Saturday, October 29, 2016

29-10-2016

રંગોળી માં પૂરજો રંગ સરસ....
કે રંગીન થઈ જાશે ધનતેરસ....

રહેજો હંમેશા લાગણી ને વસ...
કે શુભ થઈ જાશે કાળીચૌદસ....

સળગાવી નાખજો નફરત ની પાળી...
કે ચમકાવતી જાશે જીંદગી દીવાળી...

રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ...
કે ખરેખર ખીલી જાશે નૂતનવર્ષ...

સંબંધોમાં કદી રાખવી ન ખીજ...
કે ઉમંગોથી છલકી જાશે ભાઈબીજ...

દિલ થી દિલ સુધી બાંધજો બ્રીજ...
કે મહેકતી રહેશે હંમેશા ત્રીજ...

હરખ થી થઈ જવા લોથપોથ...
કે ખુશીઓ થી ભરાઈ જાશે ચોથ...

"સ્નેહ" ની મુલાયમ પાથરી જાજમ...
વીતાવજો એકમેકથી લાભ પાંચમ...
*****************************************