Saturday, August 12, 2017

WhatsApp Collection 15

એડમીશનની જાળ

આંટી ઘુંટી એડમીશનની જાળ માં એવા જકડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

સાવ બની મા બાપ બિચારા ક્યાં ના ક્યાં જઈ  રખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

પોતે સૌ  શિક્ષણના રાજા ને સીસ્ટમ  અંધેરી
કાં  તો સીધું ખિસ્સું કાપે, કાં તો લે ખંખેરી
કઈ રીતે  ડોનેશન દેશું ? એમાં વાસણ ખખડે છે
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

ડોક્ટર,એન્જીનીઅર,એમબીએ,બીસીએ, કે સીએ
નાટા,સીમેટ,ગેટ,કેટ સૌ લોહી મજાનું પીએ
જાણે કે સો બાજ વચાળે એક કબુતર ફફડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .

ક્યાં ગઈ વિદ્યા ? વ્હાલ ગયું ક્યાં ? ગુરુ શિષ્યનો નાતો ?
ના ના વિદ્યાપીઠ નથી આ કેવળ ધંધો થાતો
એક ખુણામાં ઉભો ઉભો વડલો એવું  બબડે છે.
સરસ્વતીના કાંઠે બેસી માછલીઓ સૌ પકડે છે .    

–કૃષ્ણ  દવે
*******************
બાકી જિંદગીથી કોઈ ફરિયાદ નથી ,
બસ છેલ્લે ક્યારે મજા આવી એ યાદ નથી,
વ્યસ્તતા એ માજા મૂકી છે બરાબર,
છેલ્લે ક્યારે રજા આવી એ યાદ નથી,
આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ,
ખરી ગયું એ પાણી , એ યાદ નથી,
યાદ છે આપવાના કોને કેટલા મારે,
કેટલી છે ઉઘરાણી ,એ યાદ નથી,
આમ તો સતત હાસ્ય રાખું છું ચહેરા પર,
સાચ્ચે હસ્યો તો ક્યારે એ યાદ નથી,
જે વરસાદમાં હું ભીંજાયો હતો દિલથી,
એ વરસ્યો તો ક્યારે એ યાદ નથી,
જીવતા જીવતા ઈચ્છાઓને બધાની,
ક્યારે હું મને જ ભુલ્યો એ યાદ નથી,
ઉભો નથી કતારમાં તારા મંદિરેઈશ્વર,
પણ તને હું ભુલ્યો એવી ક્ષણ યાદ નથી,
****************************************
કચ્છી નૂતન વર્ષની લખ લખ વધાઈયા..!!
સહુ ને અષાઢી બીજ ની શુભકામનાઓ 💐🌸🌷
~~~~~~
ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
– અમૃત ‘ઘાયલ’
**********************************
એક સુંદર છોકરી એક મેડિકલ સ્ટોરની બહાર ઘણી વારથી ઊભી હતી.
મેડિકલ સ્ટોરમાં ગીરદી ઓછી થવાની તે રાહ જોતી હતી.
.
સ્ટોરનો માલિક તેને શંકાની નજરે જોતો હતો.
થોડીક વાર પછી સ્ટોરમાં ગીરદી ઓછી થઈ.
.
એટલે તે સુંદર છોકરી મેડિકલ સ્ટોરની અંદર ગઈ અને એક સેલ્સમેનને ખૂણામાં બોલાવ્યો.....
સ્ટોરનો માલિક સાવધ થઈને એ તરફ જોવા લાગ્યો.

છોકરીએ હળવેકથી પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને સેલ્સમેનના હાથમાં આપીને બોલી,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
'ભાઈ, મારા લગ્ન એક ડોક્ટર સાથે નક્કી થયા છે. આજે તેણે પહેલી વાર મને લવલેટર મોકલ્યો છે. જરા વાંચી બતાવોને...'
************************************************************
આંખો મારી ચૂવે હૈયું વરસે અનરાધાર
હવે તો મળવાનું વિચાર!

તું જે રોપી ગ્યો’તો એ ચંપો જો ફૂલ્યોફાલ્યો,
વાટ નીહારું હું, ને એ તારી વાટે પથરાયો,
અને હવે તો મે પણ વાવ્યો ડોલરીયો...સરકાર!
હવે તો મળવાનું વિચાર!

તું આવે તો સૂરજ ઘરના ટોડલીયે બેસાડું,
ચાંદલીયાના તેજે આખ્ખું આંગણીયું લિંપાવું,
પરસાળે મુકાવું રુડી પતંગીયાની હાર...
હવે તો મળવાનું વિચાર!

સાજણ સાજણ કરતા સૂક્યાં આંખડીયુના કૂવા,
'તું ભૂલ્યો' વિચારે મારા થરથર કાંપે રુંવા
સાચ્ચેસાચ્ચું કહું? તું મારા શ્વાસ તણો ધિરધાર...

હવે તો મળવાનું વિચાર!!!!!!
******************************************