Saturday, June 24, 2023

હસો ભલે પણ હસવામાં જીંદગી  ચાલી જાય નહી તે જોજો
બોલો  ભલે , પણ બકવામાં  જીંદગી ચાલી જાય નહી તે જોજો.

પોતાના હક્ક ને  અધિકાર માટે કદી ચૂપ બેસી રહેવાય પણ નહી, 
લડો  ભલે, પણ કોર્ટકચેરીમાં જીંદગી ચાલી જાય નહી તે  જોજો.

રિસામણા ને મનામણા તો જીંદગી આખી ચાલતા જ રહેવાના, 
રૂઠો ભલે, પણ સાવ એકલા જીંદગી ચાલી જાય નહી તે જોજો. 

ક્યારેક તો સામી છાતીએ દુશ્મનને  આપણે  પડકારવો  જ પડશે,
ડરો ભલે, પણ સંતાવવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.

જીંદગી આખી રખડો પણ મંઝિલ ન મળે તો એનો મતલબ શું, 
ફરો ભલે, પણ ભટકવામાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.
 
દુનિયામાં કોઈ ગમ એવો નથી કે શરાબ પીવાથી ભૂલી જવાય, 
પિઓ  ભલે પણ ગંદી નાલીમાં જીંદગી ચાલી જાય નહી તે જોજો.

"મિત્ર"  હશે જો સત્કર્મો તો ફેરા ભવોભવના ટળી પણ જશે,
ભજો ભલે , મોક્ષની મોકાણમાં જીંદગી ચાલી જાય નહી તે જોજો. 
વિનોદ સીલીકી "મિત્ર " લખતર.

જીંદગી ચાલી જાય નહી તે જોજો

વિનોદ સોલંકી  "મિત્ર " લખતર.

Sunday, May 14, 2023

Mother's Day નિમિત્તે

 *આજ MOTHERS DAY નિમિતે બા વિષે*

********************

ભલે ને ગમે તેટલી દાન દક્ષિણા કરી હોય 

પણ 

માની અવગણના કરનાર 

નર કે નાર કદિ પ્રસન્ન જીવન જીવી ન શકે 

એમાં બે મત નથી...

*************

જબ જબ કાગઝ પે લીખા મૈને મા કા નામ

કલમ અદબ સે બોલ ઉઠી હો ગયે ચારો ધામ...(બંદા નવાઝ)

*****************

લોગ ચલે જાતે હૈ જન્નત કો પાને કે ખાતીર

બેખબરોકો ઇત્તલા કર દો મા ઘર પર હૈ (ગુલઝાર)

****************

દવા ગર કામ ના આયે તો નઝર ભી ઉતારતી હૈ

યે મા હૈ સાહબ હાર કહાં માનતી હૈ...

****************

અચ્છી મા હર ઔલાદ કે નસીબ મેં હોતી હૈ

લેકીન અચ્છી ઔલાદ હર મા કે નસીબમેં નહીં હોતી...

*********************

કુદરત કી ક્યા કમાલ હૈ,

મા હી સબ મેં બેમિસાલ હૈ

યે બાત જીસ્કે સમજમેં આયે માલામાલ હૈ

ના સમજ મેં આયે અલતાફ વો કંગાલ હૈ...

*********************

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની, મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર 'મેહુલ'

***********************

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે,

ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે,

ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં,

છતાંય માવડી તો લેણદાર નીકળે છે

- શોભિત દેસાઈ

***************************

પહેલા આંસુ આવતા ત્યારે બા યાદ આવતી 

અને 

આજે બા યાદ આવે છે 

ને 

આંસુ આવી જાય છે !' 

(રમેશ પટેલ ‘ક્ષ’)

***********************

કાગળ ઉપર તો શી રીતે છાપી શકાય બા,

પગલા તમારા ના હવે માપી શકાય બા.

કેવળ મઢાઈ કાચમાં અણસાર રહી શકે,

એને ફક્ત દીવાલમાં સ્થાપી શકાય બા.

આકાશમાંય નહીં તો હું આંબી લેત પણ

મારાથી તારી જેમ ક્યાં વ્યાપી શકાય બા,

સ્પર્શો  ઉડી ગયા એ સૂકાયેલી ત્વચાના,

ના લઇ શકાય, ના કશુ આપી શકાય બા.

ખોલીને બેગ આટલુ મારાથી થઇ શકે

તુજ ઓઢણીને છાતીએ ચાંપી શકાય બા

- હરિકેશન જોષી

*************

ગોદડીમાં સાડલા જો હોય માના,

સોડ લેતાં સ્હેજમાં ઊંઘી જવાશે.

*********

સોયમાં દોરાને બદલે બા હતી,

ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

-ગૌરાંગ ઠાકર

*****************

કેટલો મક્કમ છે જર્જર એક બાનો સાડલો,

કૈંક ઉકેલે છે અવસર એક બાનો સાડલો.

ને ૨સોડાની - પૂજાની છે અજબ ખૂશ્બભર્યો,

આ જગતનો શ્રેષ્ઠ - સુંદર છે બાનો સાડલો.

પૂર્ણ પુરષોત્તમ બની બાળક લપાઈ જાય જ્યાં,

ક્ષર અને અક્ષરથી સધ્ધર એક બાનો સાડલો.

પ્રેમનું ને હૂંફનું છે એ જ સરનામું અસલ,

હામ ને હિંમતનું બખ્તર એક બાનો સાડલો.

ભલભલા વૈભવ-અમીરી સાવ ઝાંખા લાગતાં,

સાવ સાદો તોય સધ્ધર એક બાનો સાડલો.

ને અટૂલો એકલો આજેય જ્યાં મુંઝાઇ જઉં,

થાય બા-બાપુનું છત્તર એક બાનો સાડલો.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

**************