Monday, March 28, 2016

28-03-2016

હું પુરુષ છું મરદ મુછાળો છું.,

કોલર ઉંચા, બટન ખુલ્લા રાખુ છું,
પણ લાગણી ઓ અકબંધ રાખુ છું.!
ભલે હું પહેલો પુરુષ એકવચન છું. ,
ક્યારેક બહુવચનમાં છેતરાયો પણ છું.!
બરછટ હથેળી ને કડક છાતીનો ધણી છું,
પણ હૃદય કોમળ ને સ્વભાવ નરમ રાખુ છું!
પોક મુકી રડી ને હળવી થતી નારી નથી,
પણ,હું ઓશિકાને ભીના રાતે કરી નાખુ છું!
સાવજ દીપડાને પાડવાની વાત નથી કરતો,
વાયદાને પાળી બતાવાની મજા માણુ છું !
સીનેમેક્સની લાઇનમાં તે મને જોયો હશે,
હું કેરોસીનની લાઇન મા પણ જોતરાયો છું!
હાઇવે પર બાઇક 100ની સ્પીડે હંકારુ છું,
પણ ગામની ગલીમાં ખીસકોલીને તારવુ છું.!
રીતીક જેવો પરફેક્ટ નથી ડાંસ માં છતા,
પણ તારા એક ઇશારે ઘેલો થઈ ને નાચુ છું!
હાંકલા ને પડકારા જાહેરમાં લલકારુ છું,
ને મનગમતા ગીતો હું મન માં ગુનગુનાવુ છું!
હવા ચીરી ને સામા પવને દોડી શકુ ભલે,
પણ તારા વગર ચાલવામાં હાંફી જાઉ છું!
ડરતો તો હું કોઇ ના બાપ થી પણ નથી,
બસ તારી સામે માથુ નમાવી જાઉ છું!
સરકારી સીસ્ટમની ફરીયાદ કરતો ફરુ છું,
ન ભાવતુ શાક પણ મુંગા મોઢે ખાઇ જાવ છું!
મારા અટહાસ્યને હું ભલે રોકતો નથી,
અને મારા દુખના રોદણા પણ રોતો નથી.!
ઘુઘવાતા સમંદર ને સાચવી ને બેઠો છું,
બસ અધુરા ઘડાની જેમ છલકાતો નથી,
મારી અંદર પણ એક માસુમ બાળક છે,
બસ પુરુષ છું એટલે હું એને જણતો નથી.
*********************************
બૈરી લાવ્યો છે તો હરખાતો નહીં..
હવે પરણ્યો ને તો પસ્તાતો નહીં...

શરુમાં લાગશે એ રૂપનો અંબાર,
ડાકણ જેવી બને તો ગભરાતો નહીં..

અણિયારી આંખો ના ભલે કર વખાણ,
પાછળથી ભાલા જેમ ખૂંચે તો ચિડાતો નહીં..

ઝુલ્ફોને કહે છે ને ઘનઘોર ઘટા જેવી,
દાળ-શાક માં રોજ આવે તો ખિજાતો નહીં..

કોયલ કંઠી કહી પ્રશંસા બહુ કરે છે,
ગાળોનો સુર છેડે તો ડઘાતો નહીં...

નાજૂકનમણી નાગરવેલ જેવા લાગતા હાથ,
વેલણનાં છૂટા ઘા કરે તો બિયાતો નહીં..

પગ લાગે છે ને કોમલ પંખુડી જેવા,
પાછળથી લાતો મારે તો હેબતાતો નહીં..

બે ચાર દા'ડા લગી લાગશે આ નવું-નવું,
રોજનું થ્યુ એમ બોલીને તો ચિલ્લાતો નહીં...

હવે પરણ્યો જ છે તો ભોગવજે ચુપચાપ,
લડી એની સાથે હાડકાંને તો તોડાતો નહીં..!!!
*********************************