Saturday, January 2, 2016

02-01-2016

કોઈ કહે છે, સાત દિવસ ને સાત રાતનું પેકેજ એટલે પ્રેમ??

હું કહું છું, ચાંદની રાત,
એક ઝૂલો અને હાથમાં તેનો હાથ એટલે પ્રેમ !

કોઈ કહે છે પેરિસની સાંજની ઝાકઝમાળ એટલે પ્રેમ.....?

હું કહું છું એને અચાનક ભેટ આપું ને
 એના નયનોમાં જે ચમક આવે તે પ્રેમ!

કોઈ કહે છે કાશ્મિરના બાગમાં સાથે ફરવું એટલે પ્રેમ....?

હું કહું છું, ચૂપચાપ એકાદ ગજરો એના વાળમાં ટાંકી દેવો એટલે પ્રેમ!

કોઈ કહે છે, ફૅન્સી અને સ્ટાઈલિશ વસ્ત્રો પહેરી પતિ સાથે ફરવું એટલે પ્રેમ....

હું કહું છું, તહેવારના દિવસે સજીધજીને તૈયાર થયેલી પ્રિયાને આંખ ભરીને જોવી એટલે પ્રેમ!

કોણ કહે છે, એને ગુલાબનો ગૂચ્છ આપવો એટલે પ્રેમ...?

હું કહું છું, બધાંના દેખતાં એકાદ ક્ષણ ચોરીને તેને
"સુંદર દેખાય છે તું"
એમ કહેવું અને તે સાંભળીને એના ચહેરાનું ગુલાબી થવું એટલે પ્રેમ!

કોણ કહે છે, એના સૌંદર્ય પર કવિતા કરવી એટલે પ્રેમ...?

હું કહું છું, તે પિયર હોય ત્યારે પ્રત્યેક કવિતામાં એને જોવી એટલે પ્રેમ!

કોણ કહે છે, લાજશરમનો પડદો ભેદી એકમેકને જોઈ-જાણી લેવા તે પ્રેમ!

હું કહું છું, લગ્નના પચીસ વરસ પછી પણ ઉખાણામાં એનું નામ લેતાં ય શરમાવું એટલે પ્રેમ!

કોણ કહે છે, લગ્નના ૧૦ દિવસ સુધી હોય તે પ્રેમ...?

હું કહું છું, મનમાં પ્રેમ વહેતો રાખીએ તો આજીવન ટકી રહે તે પ્રેમ!!!
************************************************
રિલીઝ થતું આ નવું વર્ષ


યશ ચોપડાની ફિલ્મોની જેમ એકદમ રોમેન્ટિક રહે,

ભણસાલીની મુવીઝની જેમ સુમધુર સંગીત રેલાવતું રહે,

હૃષીકેશ મુખરજીની ફિલ્મોની જેમ તમને હળવાફુલ રાખે અને ખડખડાટ હસાવતું રહે,

કરણ જોહરની ફિલ્મો જેવી સંપત્તિ તમને મળે,

આખું વર્ષ તમારા પર  ફિલ્મોનાં કલેક્શન જેવી ધનવર્ષા થતી રહે,

તમારી લાઈફમાં કોઈ મુશ્કેલીઓ ન આવે અને આવે તોય મનમોહન દેસાઈની ફિલ્મોની જેમ બધું મસ્ત હેપી એન્ડિંગ જ રહે,

ફરહાન-ઝોયા, રાજુ હિરાણી અને અયાન મુખરજીની ફિલ્મો જેવા
પાક્કા ભાઇબંધ મળતા રહે,
સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ તમે સદા તમારા ફેમિલીની સાથે રહો,

સુખના દિવસો  ફિલ્મોની જેમ વર્ષમાં એકાદ વાર નહીં, બલ્કે  વારંવાર આવતા રહે,

તમારી લાઈફ દીપિકા-પ્રિયંકા-શ્રદ્ધાની જેમ ખૂબસુરત રહે...


એવી મારી 70 mmની ટેક્નિકલર શુભેચ્છાઓ!
************************************

*****************************
ધડ ને માથું એટલું કાફી નથી,
માત્ર હોવું એટલું કાફી નથી.
 
મુક્તિ માટે કંઇ ખુલાસા જોઇએ,
પ્રાણ ત્યાગું એટલું કાફી નથી.
 
કૈંક સોંસરવું ઊતરવું જોઇએ,
માત્ર લખવું એટલું કાફી નથી.
 
માત્ર તારે માટે જીવ્યે જાઉં છું,
બોલને, શું એટલું કાફી નથી?
 
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું અને તું’ એટલું કાફી નથી?