Saturday, April 16, 2016

16-04-2016

मैं रूठा, तुम भी रूठ गए
फिर मनाएगा कौन ?
आज दरार है, कल खाई होगी फिर
भरेगा कौन ?
मैं चुप, तुम भी चुप
इस चुप्पी को फिर
तोडेगा कौन ?
बात छोटी सी लगा लोगे दिल से,
तो रिश्ता फिर
निभाएगा कौन ?
दुखी मैं भी और तुम भी बिछड़कर,
सोचो हाथ फिर
बढ़ाएगा कौन ?
न मैं राजी, न तुम राजी,
फिर माफ़ करने का बड़प्पन
दिखाएगा कौन ?
डूब जाएगा यादों में दिल कभी,
तो फिर धैर्य
बंधायेगा कौन ?
एक अहम् मेरे, एक तेरे भीतर भी,
इस अहम् को फिर
हराएगा कौन ?
ज़िंदगी किसको मिली है सदा के लिए ?
फिर इन लम्हों में अकेला रह
जाएगा कौन ?
मूंद ली दोनों में से गर किसी दिन एक ने आँखें....
तो कल इस बात पर फिर
पछतायेगा कौन?
सुप्रभात।।
*********************
ભૂલો ભલે શોપિંગ  બધું,
પતિ પરમેશ્વર ને ભૂલશો નહિ.
ચૂકવ્યા અગણિત બીલ તેણે,
એ કદી વિસરશો નહિ.

ચંપલ ધસ્યા બાટા તણા,
ત્યારે પામ્યા તમ થોબડું.
એ ભોળા ભાયડા નાં કાળજાં,
કઠણ બની છુંદશો નહિ.

કાઢી પાકીટથી રૂપિયા,
હાથમાં   દઈ ઉજળા કર્યા.
પાર્લરનાં પૈસા દેનાર સામે,
ઝેર જરા ઉગળશો નહિ.

ખોટા લડાવ્યાં લાડ તમને,
કોડ સાળીઓના પુરા કર્યા.
એ  લાડ લડાવનાર લાડજીના,
ઉપકારને ભૂલશો નહિ.

લાખો રૂપાળા હો ભલે,
સાસરીયા તમારાથીના ઠર્યા.
એ સંસ્કાર બધા તમારા રાખ છે,
એ માનવું ભૂલશો નહિ.

પતિ પરમેશ્વરથી સેવા ચાહો,
પત્નીં બની સેવા કરો.
ગીવ એન્ડ ટેઈકની,
એ ભાવના ભૂલશો નહિ.

ભો પથારી કરી અને,
પંલગ સુવડાવ્યા આપને.
એ બાયડી ધેલા ધેલાજીને,
ભૂલીને ભીંજવશો નહિ.

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહ પર.
એ રાહબરના રાહ પર,
કંટક કદી બનશો નહિ.

ધન ખરચતાં મળશે બધું,
પતિ પરમેશ્વર મળશે નહિ.
કાળજા વગરના કંથ એ ચરણની,
ચાહના ભૂલશો નહિ..!!
*******************
“ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર”

આંખરૂપી કૅમરા ગોઠવ્યા,

કાનરૂપી રિસીવર આપ્યા,

હાર્ડડિસ્ક મૂકી દિમાગમાં,

હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,

લોહીને બનાવ્યુ ઈંધણ,

ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,

ને પછી લાંબી પાઈપલાઈન,

હાડમાંસથી બૉડી બનાવી,

કવર ચઢાવ્યુ ચામડીનુ,

કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,

હવાની લેવડદેવડ માટે ફેફસા,

જે ઇનપુટની લાઈન મૂકી  તે જ

આગળ જઈ આઉટપુટની લાઈન,

વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,

અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે 

કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,

લાખ લાખ વંદન છે તમને !

આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી,

પણ  લાગણી કેવી રીતે બનાવવી,

પ્રેમ કેવી રીતે બનાવવો,

આત્મા ક્યાંથી લાવવો ,

અમુક વસ્તુઓમાં હજુ  મોનોપોલી છે ઈશ્વરની અને રહેશે સદા…!!!

—અજ્ઞાત
*********************