જૈન પર્યુષણ નિમિતે અેક કવિતા.. .
વીત્યા વરસમાં મેં ઘણાને દૂભવ્યા હશે... 😔
કોઈ નયન મારા થકી ભીનાં થયાં હશે... 😢
મારા થકી ઘવાયું હશે કોઈનું સ્વમાન ...😏
ક્યારેક હું ફર્યો હઈશ આપીન જબાન .... 🤔
ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હઈશ... 😛
ન બોલવાનું કેટલું બોલી ગયો હઈશ... 🙄
નહીં મળવાના મેં બહાનાઓ કાઢયા હશે હજારો.. 🤗
બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર... 😇
કોઈને માથે ઊભો હઈશ હું બનીને બોજ ...😁
કોઈના નીચાજોણામાં લીધી હશે મેં મોજ ... 😬
કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા વખાણ.... 👌🏻
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેચતાણ.... 😳
આજે રહી રહીને બધું યાદ આવે છે... 🤒
નીતર્યા હૃદયના દ્વારથી એક સાદ આવે છે... 👍🏻💓
કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં... 💞
મનમાં અહંમની કેવી દિવાલો ચણી છે મેં... 💔
માફી તમારી માંગતા લાગે છે બહુ શરમ... 😴
આથી જ કહું છું દૂરથી "મિચ્છામી દુક્કડમ" 👏🏻
એને સ્વીકારજો તો બધે મહેંક થઇ જશે.... 🙏🏻🌹💐
મારા જીવન પર આંસુનો અભિષેક થઇ જશે 😊😊
********************
ક્ષમાપના
મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
સુખી-શ્રીમંતો, ધનવાન સાથે નિર્ધનને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
સગાં-સંબંધી ને મિત્રોને સાથે શત્રુને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
ગુરુઓ ને સંતોને વંદન કરીને, શ્રદ્ધાથી કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
જીવનમાં જયારે તોફાન આવે, પ્રભુજીને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
જાણ્યે-અજાણ્યે કોઇ મન દુભાવે, તો એને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.
વાણી પછી એનું વર્તન જરૂરી, નહીં તો નિરર્થક છે: મિચ્છામિ દુક્કડમ્.
મોહ ને માયામાં જીવન ફસાયું, મુક્તિનો મારગ છે: મિચ્છામિ દુક્કડમ્.
આ તો તપસ્યાનું પહેલું ચરણ છે, અગ્નિ-પરીક્ષા છે: મિચ્છામિ દુક્કડમ્.
જીવનમાં ડગલે ને પગલે છે કાંટા, છે ફૂલ સુંદર: મિચ્છામિ દુક્કડમ્
બે શબ્દ નાના, મહિમા છે મોટો, મહાવીરની વાણી છે: મિચ્છામિ દુક્કડમ્.
ક્ષમા યાચવામાં સંકોચ શાને? કલ્યાણકારી છે: મિચ્છામિ દુક્કડમ્.
દિવ્ય ધ્વનિનો નાદ ગજાવો. સૌ સાથે બોલો: મિચ્છામિ દુક્કડમ્.

- અરવિંદ કરસનદાસ રૂખાણા
*******************************