Thursday, January 9, 2020

Whatsapp Collection 24

गम हुआ जो मेरे चोट खाने के बाद
खो दिया मैंने उसे पाने के बाद

मुझे नाज रहा उस पर सदा,
उसने मुझे अपना माना आजमाने के बाद

सुना है तड़प रहा है वह मेरी वफा के लिए
शायद पछता रहा है मुझे ठुकराने के बाद

आज यूँ ही  सर-ए-राह उससे नजर जा मिली
वह रो दिया मुझ से नजर मिलाने के बाद

किस-किस को दूं इल्जाम बेवफाई का
हर कोई छोड़ गया मुझको अपनाने के बाद
*************************
આટલું તો આવડવું જ જોઈએ
: : : : : :

🎻🦋💗💧💦✌🎻

જીવન જીવતા આવડવું જોઈએ
સંબંધો સીવતા આવડવું જોઈએ

અમૃત નહિ મળે રોજ બે રોજ
ઝેર પીતા પણ આવડવું જોઈએ

વાત વાત માં રુઠવું સારું નહિ
સહન કરતા પણ આવડવું જોઈએ

અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય
થોડું નમતા પણ આવડવું જોઈએ

બધું કઈ પચી નહિ શકે
થોડું વહેચતા પણ આવડવું જોઈએ

બેઠાળુ જિંદગી શ્રાપ છે
થોડું નાચતા પણ આવડવું જોઈએ

ચોપડીઓ અચૂક વાંચો
ચેહરા વાંચતા પણ આવડવું જોઈએ

અબોલા ક્યારેય નહિ લેતા
મન મોટું રાખતા પણ આવડવું જોઈએ

સોગિયું મોઢું કોને ગમે
ખડખડાટ હસતા પણ આવડવું જોઈએ

સંઘરાખોરી દુષણ છે
દાન આપતા પણ આવડવું જોઈએ

ખોટા વખાણ કરવા ચાપલુસી છે
અરીસો બનતા પણ આવડવું જોઈએ !!
*************************
દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
********************************
2019 की सबसे शानदार कविता
एक अकेला पार्थ खडा है
भारत वर्ष बचाने को।
सभी विपक्षी साथ खड़े हैं
केवल उसे हराने को।।
भ्रष्ट दुशासन सूर्पनखा ने
माया जाल बिछाया है।
भ्रष्टाचारी जितने कुनबे
सबने हाथ मिलाया है।।
समर भयंकर होने वाला
आज दिखाईं देता है।
राष्ट्र धर्म का क्रंदन चारों
ओर सुनाई देता है।।
फेंक रहें हैं सारे पांसे
जनता को भरमाने को।
सभी विपक्षी साथ खड़े हैं
केवल उसे हराने को।।
चीन और नापाक चाहते
भारत में अंधकार बढ़े।
हो कमजोर वहां की सत्ता
अपना फिर अधिकार बढे।।
आतंकवादी संगठनों का
दुर्योधन को साथ मिंला।
भारत के जितने बैरी हैं
सबका उसको हाथ मिला।।
सारे जयचंद ताक में बैठे
केवल उसे मिटाने को।
सभी विपक्षी साथ खड़े हैं
केवल उसे हराने को।
भोर का सूरज निकल चुका है
अंधकार घबराया है।।
कान्हा ने अपनी लीला में
सबको आज फंसाया है।
कौरव की सेना हारेगी
जनता साथ निभायेगी।
अर्जुन की सेना बनकर के
नइया पार लगायेगी।
ये महाभारत फिर होगा
हाहाकार मचाने को।
सभी विपक्षी साथ खड़े हैं
केवल उसे हराने को।।


मोदी को हराने के चक्कर में कहीं देश ही नही हार जायें !

जय हिंद -वंदे मातरम् 🇮🇳🚩
हर हिंदुस्तानी के मोबाइल तक इस👆 सच्चाई को पहुँचाये।
******************************************
                50+

उम्र पचास के पार हुई है, शक्ल है लेकिन तीस के जैसी

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी

बेटे के कॉलेज गया तो टीचर, देख के मुझ को मुस्कुराई

बोली क्या मेंटेंड हो मिस्टर, पापा हो, पर लगते हो भाई

क्या बतलाऊँ उसने फिर, बातें की मुझ से कैसी कैसी

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी

रोज़ी बोली, सेकंड हैंड हो, लेकिन फ़्रेश के भाव बिकोगे

*बस थोड़ी सी दाढ़ी बढ़ा लो,  कार्तिक आर्यनजैसे दिखोगे *

अब भी बहुत जोश है तुम में, हालत नहीं है ऐसी वैसी

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी

बीवी सोच रही है शौहर, मेरा कितना अच्छा है जी

*पढ़ती नहीं गुलज़ार साहेब को, दिल तो आख़िर बच्चा है जी *

नीयत मेरी साफ़ है यारो, हरकतें हैं कुछ ऐसी वैसी

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी

कितने जंग लड़े और जीते हैं इन गुज़रे सालों में

दो-एक झुर्रियाँ गालों में हैं, थोड़ी सफ़ेदी बालों में

*कंधे मगर मज़बूत हैं अब भी, कमर भी सॉलिड पहले जैसी *

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी

जीने का जज़्बा क़ायम हो तो, उम्र की गिनती फिर फ़िज़ूल है

अपने शौक़ को ज़िंदा रखो, जीने का बस यही उसूल है

ज़िंदादिली का नाम है जीवन, परिस्थितियाँ हों चाहे जैसी

मुझको बूढ़ा कहने वालो, धत्त तुम्हारी ऐसी तैसी


..............🌹🌹
********************
વધારે સ્વતંત્રતા મેળવવી હોય તો વધારે જતું કરવું પડે!

December 22, 2019

દેશ અને સમાજમાં બધું સમુંસૂતરું ચાલે એ માટે કેટલાંક બંધન, કેટલીક મર્યાદા, કેટલાક અંકુશ અનિવાર્ય હોવાનાં. દરેક દેશમાં, દુનિયાની હરએક વ્યક્તિ અંગત કે જાહેરજીવનમાં ચાહે એ સામાન્ય નાગરિક હોય કે પછી દેશના સર્વોચ્ચ આસને બિરાજતી વ્યક્તિ હોય.આઝાદીનો એક અંતિમ છે, મનફાવે તે કરવાની છૂટ. આ અંતિમને સ્વચ્છંદતા કહેવાય. સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ છે. સમજીએ.

એક વ્યક્તિ તરીકે માણસ કેટલો સ્વતંત્ર છે અને કઈકઈ બાબતોમાં એના હાથ બંધાયેલા છે એની યાદી તૈયાર કરવા જઈએ તો મહાભારત જેવડો ગ્રંથ લખાય. જન્મતાંની સાથે જ વ્યક્તિને ઉછરવા માટે એક વાતાવરણ મળે છે જેની પસંદગી એણે કરી હોતી નથી. એની પાસે કોઈ વિકલ્પો નથી હોતા કે પોતે કેવી વિચારધારાઓ વચ્ચે, કેવી લાગણીઓ વચ્ચે, કેવા સમાજ વચ્ચે પોતાનું ઘડતર કરવા માગે છે. આ એના જન્મ વખતની વાત છે. વખત જતાં એને એ વિકલ્પો મળે છે પણ જન્મ વખતે એમાંની કોઈ ચોઈસ નથી હોતી એની પાસે. મનનું તો ઠીક પોતાના શરીરનું ઘડતર કેવી રીતે કરવું એ વિશેની પણ એને છૂટ નથી હોતી. શરીરના સૌથી મહત્ત્વના ઘડતરકામ દરમિયાન એના શરીરને ઉછેરવાનો હવાલો એના પોતાના સિવાયની અન્ય વ્યક્તિઓએ લઈ લીધો હોય છે.

પોતે કયું શિક્ષણ પામવા માગે છે એ નક્કી કરવાની એને છૂટ નથી. સરકારી સ્તરે નક્કી થયેલા અભ્યાસક્રમોમાં એણે જકડાઈ જવાનું હોય છે. પોતાની મૌલિક વિચારસરણીની પાંખો એણે પોતાના જ હાથે કાપીને બૌદ્ધિક કબૂતરખાનામાં ગોઠવાઈ જવાનું છે.

અભ્યાસ પૂરો કર્યા પછી ભ્રમણા થાય કે હવે પોતે મુક્ત છે, કારણ કે નોકરી-ધંધો-વ્યવસાય કરીને કમાતો થયો છે. એ કમાણીમાંથી પોતે ધારે તે કરી શકે છે. હકીક્તમાં, કમાતા થયા પછી એની પરતંત્રતાઓ વધતી હોય છે. આજીવિકાનું સાધન છીનવાઈ ન જાય તે માટે એ રોજ પોતાની બચીખૂચી આઝાદીના એક એક ટુકડાનો ભોગ આપતો રહે છે. આટલું ઓછું હોય એમ કુટુંબ-સમાજ એની બાકી રહી ગયેલી આઝાદીના ભુક્કાના એક એક કણને, કીડીઓની લંગાર ખાંડના દાણા તાણી જાય એમ તાણી જાય છે. વધુ કમાણી કરતા કે સમાજમાં વધુ નામ, વધુ સંપર્કો, વધુ પ્રતિષ્ઠા ધરાવતા માણસની ગુલામબેડી વધુ જડબેસલાક બનતી જતી હોય છે.

આવી ગુલામીથી ગૂંગળામણ અનુભવવાને બદલે માણસ સતત એ જ ભ્રમણામાં રાચે છે કે પોતે કેટલો મુક્ત છે. હજારો વર્ષથી એને એક જ વાત શીખવવામાં આવી છે કે આ અંધકાર જ સભ્ય છે અને પ્રકાશ જેવું કશું કંઈ હોતું નથી આ જગતમાં. અને ભૂલેચૂકે જો પ્રકાશનું ટપકુંય દેખાય તો આંખો બંધ કરી લેવાની.

પછી એવી ટેવ પડી જતી હોય છે, અંધકારમાં રહેવાની. ક્યારેક પ્રકાશનું એકાદ કિરણ જોતાં જ આંખો અંજાઈ જાય, તરસ જ મીંચાઈ જાય.

માણસ આઝાદ નથી. એક પરતંત્રતામાંથી છૂટવા માટે એ બીજી પરતંત્રતાનો આશરો લેતો હોય છે. છૂટવાની આ પ્રક્રિયા દરમિયાનનો સંઘર્ષ એને આઝાદીની લડત જેવો સંતોષ આપે છે, કશુંક કરી છૂટવાનો. પણ આ સંતોષ મિથ્યા હોય છે, એની પલાયનવૃત્તિને પોષનારો હોય છે.

આઝાદી તુલનાત્મક છે. અન્યની સરખામણીએ તમને કેટલી આઝાદી મળે છે કે નથી મળતી તે જોવાય છે. કોઈપણ વ્યક્તિ એક નાગરિક તરીકે પૂરેપૂરી રીતે સ્વતંત્રત નથી- ન એના જાહેરજીવનમાં, ન એની પર્સનલ લાઈફમાં. પણ ભ્રમણામાં રહીને જીવવાનું આપણને ગમતું હોય છે. પોપટના નાનકડા પિંજરામાંથી મુક્ત કરીને એને વાઘના વિશાળ પિંજરામાં પૂરવામાં આવે તો એને મોકળાશ લાગતી હોય છે. પોતાને મુક્તિ મળી ગઈ હોવાનો ભ્રમ એને સ્વતંત્રતાનો અહેસાસ કરાવે છે. અને વધુ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે એ વધુ મોટા પિંજરાનાં દિવાસ્વપ્નો જોવામાં જિંદગી ખર્ચી કાઢે છે.

આઝાદીનું અને સ્વતંત્રતાનું ખરું મૂલ્ય ત્યારે સમજાય છે જ્યારે એ છીનવાઈ જાય છે. એ વખતે આપણને અહેસાસ થાય છે કે જેટલી મળતી હતી એટલી આઝાદીને સાચવી રાખવી જોઈતી હતી. એ વખતે ભાન આવે છે કે આઝાદી માગવાથી નથી મળતી, વધુ ને વધુ જવાબદાર બનતા જઈએ છીએ ત્યારે વધુ ને વધુ સ્વતંત્રતા મળતી હોય છે.

ઝઘડવાથી, નારાબાજી કરવાથી કે કોઈનો કોલર પકડીને તમે તમારી આઝાદીને છીનવાઈ જતાં રોકી શકવાના નથી કે અત્યારે જેટલી મળે છે એના કરતાં વધારે આઝાદી મેળવી શકવાના નથી.

તમારામાં તમને મળેલી અને ભવિષ્યમાં વધુ મળનારી સ્વતંત્રતાને પચાવવાની શક્તિ છે એ તમારે પુરવાર કરવું પડે. જેમજેમ તમારી પાત્રતા વધતી જાય તેમતેમ તમારા જીવનની સ્વતંત્રતા વધતી જાય. અને પાત્રતા વધારવા માટે તમારે ઘણું બધું તમારા જીવનમાંથી જતું કરવું પડે. અત્યારે જે કંઈ ભર્યું છે એમાંથી ઘણું ખાલી કરી દેવું પડે તો જ એ ખાલી કરી આપેલી જગ્યામાં નવી આઝાદીનો જથ્થો ભરી શકીએ અને એ પછી પણ એક સત્ય તો સ્વીકારવાનું રહેશે જ. સંપૂર્ણ આઝાદીની કલ્પના સંપૂર્ણ ભ્રમણા છે.

– પાન બનાર્સવાલા 

જે વાતે તમને એક ક્ષણ માટે પણ આનંદ આપ્યો હોય એ વાતનો કોઈ દિવસ અફસોસ કરવાનો નહીં, એ ક્ષણને કોઈ દિવસ કોસવાની નહીં, એનો ક્યારેય અનાદર કરવાનો નહીં.

– અજ્ઞાત

તડકભડક : સૌરભ શાહ
**************************