Wednesday, February 24, 2016

24-02-2016

એક સમજુ પિતાનો પાતાના દિકરા માટે લખેલો પત્ર....

પ્રિય પુત્ર,
આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું ..
૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાણી  શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય .

૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે.

૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવનથી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે

૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર ન  કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રહેવું  . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રહેવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધાનો સારા વ્યવહાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળમાં કોઈ ને સારા મિત્ર  માની નો લેવા.

૨) દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રહેતા  શીખજે .

૩) જીન્દગી  ટૂંકી છે. જો તું આજનો દિવસ વેડફીસ  તો કાલે તને જીન્દગી પૂરી થતી લાગશે. તો જીન્દગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર.

૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું.

૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીદ્યા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો.

૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીન્દગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે.

૭) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે.

૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ.

૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપણે  સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપણે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.

મિત્રો જો આ વાક્યો સોનેરી લાગ્યા હોઈ તો એક વધુ માં શેર કરજો.
***************************************
आओ मिलकर आग लगाएं
नित-नित नूतन स्वांग करें,
पौरुष की नीलामी कर दें
आरक्षण की मांग करें ..

पहले से हम बंटे हुए हैं
और अधिक बंट जाएँ हम,
सौ करोड़ हिन्दू हैं मिलकर
इक दूजे को खाएं हम ..

देश मरे भूखा चाहे पर
अपना पेट भराओ जी,
शर्माओ मत, भारत माँ के
बाल नोचने आओ जी ..

तेरा हिस्सा मेरा हिस्सा
किस्सा बहुत पुराना है,
हिस्से की रस्साकसियों में
भूल नही ये जाना है ..

याद करो ज़मीन के हिस्सों
पर जब हम टकराते थे,
गज़नी कासिम बाबर
मौका पाते ही घुस आते थे ..

अब हम लड़ने आये हैं
आरक्षण वाली रोटी पर,
जैसे कुत्ते झगड़ रहे हों
कटी गाय की बोटी पर ..

हमने कलम किताब लगन
को दूर बहुत ही फेंका है,
नाकारों को खीर खिलाना
संविधान का ठेका है ..

मैं भी पिछड़ा, मैं भी पिछड़ा
कह कर बनो भिखारी जी,
ठाकुर पंडित बनिया सब के
सब कर लो तैयारी जी ..

जब पटेल के कुनबों की
थाली खाली हो सकती है,
कई राजपूतों के घर भी
कंगाली हो सकती है,

बनिए का बेटा रिक्शे की
मज़दूरी कर सकता है,
और किसी बामन का बेटा
भूखा भी मर सकता है,

आओ इन्ही बहानों को
लेकर, सड़कों पर टूट पड़ो,
अपनी-अपनी बिरादरी का
झंडा लेकर छूट पड़ो,

शर्म करो, हिन्दु बनते हो
नस्लें तुम पर थूंकेंगी,
बंटे हुए हो जाति पंथ में
ये ज्वालायें फूकेंगी ..

मैं पटेल हूँ मैं गुर्जर हूँ
लड़ते रहिये शानों से,
फिर से तुम जूते खाओगे
गजनी की संतानो से ..

ऐसे ही हिन्दू समाज के
कतरे कतरे कर डालो,
संविधान को छलनी कर के,
गोबर इसमें भर डालो ..

राम राम करते इक दिन
तुम अस्सलाम हो जाओगे,
बंटने पर ही अड़े रहे तो
फिर गुलाम हो जाओगे ..
*****************************
સહેતા રહે એમને, ખમવુ પડે છે,
સદા જે નમે, એમને નમવું પડે છે,

કરી પ્રેમ, હારેલ બાજી જીતશે,
કે સાબીત તેને,ખુદને કરવુ પડે છે,

જરા સાદ બુલંદ, સ્ત્રી જો કરી લે,
પછી, આ જગતનેય ડરવું પડે છે,

કદી ક્યાંય, નફરત નથી જીતવાની,
નવુ, પ્રેમને રૂપ ધરવું પડે છે,

રડે કોઇ બાળક, અહીં દુધ સાટુ,
જો હકનુ મળે નહિ, તો રડવુ પડે છે,

નથી માવતર, એમને પૂછજો કે,
કિડાની જેમ, જીવવુ ને મરવુ પડે
************************