किस्सा रफ़ काॅपी का📓
_________
हर सब्जेक्ट की काॅपी अलग अलग बनती थी,
परंतु एक काॅपी ऐसी थी जो हर सब्जेक्ट को सम्भालती थी।
उसे हम रफ़ काॅपी कहते थे।
यूं तो रफ़ काॅपी का मतलब खुरदुरा होता है।
परंतु वो रफ़ काॅपी हमारे लिए बहुत कोमल होती थी।
कोमल इस सन्दर्भ में कि उसके पहले पेज पर हमें कोई इंडेक्स नहीं बनाना होता था, न ही शपथ लेनी होती थी कि, इस काॅपी का एक भी पेज नहीं फाडे़ंगे या इसे साफ रखेंगे।
उस काॅपी पर हमारे किसी न किसी पसंदीदा व्यक्तित्व का चित्र होता था।
उस काॅपी के पहले पन्ने पर सिर्फ हमारा नाम होता था और आखिरी पन्नों पर अजीब सी कला कृतियां, राजा मंत्री चोर सिपाही या फिर पर्ची वाले क्रिकेट का स्कोर कार्ड।
उस रफ़ काॅपी में बहुत सी यादें होती थी।
जैसे अनकहा प्रेम,
अनजाना सा गुस्सा,
कुछ उदासी,
कुछ दर्द,
हमारी रफ काॅपीमें ये सब कोड वर्ड में लिखा होता था
जिसे कोई आई एस आई
या
सी आई ए डिकोड नहीं कर सकती थी।
उस पर अंकित कुछ शब्द, कुछ नाम कुछ चीजें ऐसी थीं, जिन्हें मिटाया जाना हमारे लिए असंभव था।
हमारे बैग में कुछ हो या न हो वो रफ़ काॅपी जरूर होती थी। आप हमारे बैग से कुछ भी ले सकते थे पर वो रफ़ काॅपी नहीं।
हर पेज पर हमने बहुत कुछ ऐसा लिखा होता था जिसे हम किसी को नहीं पढ़ा सकते थे।
कभी कभी ये भी होता था कि उन पन्नों से हमने वो चीज फाड़ कर दांतों तले चबा कर थूक दिया था क्योंकि हमें वो चीज पसंद न आई होगी।
समय इतना बीत गया कि, अब काॅपी ही नहीं रखते हैं।
रफ़ काॅपी जीवन से बहुत दूर चली गई है,
हालांकि अब बैग भी नहीं रखते हैं कि रफ़ काॅपी रखी जाए।
वो खुरदुरे पन्नों वाली रफ़ काॅपी अब मिलती ही नहीं।
हिसाब भी नहीं हुआ है बहुत दिनों से, न ही प्रेम का न ही गुस्से का, यादों की गुणा भाग का समय नहीं बचता।
अगर कभी वो रफ़ काॅपी मिलेगी उसे लेकर बैठेंगे,
फिर से पुरानी चीजों को खगांलेगें,
हिसाब करेंगे और
आखिरी के पन्नों पर राजा, मंत्री, चोर, सिपाही खेलेंगे।
वो 'नटराज' की पेन्सिल, वो 'चेलपार्क' की स्याही, वो महंगा 'पायलेट' का पेन और जैल पेन की लिखाई।
वो सारी ड्राइंग, वो पहाड़, वो नदियां, वो झरने, वो फूल, लिखते लिखते ना जाने कब ख़त्म हुआ स्कूल।
अब तो बस साइन करने के लिए उठती है कलम, पर आज न जाने क्यों वो नोटबुक का वो आखिरी पन्ना याद आ गया जैसे उस काट - पीट में छिपा कोई राज ही टकरा गया।
जीवन में शायद कहीं कुछ कम सा हो गया। पलके भीगी सी है, कुछ नम सा हो गया। आज फिर वक्त शायद कुछ थम सा गया।
क्या आपको याद है आपकी वो रफ़ काॅपी📙
***********************
કોઈના આંસુ લૂછવાની
મજા કંઈક ઔર છે,
બા ને ઓછું સંભળાય છે,
પણ કેમછો પૂછવાની
મજા કંઈક ઔર છે.
ભલે પડખા ફેરવી ને સુતા હોઇએ
ઝગડા પછી અડધી રાતે ઉઠીને
ચાદર ઓઢાડવાની
મજા કંઈક ઔર છે.
હા વઢસે હજી ને ગુસ્સો પણ કરશે
અને કંઈ બોલી પણ નહીં શકો,
પરંતુ કોઈને મનાવવાની ઉંમરે
પિતાથી રીસાવાની
મજા કંઈક ઔર છે.
બાકી ભલે ભડભાદર થઇ ફરતા
હો આખા ગામમાં,
ક્યારેક
ભાંગી પડો તો માંના ખોળામાં
ડુસકા સાથે રડવાની
મજા કંઈક ઔર છે.
નહીં ગળે મળી શકો હવે
કે નહીં એને વઢેલા શબ્દો
પાછા લઇ શકો,
બસ ભીની આંખે
બેનની રાખડીને ચૂમવાની
મજા કંઈક ઔર છે.
કાયમ કંઈ ભેગો નથી રહેવાનો,
એને પણ એની જવાબદારીઓ છે,
દોસ્ત જયારે પણ મળે
બે ગાળ દઈ દેવાની
મજા કંઈક ઔર છે.
હા,દોસ્તોએ કાયમ
મારા આંસુઓને ખભો ધર્યો છે,
આમ તો
બધી અંગત વાતો છે
પણ કહી દેવાની
મજા કંઈક ઔર છે.
******************************
"ધડપણ નો બળાપો "
બાળકે દાદાને પૂછ્યું
"ધડપણ એટલે શું દાદુ?"
દાદા -- 'ચા' તારી મમ્મી (દાદા ના દીકરા ની વહુ ) ને સમય મળે ત્યારે બનાવે ને ત્યારે પીવા મળે તે ધડપણ.
- 'ચા' નો કપ લેતા હાથ ધ્રુજે તે ધડપણ.
- ધ્રુજતા હાથે 'ચા' પિતા થોડી ઢોળાય ને જાતે પોતું મારવું પડે નય તો તારી મમ્મી રાડું નાખશે તે ધડપણ.
- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ધડપણ.
- નાહી ધોઈને તૈયાર થઈને બહાર વહ્યું જવાનું ને જમવા ટાણે ઘેર આવાનું તે ધડપણ.
- બપોરે જમીને સૌથી ઉપર પતરા વાળીને પંખા વગર ની રૂમમાં 4 વાગીયા સુધી ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનું તે ધડપણ.
- ને પછી નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય પણ જોઈને રાજી થવાનું ને પેટ ને મનાવી લેવાનું ને સાંજ સુધી બહાર રેવાનું તે ધડપણ.
- અન્તે દાદાએ કહયું કે બેટા "ધડપણ બોવ ખરાબ છે કોઈને કરચલી વાળી ચામડી ને ધ્રુજતા હાથમાં રસ જ નથી સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો બેટા અંદર હજી એક જુવાન દાદો જીવે છે જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે
(હજી તો બોવ બધું દાદુએ કીધું દીકરાને પણ અમુક તો લખવામાં પણ મોઢું ફેરવીને અથવા હાથ માં રૂમાલ રાખી ને લખવું પડે તેવું છે)
-અજ્ઞાત
*******************
એક સાંજે મળવું છે તમને !
ટેબલ પર વેર વિખેર પડેલી મારી જાતને બંને હાથે સમેટીને તમારામાં ક્યાંક ગોઠવી દેવાનો ઈરાદો છે. જગ્યા છે ને તમારામાં ?
ટચ સ્ક્રીનના સ્પર્શથી ટેવાઈ ગયેલા ટેરવાંઓને મારે સંવેદનાઓના ટ્યુશનસ કરાવવા છે. મોબાઈલની ટચ સ્ક્રીન મારા ટેરવાંઓ માટે રેફ્રીજરેટર જેવું કામ કરે છે. ટેરવાંઓ થીજી ગયા છે. મારા ટેરવાંઓને તમારામાં થોડું ઓગળવું છે. એક સાંજે મળવું છે તમને.
મારા ખોદકામ વખતે પાયામાં મેં થોડી એકલતા વાવેલી. તે જુઓને આજે વળી મારામાં ખાલીપો ઉગ્યો છે. સાંભળ્યું છે તમારામાં મેળો ભરાય છે. આ ખાલીપાને થોડી વાર ચકડોળમાં બેસાડવો છે. આ જાતને આંગળીએથી છુટ્ટા પડીને થોડી વાર તમારી જાતમાં ભળવું છે. એક સાંજે મળવું છે તમને.
આંખોમાં આ વર્ષે પણ વરસાદ થયો નહિ. કેટલાય વર્ષોથી આંખોમાં દુષ્કાળ પડેલો છે. તમે તો જાદૂગર છો. તમને મળીશ તો કદાચ તમે આંખોમાં થોડા દરિયાઓ નાંખી દેશો. કેટલાય વર્ષોથી આંખોમાં ઉનાળો બેઠો છે. આંખોને થોડું પલળવું છે. એક સાંજે મળવું છે તમને.
આ કોરા કટ્ટ જીવતર પર એક ગઝલ લખાવવી છે. સાંભળ્યું છે તમે તો આંખોથી લખો છો. તમે લખેલી કવિતાઓ સાથે આ કાગળને પણ થોડું ઝળહળવું છે. એક સાંજે મળવું છે તમને.
-ડૉ.નિમિત ઓઝા
*******************
માનવીની તાકાત નહીં"
----------------------------
પક્ષી બનાવે માળો,
માનવી પણ બનાવે બંગલો,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી પ્રતિવર્ષ બનાવે નવો માળો,
માનવીની એ તાકાત નહીં.....(1)
પક્ષી પ્રેમથી બચ્ચાં જણે;
માનવીનો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
પાંખો ફૂટે,પક્ષી બંધનમુક્ત થાય,
માનવીની એ તાકાત નહીં.....(2)
નિજ શિશુ કાજ પક્ષી કણ કણ ભેગા કરે,
માનવી નો પણ એજ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ પણ માળે શોધ્યો ના જડે,
માનવીની એ તાકાત નહીં.....(3)
પેટ કાજે પક્ષીઓ દેશાવર ઉડે,
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ મળે સંતુષ્ટ પક્ષીઓ આનંદે ઝૂમે,
માનવીની એ તાકાત નહીં.....(4)
જીવનના અંતે પક્ષી મરે,
માનવી પણ મૃત્યુથી ડરે,
તો પછી એ બે માં ભેદ શું ?
પક્ષી મૃત્યુનો ક્યાંય કકળાટ નહીં,
માનવીની એ તાકાત નહીં.....(5)
******************
તું એટલે ...
મારા માટે ન બનેલું મારુ નસીબ...
તું.......એટલે
મારી આવતીકાલનું જીવવાનું બહાનું ........
તું.....એટલે
મારામાંથી મારું બાદ થવું
ને મારામાં તારો સરવાળો ...........
તું......એટલે
ગમતીલી શેરીમાં ફરવાનું બહાનું .........
તું......એટલે
મારી આંખમાં આંજેલુ એક નામ .........
તું......એટલે
મારી ગમતી સફરનું પૂર્ણ વિરામ ...........
તું......એટલે
મારી હથેળીમાં રહેલી અદ્રશ્ય રેખા .........
તું......એટલે
શિયાળાના ગુલાબી તડકાનો પર્યાય .........
તું .....એટલે
મારા અસ્તિત્વમાંથી મારું ગાયબ થવું ........
તું......એટલે
મારા અસ્તિત્વનો પડછાયો .........
તું.....એટલે
કવિતાનું બીજું નામ .......
તું....એટલે
પ્રાત:કાળે ઇશ્વર થી પણ પહેલા જે યાદ આવે એ
તું.....એટલે
મારો સમાનાર્થ.....
તું.....એટલે
મારી એકલતાનો સથવારો ....
તું.....એટલે
હર ચહેરામાં તને શોધતી મારી નજરનું બહાવરાપણુ ..
તું.....એટલે
મારા થાકનો વિસામો ...
તું...એટલે
હું ........
**************************