સુરતી ભાષાની મજાનો અનુભવ વાંચીને કરો
સુધ્ધ અને ટાજી હૂરટી ભાસાની હુવાસ
સંસ્કારનગરી વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગરણ માંડયાં...
કન્યાઓ જોવાનું શરૂ કર્યું. બેટર ચોઈસ અને વાઈડ સિલેક્શન માટે એમણે..
'ડક્સીન ગુજરાટ'ના સુરત શહેર તરફ નજર દોડાવી,
કુંડળી મેચ થઈ. પરિવારો અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને સુરત જોવા જવા નીકળ્યા...
સરનામું કતારગામ રોડનું હતું.
પણ રિક્ષાવાળાને 'ટ્રનેક' વાર સમજાવ્યું ત્યારે એ બોલ્યો, "એમ કેવની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ."
છેવટે રિક્સાવાળાએ બરાબર 'થેકાને' પહોંચાડયા.
ભાવિ સસરાની એક જ શરત હતી,
"પોયરો કાંડા-લહણ ખાટો ની જોઈએ."
એટલે..
મીતકુમારે પોતે કાંદા લસણ ખાય છે
એ છુપાવવાનું હતું.
ભાવિ સસરાના ઘરે ડોરબેલ વગાડતાં બારણાના જાળિયાનું તાળું ખોલી જમાઈને આવકારવામાં આવ્યા.
સસરા તાડુક્યા "બાન્ને ટાલું મારી ડે.
ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય."
આવા સન્માન પછી સસરાએ ઘરનોકરને કહ્યું,
"ડોફા! હોફા હાફ કરની ટો જમાઈરાજની પૂંઠે બઢી હૂરટની ઢૂલ લાગી જહે."
હોફા હાફ થીયો એટલે જમાઈએ પૂંઠ ટેકવી.
સસરાએ કિચન તરફ જોઈ બૂમ પાડી,
"ઈંડુ ટૈયાર છે?"
મીતકુમાર હચમચી ગયા.
વાત તો થઈ હતી કે કાંદા લસણનો બાધ છે અને આ લોકો સવારની પહોરમાં ઇંડુ પીરસવાની વાત કરતા હતા.
મીતકુમારને થયું કે સસરા એની પરીક્ષા લઈ રહ્યા છે
એટલે મીતકુમાર બને તેટલી શાંતિથી બોલ્યા,
"ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે!"
સસરા 'અકરાયા', "અરે!
ઇંડુ પસંડ ની મલે તો હું કામ હૂરટ હુઢી લામ્બા ઠિયા?"
આ સંવાદ સાંભળી સાસુજી બહાર ઘસી આવ્યાં,
"ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય?
આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?"
મીતકુમારને સમજાયું નહીં કે સવારની પહોરમાં ઇંડુ ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય!
છતાં મીતકુમાર બોલ્યા,"સોરી!"
સસરા હજુ ગુસ્સામાં હતા, "તમારી સોળીની હું અમારે હોળી કરવાની?
ગ્નાટીના મેરામાં અમે કેયું કે અમને 'મીટ' ચાલહે..
તો ટમારાં મમ્મી પપ્પાએ બી કેયું કે અમારે 'ઇંડુ' ચાલહે, પછી હવે હેના પલટી મારો!"
બે વૈષ્ણવ વેવાઈએ વચ્ચે એગ અને મટન ચાલે એવો સંવાદ થાય એ મીતકુમારની અલ્પબુદ્ધિ માટે કલ્પના બહારનું હતું...
સસરાએ હાથ જોડયા,
"ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ!"
મીતકુમારને થયું કે ઇંડુ ખાવામાં બાધ છે,
જોવામાં નથી. એટલે હકારસૂચક હા પાડી.
સસરાને 'શાન'ના શાકાલ ની જેમ 'ત્રન ટાલી' પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈ આવી...
ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે?
ત્યાં જ સાસુ બોલ્યાં, "મોં મીથું કરો!"
ચોંક્યા,
'સ્વીટ એગ્સ?'
સૂગ કરતાં ક્યુરિયોસિટી વધી જતાં મીતકુમારે એ
ગોળાકાર 'ઇંડા'ને પકડી સૂંઘી જોયું.
સસરાએ ખુલાસો કર્યો, "રસગુલ્લા છે."
બોલ્યા, "તમે તો ઈંડુ ઇંડુ કરતાં હતા ને!"
સાસુએ કહ્યું, "ટે આ રેઈ અમારી ઇંડુ ઉર્ફે ઇંડ્રાવટી,
ટમે જેને નિહારવા આવ્યા ટે ટમારી હામ્મે ઊભી!"
મીતકુમારે આદુંવટી અને ઘનવટી જોઈ હતી પણ ઇંડ્રાવટી પહેલી વાર જોઈ.
એ ઇંદ્રાવતીના રૂપના પ્રકાશમાં એકસાથે બધી ટયુબલાઇટ ઝબકી.
સસરાજી 'ઇંડુ તૈયાર છે?' નહીં પણ'ઇન્દુ તૈયાર છે?' એમ પૂછતા હતા. અને પોતે એમ કહ્યું કે અમારા પરિવારમાં 'ઇંડુ' ન ચાલે ત્યારે આ હૂરટીઓ 'ઇન્દુ' ન ચાલે એમ સમજ્યા હતા..
અને સસરા અમને 'મીટ' ચાલહે એમ કહીને 'મીત પસંદ છે' એવું કહેવું હતું!
કેટરીના અને દીપિકાને હંફાવે એવી ઇન્દુને જોઈને અને આ સ્પષ્ટતા થતાં મીતકુમારનો શ્વાસ હેઠો બેઠો.
ત્યાં જ સસરાજી બોલ્યા, "તમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે.
એ આવી જાય એટલે..
ચીકનપૂરી ખાઈ લઈએ."
મીતકુમારે ચીકનપૂરી નામની વાનગી લંચમાં ખાવાની કલ્પના નહોતી કરી.
પણ ના કેવી રીતે પાડવી?
એ તો શીખંડપૂરી પીરસાયાં ત્યારે જ ખબર પડી કે વાનગી પ્રાણીજન્ય હતી પણ વર્જ્ય નહોતી.
અંટે મીટે કહી ડીઢુ કે મને ઈંડુ પસંડ છે.
મુખવાસમાં સસરાજીએ પોટાના વિસાર અનુભવના આઢારે કવિટા હંભરાવી.
પન્ની ને પહટાય ટો કે'ટો ની
વાહણ જો અઠડાય ટો કે'ટો ની
હમનાં ટો કે'ટો છે,
પાંપન પર ઊંચકી લેંઉ
પછી માથે ચડી જાય ટો કે'ટો ની
હમનાં ટો પ્યાર જાને રેહમની ડોરી
એના પર લૂગડાં હૂકવાય ટો કે'ટો ની
એની આંખોના આભમાં પંખીના ટોરાં
પછી ડોળાં ડેખાય ટો કે'ટો ની
હમ ટુમ ઔર ટનહાઈ,
બઢું ઠીક મારા ભાઈ
પછી પોયરા અઠ્ઠાઇ તો કેટોની
કે'ટો ની...
('મુખવાસ'- રઇસ મનીયાર ની રજા વગર )
(સંગીતમય મુખવાસ સાંભળવા માટે નીચેનો Audio જુઓ )
😜🤓😎
******************************
What is Success?
At the age of 4 years ... Success is.....
That you do not urinate in your pants,
At the age of 8 years ... Success is.....
To know the way back home.
At the age of 12 years, success is........
To have friends.
At the age of 18 years, success is.......
To get a driver's license.
At the age of 23 years, success is.......
To graduate from a university.
At the age of 25 years, success is........
To get a job
At the age of 30 years, success is........
To be a family Man.
At the age of 35 years, success is........
To make money.
At the age of 45 years, success is.......
To maintain the appearance of a young man.
At the age of 50 years, success is.......
To provide good education for your children.
At the age of 55 years, success is...
To still be able to perform your duties well.
At the age of 60 years, success......
To still be able to keep driving license
At the age of 65 years, success is.......
To live without disease.
At the age of 70 years, success is........
To not be a burden on any one.
At the age of 75 years, success is........
To have old friends.
At the age of 80 years, success is.......
*To know the way back home.*
Life is a cycle
Good Morning.
Namah Shivay
*************************