. ચાલ, પર્વત પર ચડીને
ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે
તો તિરાડો પાડીએ.
એક ચાંદો આભમાં
બીજો અગાશીમાં ઊગ્યો
બેઉમાંથી કોને સાચો,
કોને ખોટો પાડીએ ?
બાળપણ-યૌવન-બૂઢાપો
વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક,
ચાલ, પડદો પાડીએ.
ભૈ આ મારી નામના છે
શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી
કે ભાગ અડધો પાડીએ.
હા, ખલીલ એવું કશું કરીએ
સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ, પરપોટામાં ગોબો પાડીએ
***************************************
ખૂબ ચીસો પાડીએ,
જો આ સન્નાટો ન તૂટે
તો તિરાડો પાડીએ.
એક ચાંદો આભમાં
બીજો અગાશીમાં ઊગ્યો
બેઉમાંથી કોને સાચો,
કોને ખોટો પાડીએ ?
બાળપણ-યૌવન-બૂઢાપો
વેશ સૌ ભજવી ચૂક્યા,
થૈ ગયું પૂરું આ નાટક,
ચાલ, પડદો પાડીએ.
ભૈ આ મારી નામના છે
શી રીતે વહેચું તને,
બાપની મિલકત નથી
કે ભાગ અડધો પાડીએ.
હા, ખલીલ એવું કશું કરીએ
સૌ ચોંકી ઊઠે,
થઇ શકે તો ચાલ, પરપોટામાં ગોબો પાડીએ
***************************************