Tuesday, August 16, 2016

16-08-2016

સારું થયું આઝાદ થઇ ગયા

સારું થયું આઝાદ થઇ ગયા

એ ગોરા સાલ્લા રસ્તા પર થુકવા દેતા નોતા
રસ્તા પાણી થી ધોતા હતા
આપણે કેટલા નસીબ વાળા ગમે ત્યાં થૂકી શકયા..
સારું થયું આઝાદ થઇ ગયા

તે અંગ્રેજો ગધેડા અનાજ માં ભેળસેળ કરવા દેતા નોતા
મૂરખા રેશન માં સારું અનાજ આપતા
કેટલા ભાગ્યશાળી કે હવે..
દૂધ દવા અનાજ માં બેફામ ભેળસેળ કરવા મુકત થયા
સારું થયું આઝાદ થઈ ગયા

એ મૂરખ અંગ્રેજો શિક્ષણ નો વેપાર કરવા દેતા નોતા
સારું ઉચ્ચ ગુણવત્તા નું શિક્ષણ મફત આપતા હતા
હવે શિક્ષણ નો વેપાર કરી યુવાનો ની જીંદગી બરબાદ કરવા ભાગ્યશાળી બન્યા
સારું થયું આપણે આઝાદ થઈ ગયા

એ જુલ્મી ધોળિયા અનાથ ગરીબ બાળકો ને ભીખ માગવા દેતા નોતા
દરિદ્રો આવા બાળકો માટે અનાથાશ્રમ બનાવતા હતા
હવે બાળકો નું અપહરણ કરી અપંગ બનાવી ભીખ મગાવી ઉદાર આપણે થયા
સારું થયું આઝાદ આપણે થઈ ગયા

એ ફિરંગીઓ લાંચ ખાવા દેતા નોતા
ગધેડા લાંચ લેનાર ને લાતો મારી કાઢી મૂકતા હતા
હવે આપણે લાંચિયા ની સમૃધી માં સહભાગી થવા સક્ષમ થયા
સારું થયું આઝાદ થઈ ગયા

સાલા ડરપોક અંગ્રેજો!!
શૂરવીર રાજપૂત થી ગભરાઇ ને
મા- બેન દિકરી સાથે અદબ થી વાત કરતા
આજે આપણ ને રોકનાર કોઈ પણ વ્યક્તિ નથી

સારુ થયુ આપણે આઝાદ થઈ ગયા..!!🇮🇳🇮🇳🇮🇳🙏🏼
******************************
ધીમે ધીમે વૃદ્ધિ પામી  વૃધ્ધ થા,

કાં પછી સર્વસ્વ ત્યાગી  બુધ્ધ થા.

સ્નાન હો ઘરમાં કે

હો ગંગા તટે,

છે શરત એક જ

ભીતરથી શુધ્ધ થા.
**************************