाहे कोई भी मंदी होती थी

कुछ डिब्बे चौके के
महमानों के आने पर ही खुलते थे
और हम सारे के सारे
रोज उन डिब्बों के इर्द गिर्द ही मिलते थे

हर त्यौहार करता था इन्तेजार
हर बात कुछ ख़ास होती थी
कभी मठ्ठी कभी गुंजिया
कभी घेबर की मिठास होती थी

माँ सबको गर्म गर्म खिलाकर
खुद सारा काम कर
आखिर में अक्सर खाती थी
सबको परोसती थी ताज़ा खाना वो
उसके हिस्से अक्सर बासी रोटी ही आती थी

बहुत कुछ बदला माँ के उस चौके में
चूल्हा स्टोव और फिर गैस आ गयी
ढिबरी लालटेन हट गयीं सारी
और फिर रोशन करने वाली टूब लाइट आ गयी

#नहीं बदला तो माँ के हाथों का वो अनमोल स्वाद
जो अब भी उतना ही बेहिसाब होता है
कोई नहीं दूर तक मुकाबले में उस स्वाद के
वो संसार में सबसे अनोखा और लाजवाब होता है

अब भी अक्सर
माँ का वो पुराना चौका
बहुत याद आता है
अजीब सा सुकूं भरा एहसास होता है
मुँह और आँख दोनों में पानी आ जाता है!!

मेरी माँ की वो रसोई..
जिसको हम किचन नहीं
चौका कहते थे
माँ बनाती थी खाना
और हम उसके आस पास रहते थे.
***********************
•°•°•°•°•🌟•°•°•°•°•
    । | અફસોસ | ।

મળી ગયાં શબ્દો પણ...
આકાર આપવાનું રહી ગયું...!
બીજાંને કહેતો રહ્યો ને...
ખુદને જગાડવાનું રહી ગયું...!

રચ્યોપચ્યો રહ્યો...
માયા, મમતા'ને લોભમાં
બધાંની ઓળખાણો કાઢી
આત્માને ઓળખવાનું રહી ગયું...!

દોડતો રહ્યો છું
રાત દિ' સદા સ્વાર્થ માટે...
પરમાર્થ જ પાર પાડશે
એ વાત જાણવાનું રહી ગયું...!

બધાં સંબંધ છે
જન્મથી મૃત્યુ સુધીનાં...
ખબર હોવાં છતાં
મનને સમજાવવાનું રહી ગયું...!

અંધ બની ભાગતો રહ્યો
દોલત પાછળ સદા...
માયા માટી છે ખબર હતી
છતાં ચેતવાનું રહી ગયું...!

પૂજ્યા ઘણાં મેં દેવ
પથ્થર તણાં ચારેકોર...
અંતર માં બેઠેલાં ભગવાનને
ધ્યાન માં લેવાનું રહી ગયું...!

અંતે એક વાતનો
અફસોસ રહી ગયો જીવનમાં
આવ્યાં હતાં માનવ દેહમાં 'ને...!
માણસ બનવાનું રહી ગયું...!
***************

Whatsapp Collection 27

નેગેટિવ લાગણીઓ સાથે કેવી રીતે પનારો પાડવો
January 8, 2020

લાઉડમાઉથ : સૌરભ શાહ

જીવવા માટે બેઉ પ્રકારની લાગણીઓ જરૂરી છે. પોઝિટિવ જેમ કે, પ્રેમ, આદર, દયા વગેરે લાગણીઓ જરૂરી છે એની તો સૌ કોઈને ખબર છે. પણ ગુસ્સો, ઈર્ષ્યા, સ્વાર્થ વગેરે જેવી નેગેટિવ ગણાતી લાગણીઓ પણ હોવી જોઈએ. કશુંક ખોટું થતું હોય ત્યારે ગુસ્સો આવવો જ જોઈએ. તો જ એ ખોટાને તમે અટકાવવા માટે પ્રયત્નો કરશો. કોઈની પાસે તમારી પાસે જે નથી તે જોઈને ઈર્ષ્યા થવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો એનાથી બે ડગલાં આગળ વધવાના પ્રયત્નો કરશો. સ્વાર્થ નહીં હોય તો તમે તમારી પોતાની જિંદગીને રઝળતી કરી નાખશો અને પરિણામે તમારા આશ્રિતોની તમને ચાહનારાઓ જિંદગી ખરાબે ચડી જશે.

પણ આ નેગેટિવ લાગણીઓની અભિવ્યક્તિ જ્યાંત્યાં ન થવી જોઈએ. પોઝિટિવ લાગણીઓ કસમયે કે કુપાત્રે ઠલવાય ત્યારે જેટલાં માઠાં પરિણામો ભોગવવાં પડે એના કરતાં નેગેટિવ લાગણીઓ કસમયે પ્રગટ થાય, ખોટી વ્યક્તિ સમક્ષ પ્રગટ થાય ત્યારે વધારે નુકસાન ભોગવવું પડે.

ગુસ્સામાં ન કહેવાનું કહેવાઈ જાય ત્યારે જિંદગી આખી સમસમીને બેસી રહેવું પડે. તિરાડ પડી ગયેલું મન ક્યારેય ફરી પાછું સાંધી શકાતું નથી એવી કહેવત તો આપણામાં ઔઘણી જૂની છે. મોતી ભાંગ્યું વીંધતાં, મન ભાંગ્યું કવેણ; ઘોડો ભાંગ્યો ખેડતાં, એને નહીં સાંધો નહીં રેણ.

સ્વજન સામે પ્રગટ થતા ક્રોધ કરતાં પણ વધારે નુકસાન દુર્જન સમક્ષ પ્રગટ થતા ક્રોધનું આવતું હોય છે. આવેશમાં કહી દીધેલા અપશબ્દો તમારું જિંદગીભરનું નુકસાન કરી જતા હોય છે. કશુંક ખોટું થઈ રહ્યું હોય ત્યારે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે અને આવવો જ જોઈએ. પણ આ ગુસ્સાને એક સિગ્નલ ગણવાનું હોય. એલાર્મ ગણવાનું હોય. તમારી મનગમતી પરિસ્થિતિ નથી સર્જાઈ રહી એની ચેતવણી ગણવાની હોય. આવા સમયે ક્રોધ પ્રગટ કરીને પરિસ્થિતિને વધારે વણસાવવાની ન હોય. એ પ્રતિકૂળ પરિસ્થિતિને અનુકૂળ બનાવવા માટેનાં ઉતાવળિયાં પગલાં આપણે ક્રોધ પ્રગટ કરીને લેતાં હોઈએ છીએ. આને લીધે પરિસ્થિતિ સુધરતી નથી કે યથાવત્ પણ નથી રહેતી, બગડતી હોય છે. ગુસ્સો ક્યારે પ્રગટ કરવો, કયા સંજોગોમાં અને કેવી રીતે પ્રગટ કરવો, કોની આગળ પ્રગટ કરવો અને કોની આગળ નહીં અને કેટલો પ્રગટ કરવો તેનું એક આખું શાસ્ત્ર છે. ન હોય તો લખાવું જોઈએ.

આપણે માનતા આવ્યા છીએ કે આપણાથી વધુ પાવરફુલ વ્યક્તિઓ આગળ ગુસ્સો પ્રગટ નહીં કરવાનો. સાચી વાત છે. આપણાથી વધુ તાકાત-સત્તા-વગ જેમની પાસે છે તે આપણું બગાડી શકે એમ છે એનું આપણને ભાન હોય તે સાદી જ વાત છે. પણ આપણાથી દરેક વાતે નિમ્ન હોય એવી વ્યક્તિ આપણું વધારે બગાડી શકતી હોય છે, કારણ કે એની પાસે ગુમાવવા જેટલું, તમારી પાસે હોય એટલું, નથી હોતું. ઊલટાનું ઓછા તાકાતવાળાની વહારે વધારે લોકો ધાશે. એને વધુ સિમ્પથી મળશે. આ સહાનુભૂતિ એને તમારા કરતાં ખૂબ તાકાતવાન બનાવશે. તમારાથી ‘નાનાઓ’ આગળ ક્રોધે ભરાતાં તો ખાસ ધ્યાન રાખવું.

જેની આગળ ગુસ્સે થવું હોય એની આગળ જ થવું, કોઈ ત્રીજી વ્યક્તિની હાજરીમાં નહીં. ત્રીજી વ્યક્તિની હાજરીને કારણે અપમાન બેવડાઈ જતું હોય છે. કોઈની સમક્ષ જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરીએ છીએ ત્યારે એ અપમાન અનેકગણું થઈ જતું હોય છે.

ગુસ્સાની જેમ ઈર્ષ્યા પણ એક સ્વાભાવિક નેગેટિવ લાગણી છે. તમારા પાડોશી પાસે નવી કાર આવે એટલે તમને પણ તમારી જૂની કાર વેચીને પાડોશી કરતાં પણ વધારે સારી કાર ખરીદવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમારી ત્રેવડ હોય તો તમે એવું કરી શકો. ન હોય તો વધુ કમાવવાના રસ્તા શોધી શકો. એ પણ શક્ય ન હોય તો શું કરશો? ઈર્ષ્યા વ્યક્ત કરવા પાડોશીની નવી કારનો કાચ તોડી નાખશો. અને ક્યાંક એવું બન્યું કે પાડોશીનાં લગ્ન થયાં અને તમારી પત્ની કરતાં વધારે રૂપાળી પત્ની લઈ આવ્યો તો શું કરશો?

ઈર્ષ્યાની અભિવ્યક્તિ નથી થઈ શકતી ત્યારે માણસ ધૂંધવાય છે અને ન કરવાનું કરી બેસે છે. ઈર્ષ્યા જેવું જ ગુસ્સાનું છે. ગુસ્સો વ્યક્ત ન થઈ શકે ત્યારે માણસ સમસમીને બેસી રહે છે.

સમજવાની વાત એ છે કે શું આ જિંદગી ધૂંધવાઈને કે સમસમીને બેસી રહેવા માટે છે? આપણી એનર્જી, આપણો સમય આ રીતે વેડફી નાખવા માટે છે? નકારાત્મક લાગણીઓ જન્મે અને મનમાં ઉછળ્યા કરે એ સ્વાભાવિક છે એટલું સ્વીકારી લેવાનું અને પછી સમજવાનું કે આ લાગણીઓની અભિવ્યક્તિ આપણા માટે નુકસાનકારક હોય છે. ધીમેધીમે સમજાતું જશે કે આવી લાગણીઓ જન્મે એ પોતે જ નુકસાનકારક પ્રક્રિયા છે.

તો શું કરવું એ જન્મે જ નહીં એ માટે? સહેલું નથી પણ શક્ય તો છે જ. કેવી રીતે?

પહેલી વાત તો એ કે નેગેટિવ લાગણી જન્મે એ સ્વાભાવિક છે એવું મનમાં ઠસાવી દેવું. કોઈ પણ પ્રકારની નેગેટિવ લાગણીની વાત છે. કોઈપણ પ્રકારની, સમજ્યા? જો આટલું નહીં સ્વીકારો તો દંભી બની જશો અને એ પણ બીજાની આગળ દેખાડો કરનાર જ નહીં, જાતની આગળ દેખાડો કરનાર દંભી બની જશો, જાતને છેતરતા થઈ જશો.

એ પછી નક્કી કરવાનું કે આ નેગેટિવ લાગણીઓ જન્મે એવી તરત જ વ્યક્ત થવા નથી દેવી. વ્યક્ત નથી જ કરવી એવું નહીં વિચારવાનું. વ્યક્ત તો કરવી છે પણ અત્યારે નહીં- એટલું જ નક્કી કરવાનું છે. આટલું નક્કી કરીશું અને થોડીક પળ, થોડાક કલાક, થોડાક પ્રહર, એક દિવસ, એક અઠવાડિયું વીતશે એટલે મોટાભાગની નેગેટિવ લાગણીઓ આપોઆપ ઓગળી જશે. (જુદીજુદી નેગેટિવ લાગણીઓને ઓગળી જવા માટે જુદોજુદો સમય લાગતો હોય છે – કોઈને એક સેકન્ડ તો કોઈને એક મિનિટ તો કોઈ કોઈને એક અઠવાડિયું.)

જે નેગેટિવ લાગણી વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે પણ અઠવાડિયા પછીય ઓગળી નથી એનું શું કરવું? એને કોઈ ત્રીજી વ્યક્તિ આગળ જઈને ઠાલવવી. પત્નીને કહેવું કે મને તારા ભાઈનું ગળું દબાવી દેવાનું મન થાય છે (અરે ભાઈ, મજાક છે. સાચેસાચ એવું કરવા જશો અને પત્નીએ આ લેખ નહીં વાંચ્યો હોય તો એ પોતાની નેગેટિવ લાગણીને તાત્કાલિક વ્યક્ત કરીને તમારું ક્રેડિટ કાર્ડ લઈને શોપિંગ કરવા ઉપડી જશે.)

તમારા કોઈ મિત્ર, સ્વજન કે હમદર્દ અથવા તો પછી તમારા વિશ્વાસુ સાઇકિયાટ્રિસ્ટ પાસે જઈને તમારામાંથી હજુય નાશ ન પામી હોય એવી નકારાત્મક લાગણીઓ ઠાલવી શકાય! એ માટે કોઈ દવા-ગોળી- ટેબ્લેટ લેવાની જરૂર નથી. એ ચક્કરમાં પડયા તો આખી જિંદગી પરવશ બની જશો અને મહામૂલી લાઈફને વેરવિખેર કરી નાખશો.)

આમ છતાં તમારામાં જો પેલી નેગેટિવ પ્રકારની લાગણી જડ ઘાલીને બેસી જ રહી હોય તો હવે સમય થઈ ગયો છે એને બહાર કાઢવાનો. બહાર કાઢતાં પહેલાં એનાં પરિણામોનો વિચાર કરી લેવાનો. (કોઈનું ખૂન કરવાનું મન હોય તો ઈન્ડિયન પીપલ કોડનો અભ્યાસ કરી લેવાનો. આખું થોથું નહીં વાંચો અને ખાલી કલમ ૩૦૨ વાંચી જશો તો પણ ચાલશે.)

સમજવાનું એટલું જ છે કે જેમ પોઝિટિવ લાગણી પ્રગટ કર્યા પછી એનું પરિણામ આવવાનું જ છે. એમ નેગેટિવ લાગણીઓ પ્રગટ કર્યા પછી એનું પરિણામ, વહેલું કે મોડું, આવવાનું જ છે. જો એ પરિણામ સહન કરવાની તાકાત ન હોય તો કૃપા કરીને એવી લાગણીઓ પ્રગટ કરવાને બદલે એને મનમાં જ સાચવીને જીવતાં શીખી જાઓ.

સાયલન્સ પ્લીઝ!

મેઘધનુષના રંગ માણવા હશે તો વરસાદને માણવાની તૈયારી પણ રાખવી પડશે.

– અજ્ઞાત
**************************
સદા અનુકૂળ એવો પવન મળે
એવું મજાનું સૌને જીવન મળે!

ગોથ ખાતા પતંગને ઓથ મળે,
ઢીલ કે ખેંચ બંન્ને સચોટ મળે,
એવું મજાનું સૌને જીવન મળે

લડાવો પેચ તો’ય ના વેર મળે,
માંગો બસ ત્રણ અને તેર મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

મનમાં ના કોઇથી વેર મળે ,
રહે ઉત્સાહ પણ ના આવેશ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

કાપ્યાનો અનહદ  આનંદ મળે,
કપાયાનો ના કદી  રંજ મળે,
એવું મજાનું સૌને જીવન મળે!

નભમાં હોવાનું, ના ગુમાન મળે,
ભાવ સૌને માટે સમાન મળે ,
એવું મજાનું સૌને જીવન મળે!

ઊંચા આકાશ નું સંધાન મળે,
છતાં મૂળ સાથે અનુસંધાન મળે
એવું મજાનું સૌને જીવન મળે
🎈🌻હેપ્પી ઊતરાયણ
**************************
ગઝલ - "પતંગ ની વ્યથા"

માણસો કેવું સતાવે છે મને?
હાથ પગ બાંધી નચાવે છે મને...

દોર દૈ છૂટો ચગાવે છે મને ...
બાદ આપસમાં લડાવે છે મને...

મોકળું આકાશ આપી બે ઘડી,
લોકની વચ્ચે લુંટાવે છે મને...

પૂંછડી બાંધી કરે છે મશ્કરી,
પાત્ર હાંસીનું બનાવે છે મને...

વીજળીના થાંભલે કાં ઝાંખરે,
લોક શૂળીએ ચડાવે છે મને...

હોય જાણે સાસરું આકાશમાં,
એમ ધાબેથી વળાવે છે મને...

દોરથી દોરાઉં છું લાચાર થૈ,
માણસો જયાં ત્યાં ઝુકાવે છે મને...


🍁HAPPY UTTARAYAN
*******************
' ચાલને સખી.....આજે પતંગ થઈ જઈએ '

ચાલને સખી...
           આજે
                પતંગ થઈ જઈએ

દરદ સઘળા ભૂલી..હળવા થઈ
         ઊંચે આભમાં ઊડી જઈએ
                        ચાલને સખી....!!

સુરજને સન્મુખ રહીએ
      ને.....
         પછી પેચ લડાવીએ

રસાકસીમાં ઢીલ મુકીએ
     ભાર નહીં....
         પ્યારથી પેચ લડાવીએ
                  ચાલને સખી....!!

ક્યારેક....તું દોરી
   અને... હું કિન્ના થઇને
         પવન ની લહેરખીએ
                   ઠુમકા લગાવીએ

ઉર્મિઓ સઘળી ને
        વાચા આપીને
           લપેટ લપેટનો સાદ પાડીએ
                         ચાલને સખી....!!

કાચ પાયેલ લાગણી ને
           જાકારો આપીને
હૈયાના ઘાવ ને
        સ્નેહનો લેપ લગાડીએ
સુરજ આથમ્યા બાદ
        પણ આભમાં ટકી રહીએ
કંડીલ બની
    આપણો ઉજાસ
           ચોમેર પાથરીએ
                 ચાલને સખી....!!

મકરસંક્રાંતિ પર્વની અનેકોઅનેક શુભેચ્છાઓ...
**************************
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..
સરરર
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો
ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
બસ
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..
છુટા જ પડવાનું..
આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..
બરાબર
હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને
જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ...
ચાલ એક સંબંધ...
*********************

Thursday, January 9, 2020

Whatsapp Collection 26

તમારા પ્રેમને પાત્ર કોણ છે, તમારા માનને લાયક કોણ છે
January 1, 2020


લાઉડમાઉથ : સૌરભ શાહ

ઉપકાર કે દયાની જેમ માયા કે પ્રેમની ભાવના પણ માણસમાં ઠાંસીઠાંસીને ભરેલી હોય છે અને એને ઠાલવવા માટે આપણે સદા તત્પર હોઈએ છીએ. કેટલીક વખત એવું બનતું હોય છે કે પ્રેમની લાગણી ઠાલવવાની આપણને એટલી બધી ઉતાવળ હોય છે, તીવ્ર હાજત હોય છે કે આપણી આજુબાજુમાં જે કોઈ વ્યક્તિ દેખાઈ એની પાસે જઈને આપણે આપણી આ લાગણી ઠાલવી દેતા હોઈએ છીએ- પાત્રતા કે કુપાત્રતાનો વિચાર પણ નથી કરતા.

ભૂખ લાગે ત્યારે આપણામાં એટલી સમજ તો હોય છે કે વાસી, ઊતરી ગયેલી, બેસ્વાદ અને એટલે તબિયત માટે હાનિકારક હોય એવો ખોરાક ન ખાવો જોઈએ. થોડીક રાહ જોઈને પણ આપણે તાજો સ્વાદિષ્ટ ખોરાક ખાઈએ છીએ. ક્યારેક એવો પૌષ્ટિક ખોરાક ન મળે તો અડધા ભૂખ્યા રહીને ચલાવીએ છીએ પણ વાસી કે ઉકરડામાં પડેલો ખોરાક તો હરગિજ નથી શોધતા.

પ્રેમની ભૂખ હોય – પ્રેમ પામવાની કે પ્રેમ આપવાની, આ બેઉ ભૂખ વાસ્તવમાં તો એક સિક્કાની બે બાજુઓ છે અને એકસરખી તીવ્રતાવાળી છે, આ ભૂખને સંતોષવા આપણે ધીરજ રાખતા નથી. નજીકમાં કે ઓળખાણમાં કે સહેજ નજર કરતાંમાં જે કોઈ સારું પાત્ર દેખાય તે આપણને તે વખતે ઘણું બધું સારું પાત્ર લાગવા માંડે છે. એના ઉપરછલ્લા પ્લસ માઈનસની ગણતરી કરીને આપણે મનને મનાવી લઈએ છીએ કે રાજાને ગમી તે રાણી. એ સ્ત્રી કે પુરુષ સાથે પ્રેમના બંધનમાં બંધાઈને (ક્યારેક ફસાઈને, સામે ચાલીને ફસાઈને) આપણે આપણી જાતને ભ્રમણામાં રાખતા હોઈએ છીએ કે આ પ્રેમબંધનની જોડી તો અગાઉથી ભગવાને નક્કી કરી રાખેલી હોય છે. હિન્દી ફિલ્મો-નવલકથાઓ આ ભ્રમણાને પોષતી રહે છે. મેરેજીસ આર મેઈડ ઈન હેવન જેવા રૂપાળા રૂઢિપ્રયોગને આપણે વૈજ્ઞાનિક સત્ય માની બેઠા હોઈએ છીએ એટલે કમિટ કર્યા પછી આપણી ભૂલ સમજાય તો પણ આપણે આપણી જાત આગળ એ ભૂલ કબૂલ કરતા નથી. કબૂલ કરવાની હિંમત આવે તો પણ એટલી મોડી આવે અને ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે.

ટીનએજ સંતાનોને સમજાવવું જોઈએ કે પ્રેમ પામવાની અને પ્રેમ ઠાલવવાની લાગણીઓ સાહજિક છે અને એનો આવેશ ઘણો તીવ્ર હોય છે. ભૂખ લાગે ત્યારે કોઈ સારી જગ્યા શોધીને નિરાંતે જમી લઈએ છીએ ત્યારે ન તો આપણે એ રેસ્ટોરાંના માલિક બનવાનાં સપનાં જોઈએ છીએ, ન એવું નક્કી કરીએ છીએ કે હવે આખી જિંદગી આ જ જગ્યાએ ખાવું છે, આ સિવાયની બીજી કોઈ જગ્યાએ નથી ખાવું.

પ્રેમ પામવા કે પ્રેમ ઠાલવવા માટેનું પાત્ર જોતાંવેંત મળી જાય, લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું થઈ જાય તો મોટાભાગે માનવું કે આ આવેશમય ઉતાવળિયા પગલાથી જે નુકસાન થવાનું છે એના હપ્તા તમારે આખી જિંદગી ભરવાના છે અને તે પણ તમાચો મારીમારીને ગાલ લાલ રાખતાં રાખતાં ભરવાના છે.

આપણે જો એટલું સમજીએ અને આપણી નવી જનરેશનને એટલું સમજાવી શકીએ કે પ્રેમ પામવા કે ઠાલવવાની તીવ્ર લાગણીને સંતોષવા માટે ધીરજ રાખવાની જરૂર છે તો આપણે જે ભૂલનાં પરિણામો ભોગવવાં પડે છે એમાંથી એ બચી જશે. પ્રેમ એક કલ્પના છે, બહુ બહુ તો એક અહેસાસ છે. જ્યારે પ્રેમની અભિવ્યક્તિ પછી થતું સ્વૈચ્છિક જોડાણ એક અનિવાર્ય બંધન છે અને એ બંધન હન્ડ્રેડ પર્સેન્ટ દુનિયાના ભૌતિક વ્યવહારો સાથે સંકળાયેલું છે. કલ્પનાઓ અને અહેસાસોથી આખી જિંદગી નીકળવવાની નથી, વ્યવહારો તો છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાના છે. જે વ્યક્તિ આટલું સમજે છે એ ઉતાવળિયું પગલું ભરવાને બદલે ધીરજ રાખે છે અને એ ધીરજનું મીઠું ફળ ન મળે ત્યાં સુધી કામચલાઉ ઉપાયોથી કલ્પના તથા વ્યવહાર વચ્ચેનું બેલેન્સ જાળવી લે છે.

પાયાની વાત એટલી સમજવાની કે જે લાગણી કે જે અહેસાસ પરમેનન્ટ નથી તેની અભિવ્યક્તિ કરીને કાયમી બંધનમાં જોડાઈને એને વ્યવહારમાં લાવવાની ઉતાવળ કરવી નહીં અને જેવું સમજાય કે ઉતાવળિયું પગલું ભરાઈ ગયું છે તો તરત જ એ ભૂલ સુધારી લેવાની. કોઈપણ ભૂલ સુધારવાનો નિર્ણય લેવાનો સમય વીતી ગયો છે એવું માનવું નહીં. જે ઘડીએ સમજાય તે ઘડીએ સુધારી લેવાની. જે ભૂલો નથી સુધારવામાં આવતી તે જેમજેમ વખત જાય તેમતેમ વધુ નુકસાનકારક પુરવાર થતી જતી હોય છે.

પ્રેમ જેવું જ માન કે આદરનું છે. માન પામવાની લાગણી અને આદર આપવાની ઇચ્છા આ બેઉ એક સિક્કાની બે બાજુઓ છે. આપણને માન મેળવવું ગમે છે, માન મેળવીને કેવું લાગશે એની ખબર છે. એટલે આપણે બીજાઓને માન આપીને એમનામાં રહેલી એવી લાગણીને સંતોષવા હંમેશાં તત્પર હોઈએ છીએ. પણ આ તત્પરતામાં કેટલીય વખત આપણે કુપાત્રને આદર આપતાં થઈ જઈએ છીએ. અંદરખાનેથી આપણો સ્વાર્થ હોય, ઘણી વખત કે આમને માન આપીશું તો આપણે એમની ગૂડ બુક્સમાં રહીશું અને એવું થશે તો વખત આવ્યે એમનો ઉપયોગ કરી શકીશું.

માન આપવાની લાગણી પર પણ કંટ્રોલ રાખવો. જેને ને તેને માન આપવાની જરૂર નથી. એનો અર્થ એ નથી કે બધાનું અપમાન કરતાં ફરો. બધાની સાથે વિવેકથી જ વર્તવાનું હોય. દુશ્મન સાથે કે ન ગમતી વ્યક્તિ સાથે પણ વિવેકથી વર્તવાનું હોય. તમારી જિંદગીમાં કોઈએ તમારું ઘણું બધું બગાડયું હોય એવી હરામી, નફ્ફટ કે બદમાશ વ્યક્તિ મળી જાય તો એની સાથે પણ સૌજન્યતાથી અને વિવેકથી જ વર્તવાનું હોય. તમારો વિવેક, તમારી સૌજન્યતા એ તમારી પર્સનાલિટીનો એક અનિવાર્ય હિસ્સો છે, એને દંભનું ઔલેબલ ન અપાય. દંભ એક આખી અલગ જ ચીજ છે.

માન જ્યારે ગલત વ્યક્તિઓને આપવા માંડીએ છીએ ત્યારે આપણી આસપાસના લોકોમાં આપણી કિંમત ઉઘાડી પડી જતી હોય છે. તમારા ટૂંકા સ્વાર્થ ખાતર તમે અમુક વ્યક્તિઓને ખૂબ લળીલળીને સલામ ભરતા હોવ છો ત્યારે તમારું એ છીછરાપણું સામેની વ્યક્તિ જ નહીં, આસપાસની તમામ વ્યક્તિઓ પારખી જતી હોય છે. તમે જિંદગીમાં કોનેકોને દુશ્મન બનાવ્યા છે, કોનીકોની સાથે સંબંધો બાંધ્યા નથી કે રાખ્યા નથી અને કેવા લોકોને તમે ક્યારેય નજીક આવવા દેવાના નથી એ સઘળાના સરવાળા પરથી તમારા વ્યક્તિત્વનાં લેખાંજોખાં થતાં હોય છે. એ જ રીતે તમે કેવી વ્યક્તિઓને માનને પાત્ર ગણો છો એ વાત પણ નક્કી કરે છે કે તમારામાં ઊંડાણ છે કે પછી તમે હજુય છીછરા પાણીમાં છબછબિયાં કરો છો.

સાયલન્સ પ્લીઝ!

સારું કે ખરાબ તમે કરેલું કોઈપણ કર્મ ક્યારેય ભૂંસાતું નથી.

– મહાભારત
*******************
તમને સિક્યોર્ડ લાઈફ ગમે કે ઈન્સિક્યોર્ડ

તડકભડક : સૌરભ શાહ

નવલકથાનું વાંચન રોમાંચક છે. કલ્પનાનું ઉડ્ડયન અફાટ છે એનો પુરાવો નવલકથા છે. સિનેમાના પડદા પર દેખાતી કાલ્પનિક દુનિયામાં ઓતપ્રોત થઈ જઈએ છીએ. પાત્રો હસે તો હસીએ છીએ, રડે તો રડીએ છીએ, એમનાં રોમાન્સ-સુખ-દુઃખ સઘળુંય આપણી પર્સનલ લાઈફ સાથે જોડાઈ જાય છે. સિનેમાનું ગીત આપણી ન લખાયેલી રોજનીશીનું પાનું બની જતું હોય છે.

પણ નવલકથા હાથમાં લઈએ છીએ ત્યારે ખબર હોય છે કે એનું છેલ્લું પાનું કેટલામું છે. સિનેમાની શરૂઆતમાં જ સેન્સરનું સર્ટિફિકેટ આપણને કહી દે છે કે આ ખેલ કુલ કેટલા કલાક, કેટલી મિનિટ સુધી ચાલવાનો છે. નવલકથાની, સિનેમાની રોમાંચયાત્રાનો અંત પહેલેથી જ લખાયેલો હોય છે. જિંદગીની રોમાંચયાત્રા સીમિત નથી હોતી. એનો અંત ક્યારે આવવાનો છે એની જાણ તમને કોઈ ઘડિયાળ, કોઈ કેલેન્ડર દ્વારા થતી નથી. જિંદગીની આ નિઃસીમ રોમાંચયાત્રાને નવલકથા-સિનેમા કરતાં પણ અનેકગણી માણી શકાય એમ છે પણ આપણે એની સીમા વિહીનતાને અસલામતી ગણી બેસીએ છીએ. જીવન તો આજે છે ને કાલે નથી એવું કહીને એ અસલામતીને સલામતીમાં પલટી નાંખવા આખી જિંદગી ફાંફાં મારતા રહીએ છીએ અને પછી પણ ફફડતા રહીએ છીએઃ પાછલી ઉંમરે મારી પાસે પૈસા નહીં હોય તો? મને કોઈ અસાધ્ય બીમારી થઈ જશે તો? મારી દીકરીનો સંસાર ઠીક નહીં ચાલે તો? દીકરાને વેપારમાં ખોટ આવી તો? છેલ્લા દિવસોમાં મારાં કુટુંબીજનો-મિત્રો-ચાહકો-ઓળખીતાઓ મારી સાથે નહીં હોય તો? મેં કરેલા ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ ઘટી જશે તો?

આપણે દિવસરાત આ કે આવી અસલામતીઓથી પીડાતા રહીએ છીએ અને એ અસલામતીઓને દૂર કરીને સલામત થઈ જવાના પ્રયત્નોમાં વધુ ને વધુ ડરીને જીવતાં થઈ જઈએ છીએ. તમારી જિંદગી અંબાણી-બચ્ચન કે બિલ ગેટ્સ જેવી ભલે ન હોય. પણ એ તમારી છે.

જગતની શ્રેષ્ઠતમ નવલકથા કરતાં કે દુનિયાની ટોપ ટેન ફિલ્મોની યાદીમાં હોઈ શકે એવી ફિલ્મ કરતાં અનેકગણી રોમાંચક છે-જો તમે એની અસલામતીને માણી શકો તો. જો તમે એ અસલામતીને સલામતી બનાવી દેવાના ચક્કરમાં ન પડો તો. લાઈફમાં સિક્યોરિટી હોવી જોઈએ-આના જેવું બદમાશ વાક્ય એકેય નથી. માણસ સિક્યોરિટી મેળવવા પ્રેમમાં પડે છે, લગ્ન કરે છે, બાળકો પેદા કરે છે, દિવસરાત કમાય છે, ટૂંકું ટૂંકું જીવીને લાંબીલાંબી બચતો કરવાના પ્રયત્નો કરે છે, તમાચો મારીને ગાલ લાલ રાખીને જીવતાં શીખવાની કોશિશ કરે છે, અમુક ઈન્શ્યોરન્સ અને તમુક ઈન્વેસ્ટમેન્ટની સલાહ આપતા દલાલોની જાળમાં ફસાય છે, પોતાનાં ડ્રીમ્સ સાકાર કરવાને બદલે ‘જે કંઈ કરું છું તે મારા ફેમિલી માટે કરું છું’ એવા વહેમમાં રહીને પોતાની ભ્રમણાઓને પોષતો રહે છે અને એક દિવસ આંખ ઊઘડે ત્યારે સમજાય છે કે જિંદગી તો સાવ રસકસ વિનાની થઈ ગઈ છે. જે જિંદગી જીવવાનું શરૂ કર્યું ત્યારે એમાં ભરપૂર રોમાંચ હતો એ જિંદગી હવે સાવ ફિક્કી લાગવા માંડી છે. જૂનાં વર્ષો ફરી જીવવા મળે તો હું જુદી રીતે જીવું એવી લાગણી થવા માંડે ત્યારે માનવું કે કુદરતે આપેલી બક્ષિસને તમે વેડફી નાખી છે. જે બોલ પર તમે આઉટ થઈ ગયા એને સહેજ જુદી રીતે બેટ પર લીધો હોત તો સિક્સર મળી હોત એવો વિચાર કરતાં કરતાં પેવેલિયન તરફ જઈ રહેલા ક્રિકેટર જેવી તમારી દશા છે. રમાઈ ચૂકેલા બોલ પર અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. એ ભૂલમાંથી જે શીખવાનું હતું તે શીખી લઈને નવી ઈનિંગ્સ માટે તૈયારી કરવાનો આ વખત છે.

જે થવાનું હતું તે થઈ ગયું. અહીં પૂર્ણવિરામ. એને વાગોળ્યા કરવાનો કોઈ અર્થ નથી. જૂની સિદ્ધિઓને પણ નહીં અને જૂની નિષ્ફળતાઓને પણ નહીં. એ બધો ભૂતકાળ છે. તમારી પાસે ચોઈસ છે. એને ખભા પર ઊંચકીને આગળ ચાલવું કે એને ત્યાં જ મૂકીને આગળ વધી જવું. ગમતા ભૂતકાળનો પણ ભાર હોય છે. એનું વજન હવે પછીની તમારી ગતિને ઘટાડી નાખશે. કોઈ ભાર વિના ર્સ્ફૂિત સાથે આગળ વધવું હશે તો ભૂતકાળને ત્યાંનો ત્યાં મૂકી દેવો પડશે.

લાખ પ્રયત્નો કરીશું તો પણ ભવિષ્ય માટેની અસલામતી રહેવાની જ છે. જિંદગીનું બીજું નામ જ અનિશ્ચિતતા છે અને જ્યાં અનિશ્ચિતતા છે ત્યાં અસલામતી હોવાની જ છે. નિશ્ચિત માત્ર એક જ છે – મોત. સલામતી મોત છે.

પણ કોણ જાણે કોઈકે આપણને ભરાવી દીધું છે કે જિંદગી સિક્યોર્ડ હોવી જોઈએ, જિંદગીમાં નિશ્ચિત થઈને જીવવું હશે તો સલામતી હોવી જોઈએ. લાઈફ ઈન્સ્યોરન્સ વેચવાવાળાઓએ આવું ભરાવ્યું! કે પછી ડોક્ટરો-ફાર્માસ્યુટિક્લ કંપનીઓ અને હોસ્પિટલોએ? કે પછી બિલ્ડરોએ? ખબર નથી. આ સિવાય પણ બીજા ઘણા લોકો હશે જેમણે પોતાનો ધંધો સલામત રહે એ માટે આપણને અસલામતીનો ડર દેખાડયો.

જે નિઃસીમ છે, જેનો કોઈ અંત નથી દેખાતો એનું સૌંદર્ય તમે માણ્યું છે. ચાહે એ દરિયો હોય કે આકાશ. જિંદગીની નિઃસીમતાએ જ તમને ડરાવ્યા છે. રાધર, તમને ડરાવવામાં આવ્યા છે. જન્મથી તમે એવા નહોતા. દરેક વર્ષગાંઠે એક એક મીણબત્તી વધારે ગોઠવાતી ગઈ અને એને ફૂંક મારી મારીને તમે ઓલવતા થઈ ગયા અને મનમાં અસલામતી પ્રવેશતી ગઈ- આ જ રીતે એક દિવસ ઓલવાઈ જઈશું. હવે દીવો ટ્રાય કરજો, મીણબત્તી નહીં. જેટલાં વર્ષ પૂરાં કરો છો એટલાં દીવડાં જાતે પ્રગટાવવાનાં. જેમજેમ મોટા થતા જશો તેમતેમ પ્રકાશ વધતો જશે. અને સૌથી વધુ ઝગમગાટ મૃત્યુદિવસ પહેલાંની વર્ષગાંઠે હશે.

જીવવું તો આ રીતે જીવવું. વધતા જતા પ્રકાશ સાથે. આપણને અજવાળે અને બીજાઓને ઉજાસ આપે.

ટ્વેન્ટી ટ્વેન્ટીમાં કેવી રીતે જીવવું છે, શું કરવું છે અને શું નથી કરવું, કેટલી બેફિકરાઈથી જીવવું છે અને કયા કયા બોજ વિના જીવવું છે, કોની કોની સાથે જીવવું છે અને કોના કોનાથી દૂર રહીને જીવવું છે એ બધું જો હજુય નક્કી ન કર્યું હોય તો નવા વર્ષનો પ્રથમ વીક એન્ડ પૂરો થાય એ પહેલાં નક્કી કરી લો અને અસલામતીમાં જીવવાની મઝા ચાખતાં થઈ જાઓ એવી શુભેચ્છા. વિક્રમના નવા વર્ષની જેમ ઈશુનું નવું વર્ષ પણ સૌના માટે આશીર્વાદોની વર્ષા લઈને આવે એવી સર્જનહારને બે હાથ જોડીને પ્રાર્થના.

પાન બનાર્સવાલા 

હું તો હંમેશ માનતો આવ્યો છું કે આકાશ તરફ જોતાં રહીશું તો પાંખો ફૂટવાની જ છે.

ગુસ્તાવ ફ્લોબેર

(ફ્રેન્ચ નવલકથાકાર)
**********************
" ફૂલની માફક ખીલી જવાનું,
        ખુદ્દારીથી  જીવી  જવાનું .

        રીસાવાનું રાખ્યું છે , પણ
       એક ઘડીમાં રીઝી જવાનું.

        ધીરે  ધીરે  મક્કમતાથી
       જીવન જીવતાં શીખી જવાનું.

        દિલ ઈન્કારે જે કરવાનું
        ત્યાંથી પાછા વળી જવાનું.

        સત્કર્મો  ને  સંસ્કારોથી
        ક્યાંક કોઈને ગમી જવાનું.

        બીજાને અડચણ લાગે તો
        તુર્તજ ત્યાંથી ખસી જવાનું.

        નિત્ય મળે ના સમથળ રસ્તો,
       ઢાળ ઉપર પણ ચઢી જવાનું.

        ઊગવાનું ભરપૂર સવારે ,
        સાંજ પડે ત્યાં ઢળી જવાનું.

        જીવન નાજુક વસ્તર છે,
         તૂટે ત્યાં ત્યાં સીવી જવાનું.
 🌹Good morning 🌹
***********************
8 short stories!

(1) Those who had coins, enjoyed the rain. Those who had notes, were busy looking for shelter.

(2) Man and God both met somewhere. Both exclaimed, "My creator!"

(3) He asked, "Are you a Hindu or Muslim?" The response came, "I am hungry!".

(4) The fool didn't know it was impossible. So he did it.

(5) "Wrong number," said a familiar voice.

(6) What if God asks you after you die, "So how was heaven?"

(7) They told me that to make her fall in love I had to make her laugh. But every time she laughs, I am the one who falls in love.

(8) We don't make friends anymore: We Add them nowadays!
*****************
नदारद = गायब

आया दौर फ्लैट कल्चर का,
देहरी, आंगन, धूप नदारद।
हर छत पर पानी की टंकी,
ताल, तलैया, कूप नदारद।।

लाज-शरम चंपत आंखों से,
घूँघट वाला रूप नदारद।
पैकिंग वाले चावल, दालें,
डलिया,चलनी, सूप नदारद।।
🤨🤨
बढ़ीं गाड़ियां, जगह कम पड़ी,
सड़कों के फुटपाथ नदारद।
लोग हुए मतलबपरस्त सब,
मदद करें वे हाथ नदारद।।

मोबाइल पर चैटिंग चालू,
यार-दोस्त का साथ नदारद।
बाथरूम, शौचालय घर में,
कुआं, पोखरा बाथ नदारद।।
🤨🤨
हरियाली का दर्शन दुर्लभ,
कोयलिया की कूक नदारद।
घर-घर जले गैस के चूल्हे,
चिमनी वाली फूंक नदारद।।

मिक्सी, लोहे की अलमारी,
सिलबट्टा, संदूक नदारद।
मोबाइल सबके हाथों में,
विरह, मिलन की हूक नदारद।।
🤨🤨
बाग-बगीचे खेत बन गए,
जामुन, बरगद, रेड़ नदारद।
सेब, संतरा, चीकू बिकते
गूलर, पाकड़ पेड़ नदारद।।

ट्रैक्टर से हो रही जुताई,
जोत-जात में मेड़ नदारद।
रेडीमेड बिक रहा ब्लैंकेट,
पालों के घर भेड़ नदारद।।
🤨🤨
लोग बढ़ गए, बढ़ा अतिक्रमण,
जुगनू, जंगल, झाड़ नदारद।
कमरे बिजली से रोशन हैं,
ताखा, दियना, टांड़ नदारद।।

चावल पकने लगा कुकर में,
बटलोई का मांड़ नदारद।
कौन चबाए चना-चबेना,
भड़भूजे का भाड़ नदारद।।
🤨🤨
पक्के ईंटों वाले घर हैं,
छप्पर और खपरैल नदारद।
ट्रैक्टर से हो रही जुताई,
दरवाजे से बैल नदारद।।

बिछे खड़ंजे गली-गली में,
धूल धूसरित गैल नदारद।
चारे में भी मिला केमिकल,
गोबर से गुबरैल नदारद।।
🤨🤨
शर्ट-पैंट का फैशन आया,
धोती और लंगोट नदारद।
खुले-खुले परिधान आ गए,
बंद गले का कोट नदारद।।

आँचल और दुपट्टे गायब,
घूंघट वाली ओट नदारद।
महंगाई का वह आलम है,
एक-पांच के नोट नदारद।।
🤨🤨
लोकतंत्र अब भीड़तंत्र है,
जनता की पहचान नदारद।
कुर्सी पाना राजनीति है,
नेता से ईमान नदारद।।
गूगल विद्यादान कर रहा,
मास्टर का सम्मान नदारद।