Friday, August 5, 2016

05-08-2016

आजकल एक नया चलन शुरू हुआ है, घर बैठे मोबाईल से बुक कराके कुछ भी मंगा लो...।

मैंने मोती स्वीट्स को फ़ोन लगाया...

tring tring..

"मोतीस्वीट्स मे आपका स्वागत है,
कहिए क्या चाहिए.?"

"मिठाई चाहिए।"

"लड्डू के लिए एक दबाए,
रसगुल्ला के लिए दो दबाए,
काजू कतली के लिए तीन दबाए,
गुलाबजामुन के लिए चार दबाए,
मलाई पड़े के लिए...."

मुझे लड्डू चाहिए थे,
मैंने एक दबाया,

"बूंदी के लिए एक दबाए,
मोतीचूर के लिए दो दबाए,
मगज के लिए तीन दबाए,
सोंठ के लिए चार......"


मैंने दो दबाया.....
मोतीचूर चाहिए।

एक किलो के लिए एक दबाए,
पाँच किलो के लिए दो दबाए,
एक क्विंटल के लिए तीन दबाए..."

गलती से तीसरा बटन दब गया।

डर के मारे मैंने फोन काट दिया ।

पर अगले ही पल मिनट फ़ोन आया -
"आपसे एक क्विंटल मोतीचूर के लड्डू का आर्डर मिला है,
अपना एड्रेस बताए।"

मैं बोला - "मैंने तो कोई फोन नहीँ किया है ।"

"आपके भाई ने किया होगा
इसी नंबर से था..
अपने भाई को फ़ोन दीजिए।"

मैं बोला -
"हम लोग छः भाई हैं,

बड़े से बात के लिए एक दबाए,
उससे छोटे के लिए दो दबाए,
उससे छोटे के लिए तीन दबाए,
उससे छोटे के लिए चार...."

सामने वाले ने फ़ोन काट दिया !!
********************************
Acharya sri Ratnasundar Maharaj saheb na Pravachan na Moti in Gujarati.
આચાર્ય શ્રી રત્નસુંદર મહારાજ સાહેબ ના અલકાપુરી વડોદરા 2016 ના ચાતુર્માસ ના પ્રવચન ના મોતી
 02Aug16

પર્યાપ્ત કે જરૂર કરતા વધારે પૈસા-સંપત્તિ  કલહ , ક્લેશ  કે ઝગડા નું કારણ બને છે ..
મન , પરિવાર અને સંબંધો ને ક્લેશ મુક્ત  બનાવા માટે નીચેના ચાર મુદા ધ્યાન માં રાખો

1.મન ને આગ્રહ - દુરાગ્રહ મુક્ત રાખો 
જીવન જરૂરી ચીજ ની આશા  રાખવી તે અપેક્ષા છે પણ કોઈ ચીજ વગર નહિ જ  ચાલે તે માનવું તે આગ્રહ કે દુરાગ્રહ છે .. દાખલ તરીકે .. ચોમાસા માં આદુ મસાલા વળી ચાઇ તે અપેક્ષા છે … પણ પણ પણ ચાઇ મસાલા વગર ની નહિ જ ચાલે તે  દુરાગ્રહ છે .. તેવી જ રીતે આજે સવારે  બાઝાર તેજી માં છે મને આજે હજાર  રૂપિયા મળવા જોઈ તે અપેક્ષા છે પણ…

2. સંગ્રહ

વસ્તુ નો વધારે પ્રમાણમાં સંગ્રહ તે પણ ક્લેશ નુ કારણ બને છે .. 
જરૂરત કરતા વધારે  કપડાં , ઘરેણાં , પ્લોટ , ફ્લેટ , દાગીના , ગાડી , બંગલા , શેર સર્ટિફિકેટ અને બેંક લોકર્સ … ક્લેશ નું કારણ છે સાવધાન - ઉપાધ્યાય યશોવિજયજી ના ગ્રંથ  પ્રમાણે તો વીલ બનાવ્યા વગર ના માં બાપ નો વારસો આર્થિક સંપન્ન સંતાનો દ્વારા લેવા થી તેઓના મોત નું અનુમોદનાનું પાપ લાગે છે …

3. પરિગ્રહ

સંગ્રહ કરેલ વસ્તુ કોઈ  ને ન આપવાની જીદ્દ તે પરિગ્રહ છે .. તે તમારી મૂર્છા છે …દાખલા તરીકે તમારી નવી કાર કે એક્સટ્રા રહેલ બંગલૉ કે ફ્લેટ  તમારા મિત્રને કે દેરાસર ના ઉપયોગ માટે બહાનું બનાવી વાપરવા ન આપવું તે પરિગ્રહ ની મૂર્છા છે .. નાની વસ્તુ પણ સામે વાળા ને ખુશી થી ન આપવાની મનોવૃત્તિ ને પરિગ્રહ કહી શકાય …

4. વિગ્રહ – તુફાન – મતભેદ

ઉપર ના ત્રણ પરિબળો નો જો તમે સમજ પૂર્વક ત્યાગ નહિ કરો તો .. તમારા જીવન અને મન માં તુફાન લાવી શકે છે ..

મહારાજ સાહેબ  નું વારે વારે  એક  જ કહેવાનું છે કે મારા પ્રવચન થી તમારી જો સોચ , વિચાર અને વર્તન બદલાશે તો તમે ચોક્કસ સારા માર્ગે જવાનું શરુ કરી દીધું છે તેવું માની શકાય ..

શ્રાવક કે  એક ધર્મી વ્યક્તિ નું ઘર ક્યાં હોવું જોઈએ ??

જ્યાં દેરાસર કે મંદિર પાસે હોય , ઉપાશ્રય કે સંત નો  સત્સંગ થઇ તેવી જગ્યા પાસે હોય , સાધર્મિક કે સમાન ધર્મી લોકો રહેતા હોય અને સુપાત્ર દાન થઇ શકતું હોય તેવી જગ્યા ઉત્તમ છે.

મિત્રો .. મહારાજ સાહેબ ની મહેનત  આપણા જીવન માં રંગ લાવે તેવા દિલથી  પ્રયત્ન કરજો અને આ પ્રવચન ને બીજા યોગ્ય લોકો ને મોકલી તેને પણ સારા માર્ગે વાળવાનો પ્રયત્નો કરશો 
*********************************************
એક સરસ મજાની વાર્તા છે. 

કોલેજના એક પ્રોફેસરે સ્ટુડન્ટ્સને બટાટા લઈ આવવાનું ટાસ્ક આપ્યું.

 પ્રોફેસરે તમામ સ્ટુડન્ટ્સને કહ્યું કે કાલે તમે જેટલા લોકોને નફરત કરતાં હોય એટલા બટાટા લઈ આવજો. 

એક એક બટાટાને તમે નફરત કરતાં હોય એનું નામ આપજો. 
બીજા દિવસે સ્ટુડન્ટ્સ બટાટા લાવ્યા.

 કોઈની થેલીમાં એક તો કોઈની થેલીમાં બે બટાટા હતા. કોઈની થેલીમાં પાંચ-સાત બટાટા હતા તો કોઈની આખી થેલી ભરેલી હતી. 

બધાં સ્ટુડન્ટ્સે પ્રોફેસરને પોતપોતાનીથેલી બતાવી. 
પ્રોફેસરે કહ્યું કે,બહુ જ સરસ. 

હવે તમારે એક જ કામ કરવાનું છે. એક મહિના સુધી આ થેલી તમારે તમારી સાથે લાવવાની છે. 

બધાં સ્ટુડન્ટ્સે કહ્યું કે,ઓકે. 
બે-ત્રણદિવસ તો વાંધો ન આવ્યો પણ પછી બટાટા સડવા લાગ્યા. રોજ વજન ઉપાડવું સ્ટુડન્ટ્સને અઘરું લાગ્યું. ધીમે ધીમે બટાટા કોહવાતા ગયા અને તેમાંથીવાસ આવવા લાગી. આખરે થાકીને સ્ટુડન્ટ્સે કહ્યું કે હવે સડેલા બટાટાની વાસ સહન થતી નથી. અમને છૂટ આપો કે અમે એને ફેંકી દઈએ.

 પ્રોફેસરે હસીને કહ્યું કે,તમે તમારા દિલમાં આવા બટાટા સંઘરી રાખ્યા છે એની તમને ખબર છે? 

નફરત, ગુસ્સો, દુઃખ, ઉદાસી, નારાજગી,વેર અને બીજા કેટલા બટાટા તમે કેટલાં દિવસોથી તમારા દિલમાં લઈને ફરો છો?
એ કોહવાઈ ગયા છે. વાસ આવેછે. તમે તમારી સાથે જ એ લઈને ફરો છો.

 તમને સમજાય છે કે લોકો તમારાથી શા માટે દૂર રહે છે?

 કારણ કે તમે એ બટાટાફેંકતા જ નથી.

 જાવ,આ બટાટા ફેંકી આવો અને સાથે જે અંદર સંઘરી રાખ્યા છે એ બટાટા પણ ફેંકી દેજો.

 સુખી રહેવાનો આ જ સિદ્ધાંત છે કે તમે જે સંઘરી રાખ્યું છે એને હટાવી દો. જે ઓઢી રાખ્યું છે એને ફગાવી દો.
******************************************************************