Saturday, November 15, 2014

15-11-2014

સૌરભ શાહના ગુડ મોર્નિંગ લેખમાંથી
 

આરંભ કઠિન હોય તો જ અંત મધુર બને 

ઉંમર વધવાની સૌથી મોટી મઝા એ છે કે જુવાનીમાં જે વસ્તુઓની તીવ્ર ઈચ્છા હતી પણ પોસાતી નહોતી તે વસ્તુઓની હવે તમને જરૂર જણાતી નથી

 તમારા વિશે બધું જ જાણવા છતાં જે તમને ચાહે છે એ જ વ્યક્તિ તમારી મિત્ર છે.

 કોઈ જોતું નથી એવું લાગે ત્યારે આપણે જે કંઈ કરીએ છીએ એ જ આપણું સાચું ચારિત્ર  છે

ગુલાબ કરમાય છે પણ એના કાંટા સીધા જ રહે છે!

ખુલ્લા બારણાની ચાવી શોધવા ન જવાય.

ધનિક થઈ ગયેલા ભિખારી જેવો અભિમાની બીજે ક્યાંય નહીં મળે.

જેના કહી રાખેલા વિચારને બીજા કોઈ જાણતા નથી, પણ જેના સિદ્ધ થયેલા કાર્યને જ બીજાઓ જાણે છે તે જ ડાહ્યો કહેવાય છે

ક્યારેય કોઈનાય મોઢે કહેવું નહીં કે મને તમારામાં વિશ્ર્વાસ નથી.

આયુષ્ય છે ત્યાં લગી છે જ યુદ્ધ, કો મૃત્યુ પૂર્વ ન સંપૂર્ણ બુદ્ધ.

જે જે પ્રાપ્ત થતો ઉપાધિયોગ, બની રહો તે જ સમાધિયોગ.

બધું જ અનુકૂળ, એક પ્રતિકૂળ છું હું મને.

દરેક વ્યક્તિની જરૂર હોય છે અને કોઈ વ્યક્તિ અનિવાર્ય હોતી નથી.

એક દરવાજો બંધ થાય છે ત્યારે બીજો ઉઘડતો હોય છે.

દરેક વ્યક્તિ કંઈક ને કંઈક વેચીને ગુજરાન ચલાવતી હોય છે.

કેટલાક સંબંધનું મૂલ્ય એ જાળવવા માટે કરવા પડતાં સમાધાનો જેટલું નથી હોતું.

દરેક કામ ધાર્યા મુજબનું જ થવું જોઈએ એવી સંપૂર્ણતાનો આગ્રહ ધીમે ધીમે થતા મૃત્યુ સમાન છે. દરેક ઘટના મેં જે રીતે ધારી હતી એ જ રીતે બને, મેં જે રીતે એનું આયોજન કર્યું હતું એ જ રીતનું એનું પરિણામ આવે તો હું નવું કશું જ અનુભવી શકીશ નહીં. મારી જિંદગી વાસી થઈ ગયેલી જૂની સફળતાઓનું કંટાળાજનક પુનરાવર્તન જ બની જશે. દરેક ભૂલ સાથે હું કશુંક નવું, કશુંક અણધાર્યું બનતું હોવાનો રોમાંચ અનુભવું છું.’