Wednesday, September 14, 2016

14-09-2016

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક...

તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.

વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ?
શું તેનું બચ્ચુ બચી શકશે ?

કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ?ના,ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.

જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત એક જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે.
આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.


એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.

એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.

ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.

Be Positive

ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!
***************************
पानी में गुड डालिए, बीत जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!!

धनिया की पत्ती मसल, बूंद नैन में डार!
दुखती अँखियां ठीक हों, पल लागे दो-चार!!

ऊर्जा मिलती है बहुत, पिएं गुनगुना नीर!
कब्ज खतम हो पेट की, मिट जाए हर पीर!!

प्रातः काल पानी पिएं, घूंट-घूंट कर आप!
बस दो-तीन गिलास है, हर औषधि का बाप!!

ठंडा पानी पियो मत, करता क्रूर प्रहार!
करे हाजमे का सदा, ये तो बंटाढार!!

भोजन करें धरती पर, अल्थी पल्थी मार!
चबा-चबा कर खाइए, वैद्य न झांकें द्वार!!

प्रातः काल फल रस लो, दुपहर लस्सी-छांस!
सदा रात में दूध पी, सभी रोग का नाश!!

प्रातः- दोपहर लीजिये, जब नियमित आहार!                                                  तीस मिनट की नींद लो, रोग न आवें द्वार!!

भोजन करके रात में, घूमें कदम हजार!
डाक्टर, ओझा, वैद्य का , लुट जाए व्यापार !!

घूट-घूट पानी पियो, रह तनाव से दूर!
एसिडिटी, या मोटापा, होवें चकनाचूर!!

अर्थराइज या हार्निया, अपेंडिक्स का त्रास!
पानी पीजै बैठकर,  कभी न आवें पास!!

रक्तचाप बढने लगे, तब मत सोचो भाय!
सौगंध राम की खाइ के, तुरत छोड दो चाय!!

सुबह खाइये कुवंर-सा, दुपहर यथा नरेश!
भोजन लीजै रात में, जैसे रंक सुरेश!!

देर रात तक जागना, रोगों का जंजाल!
अपच,आंख के रोग सँग, तन भी रहे निढाल^^

दर्द, घाव, फोडा, चुभन, सूजन, चोट पिराइ!
बीस मिनट चुंबक धरौ, पिरवा जाइ हेराइ!!

सत्तर रोगों कोे करे, चूना हमसे दूर!
दूर करे ये बाझपन, सुस्ती अपच हुजूर!!

भोजन करके जोहिए, केवल घंटा डेढ!
पानी इसके बाद पी, ये औषधि का पेड!!

अलसी, तिल, नारियल, घी सरसों का तेल!
यही खाइए नहीं तो, हार्ट समझिए फेल!

पहला स्थान सेंधा नमक, पहाड़ी नमक सु जान!
श्वेत नमक है सागरी, ये है जहर समान!!

अल्यूमिन के पात्र का, करता है जो उपयोग!
आमंत्रित करता सदा, वह अडतालीस रोग!!

फल या मीठा खाइके, तुरत न पीजै नीर!
ये सब छोटी आंत में, बनते विषधर तीर!!

चोकर खाने से सदा, बढती तन की शक्ति!
गेहूँ मोटा पीसिए, दिल में बढे विरक्ति!!

रोज मुलहठी चूसिए, कफ बाहर आ जाय!
बने सुरीला कंठ भी, सबको लगत सुहाय!!

भोजन करके खाइए, सौंफ,  गुड, अजवान!
पत्थर भी पच जायगा, जानै सकल जहान!!

लौकी का रस पीजिए, चोकर युक्त पिसान!
तुलसी, गुड, सेंधा नमक, हृदय रोग निदान!

चैत्र माह में नीम की, पत्ती हर दिन खावे !
ज्वर, डेंगू या मलेरिया, बारह मील भगावे !!

सौ वर्षों तक वह जिए, लेते नाक से सांस!
अल्पकाल जीवें, करें, मुंह से श्वासोच्छ्वास!!

सितम, गर्म जल से कभी, करिये मत स्नान!
घट जाता है आत्मबल, नैनन को नुकसान!!

हृदय रोग से आपको, बचना है श्रीमान!
सुरा, चाय या कोल्ड्रिंक, का मत करिए पान!!

अगर नहावें गरम जल, तन-मन हो कमजोर!
नयन ज्योति कमजोर हो, शक्ति घटे चहुंओर!!

तुलसी का पत्ता करें, यदि हरदम उपयोग!
मिट जाते हर उम्र में,तन में सारे रोग। 🌸

कृपया इस जानकारी को जरूर आगे बढ़ाएं
**************************************

Sunday, September 11, 2016

11-09-2016

કોલેજમાં કોઈના સપના રંગીન ,

તો કોઈના BLACK

& WHITE હોય છે.

કોઈના પેન્ટ LOOSE , તો કોઈનુ જીન્સ

TIGHT

હોય છે.

કોઈ છોકરી BLACK-BEAUTY,

તો કોઈની SKIN

WHITE હોય છે.

અને છોકરી પટાવવા છોકરો ,

પાછો ON-LINE

આખી NIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આવા જલ્સા INFINITE

હોય

છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈની આંખો જોઈને , LOVE AT

FIRST

SIGHT હોય છે.

પછી ક્યારેક FLIRTING , તો ક્યારેક

FIGHT

હોય

છે.

અને પછી કોલેજમાં જ , સ્વર્ગની HIGH-

LIGHT

હોય છે.

પણ જો BREAK UP થાય તો , દિલ પર

SNAKE

BITE હોય છે.

EXAM માં FAIL થાય એવી ,

FRUSTRATION

ની HEIGHT હોય છે.

અને પછી LOVER ની યાદોમાં જ ,

દેવદાસની ડીમ

LIGHT હોય છે.

અરે કોલેજમાં જ , આપણી FEELINGS

ના DIFFERENT TYPE હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

ક્યારેક કેન્ટીનમાં મિત્રો સાથે ,

હાથમાં PEPSI કે

SPRITE હોય છે.

અને ત્યારે પાડેલા PHOTO ની ,

FACEBOOK

પર ઘણી LIKE હોય છે.

ક્યારેક ક્લાસમાં હોય BUNK ,

તો ક્યારેક

કોલેજમાં STRIKE હોય છે.

અને પછી તો GIRL-FRIEND સાથે ,

હાથમાં SPORT BIKE હોય છે.

ક્યારેક કોલેજની EVENT માં , STAGE પર

હાથમાં MIKE હોય છે.

અને ત્યારે બોલવુ હોય બીજુ ,અને બોલાતુ

પાછુ

કાંઈક હોય છે.

અરે કોલેજમાં જ , આમ ને આમ રોજ

નવા SURPRISE હોય છે.

બાકી તો FUTUREમાં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજમાં કોઈ છોકરી , FARWARD અને

FASHIONવાળી , તો કોઈ સુંદર અને

DRESSવાળી હોય છે.

કોઈ ભણવામાં જુસ્સાવાળી , તો કોઈ

બોલવામાં ગુસ્સાવાળી હોય છે.

કોઈ છોકરીને જોતા , દીલનો મોબાઈલ ,

SILENT

MODE થઈ જાય છે.

અને મોઢેથી પાછુ , OH MY GOD થઈ જાય

છે.

આમ છોકરાની નજરમાં ,

છોકરી ના ઘણા TYPE

હોય

છે.

એટલે કોલેજમાં જ , કોઈપણ

છોકરાની મનગમતી WIFE હોય છે.

અને કોલેજમાં જ , કોઈ પણ

છોકરીનો PERFECT

Mr. RIGHT હોય છે.

અરે કોલેજમાં જ , જે પણ કરો ., તે બધુ જ

ALL

RIGHT હોય છે.

બાકી તો FUTUREમાં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.

કોલેજ પછી તો , મિત્રો બધા ,

એકબીજાથી દુર

હોય

છે.

દુર હોય તો પણ , બધાનો એકસમાન સુર

હોય હોય

છે.

ક્યારેક કોલેજ ની યાદોમાં , દીલ આપણુ

ચકચુર

હોય

છે.

પછી તો FACEBOOK પર , આપણુ

CHATTING

ભરપુર હોય છે.

એટલે જ , આપણો હાથ ,

આવી કવિતા લખવા મજબુર હોય છે.

અરે કોલેજમાં જ , આપણા GOLDEN DAYS

અને

મસ્તીભરી NIGHT હોય છે.

બાકી તો FUTURE માં , બધાજ BORING

HUSBUND-WIFE હોય છે.

કદાચ એટલે જ મિત્રો , કોલેજ

માં આપણી GOLDEN-LIFE હોય છે.
**********************************

Friday, September 9, 2016

09-09-2016

વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને આયુર્વેદ ભણાવે છે તથા વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી થોડી ટીપ્સ આ સાથે સાદર છે..
  1. તમારા દાદી અને નાની જે ખોરાક બચપણથી બનાવતા અને ખાતા આવ્યા છે, એ પરમ્પરાગત ગુજરાતી ખોરાક તમારા માટે શ્રેષ્ઠ છે.
  2. દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. અતિરેક એને ઝેર બનાવે છે. સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત.
  3. જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક લો. ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોળ  સલાડ પીરસે છે એ તમારા પેટ માટે ઓવરલોડ છે. એ 'આમ' નામનું ઝેર પેદા કરે છે. જેનાથી તમારી સીસ્ટમ હેંગ થઇ શકે છે. 
  4. હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરો. દા.ત. કેરી ગીર કે વલસાડની છે જયારે સફરજન કાશ્મીરના.. તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી જોજન દુર રહો.
  5. ડાયાબીટીસ હોય  તો સફેદ ખાંડ ના ખવાય.પણ આખું ફળ ખાઈ શકાય. સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ.
  6. બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. ડબલ રીફાઇન્ડ તેલ કરતા ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે.
  7. દૂધમાંથી દહીં, દહીં વલોવીને નીતારેલું માખણ અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ. ભાવે, ફાવે અને પચાવી શકો એટલું ખાઓ તમ તમારે... તમારા શરીરની બેટરી રીચાર્જ રહેશે. 
  8. બ્રેકફાસ્ટ: કંટાળા જનક, સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરતા ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે. ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી, રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે. 
  9. ઉપવાસ કે એકટાણું કરતી વખતે ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડી ઈત્યાદી થી પેટ ને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય. ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો. વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન કરો. બી બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડશે.
  10. ઓટ એટલે ગુજરાતી માટે ભરતીઓટ વાળી ઓટ જ. ફરહાન અખ્તર ની જાહેરાત વાળી ઓટના પેકેટ ફૂડની ગુજરાતી બચ્ચાને જરૂર જ નથી. એના કરતા ઘરે બનાવેલો મકાઈ કે જવનો રોટલો વધુ સારો.
  11. જ્યાં સુધી તમારા દાંત સલામત છે, ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. સીઝનલ ફ્રુટ ચાવીને ખાઓ. 
  12. તમે તમારી મોંઘી કારનું જીવની જેમ જતન કરો. અને સમયાંતરે સર્વીસ કરાવો છો. પણ તમારું જે અમૂલ્ય શરીર છે એની સર્વિસ વરસમાં કેટલી વાર કરો છો. મગનું પાણી દુનિયાનું શ્રેષ્ઠ ડીટોક્ષ છે. બે કે ત્રણ મહીને એક શનિવાર ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. સપ્ટેમ્બર ઓકટોબરમહિનાઓ શરીરની "વિરેચનકર્મ" નામની સર્વીસ માટે શ્રેષ્ઠ મહિનાઓ છે. નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવી લો.
  13. જુના રક્ત શાળી કે લાલ ચોખા શ્રેષ્ટ ચોખા છે. નજીકના સાઉથ સ્ટોરમાં મળી જશે.
  14. હમેશા તમારા પેટ ને પૂછીને જમો. નહિ કે મનને. તમારા પેટના ત્રણ ભાગ કલ્પો. એક ભાગ ઘન ખોરાક માટે, એક ભાગ પ્રવાહી માટે તથા એક ભાગ વાયુ માટે ખાલી રાખો.
  15. બેકરીફૂડ અને મેંદો બધી રીતે હાનીકાર છે. બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી.
  16. જમી ને સો ડગલા ચાલો.
  17. કોઈ પણ શેમ્પૂ, હેર ક્રીમ, ટૂથપેસ્ટ અથવા જેલ આયુર્વેદિક હોઈ જ ના શકે. કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ ધ્યાન પૂર્વક વાંચો. ઘણી વાર એમાં ૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે.
  18. દાંત ને મજબુત રાખવા દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરો.
  19. ચ્યવનપ્રાસ   જેવા રસાયન સવારે જયારે જઠરાગ્ની તેજ હોય ત્યારે ખાલી પેટ લેવાય.
  20. સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરશે.
  21. ભાખરી અને ખીચડી જેવા સાદા ગુજરાતી ફૂડ ઉપર રહીને એક માણસ  (નરેન્દ્ર મોદી) ૬૪ વરસની ઉંમરે રોજ ૧૮-૧૮ કલાક, થાક્યા વગર, એક પણ રજા લીધા વગર વર્ષોથી કામ કરે છે... તેમની પાસેથી થોડી પ્રેરણા લો...

સાદર,
વૈદ્ય નેહા ટાંક મોઢા તથા વૈદ્ય જોબન મોઢા.
જામનગર
****************************************
* સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં દારૂ કરતા વધારે તો ચા નો નશો છે !
*  સૌરાષ્ટ્રવાસી   એટલે-
એપલ નો ફોન હોય ને એમાં...
" સાયબો રે ગોવાળીયો "ની રીંગટોન હોય !
*  સૌરાષ્ટ્ર ની પ્રજા- એટલે
'દિલદારી અને દાતારી તથા મર્દાઈ ને સમજનારી પ્રજા
* સૌરાષ્ટ્રવાસી એટલે
એ તારા થી થાય એ કરી લે  " એમ
-કહેવાવાળા લોકો !
* સૌરાષ્ટ્ર વાસી એટલે
ભોજન ખાવા અને ખવરાવવામાં પહેલો નંબર !
* સૌરાષ્ટ્ર  એટલે-
જ્યાં 'છાશ' અને 'મુખવાસ' પછી જ...
જમણવાર પૂરો થ્યો ગણાય !
* સૌરાષ્ટ્ર એટલે-
"એ હાલો ! " કહી...
કોઈ પણ નાચમાં રાસ રમવાનું શરું કરનારા લોકો ની ભૂમિ !
*સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં તમને પચાસ લાખ ની મર્સીડીઝ પાછળ પણ...
" સાવજ " કે "જય માતાજી"
-લખેલું જોવા મળે !
*  સૌરાષ્ટ્ર એટલે-
ભગવાન શ્રી દ્વારિકાધીશ  અને સોમનાથ મહાદેવ ના ચરણ પખાળતો !
ઘુઘવતો અરબી સમુદ્ર...
* સૌરાષ્ટ્ર એટલે-
જ્યાં ઘરથી બહાર જતી વખતે...
કહેવામાં આવે છે-
" પાછા આવજો " !!
* સૌરાષ્ટ્ર  એટલે-
એક અસીમ સાગર કે જ્યાંથી...
તમને બીજું કઈ મળે કે નહિ,
પરંતુ લાગણી તો અપાર મળશે !!
* મને ગર્વ છે કે હું સૌરાષ્ટ્ર નો છું !! *
**************************************

Tuesday, September 6, 2016

06-09-2016

समोसे की दुकान

एक बडी कंपनी के गेट के सामने एक प्रसिद्ध समोसे की दुकान थी.
लंच टाइम मे अक्सर कंपनी के कर्मचारी वहा आकर समोसे खाया करते थे.

एक दिन कंपनी के एक मॅनेजर समोसे खाते खाते समोसेवाले से मजाक के मूड मे आ गये.

मॅनेजर साहब ने समोसेवाले से कहा, "यार गोपाल,  तुम्हारी दुकान तुमने बहुत अच्छेसे मेंटेन की है.  लेकीन क्या तुम्हे नही लगता के तुम अपना समय और टॅलेंट समोसे बेचकर बर्बाद  कर रहे हो.? सोचो अगर तुम मेरी तरह इस कंपनी मे काम कर रहे होते तो आज कहा होते..  हो सकता है शायद तुम भी आज मॅनेजर होते मेरी तरह.."

इस बात पर समोसेवाले गोपाल ने बडा सोचा.  और बोला,  " सर ये मेरा काम अापके काम से कही बेहतर है.  10 साल पहले जब मै टोकरी मे समोसे बेचता था तभी आपकी जाॅब लगी थी.  तब मै महीना हजार रुपये कमाता था और आपकी पगार थी १० हजार.
इन 10 सालो मे हम दोनो ने खूब मेहनत की..
आप सुपरवाइजर से मॅनेजर बन गये.
और मै टोकरी से इस प्रसिद्ध दुकान तक पहुच गया.
आज आप महीना ५०,००० कमाते है
और मै महीना २,००,०००

लेकीन इस बात के लिए मै मेरे काम को आपके काम से बेहतर नही कह रहा हूँ.

ये तो मै बच्चो के कारण कह रहा हूँ.

जरा सोचिए सर मैने तो बहुत कम कमाइ पर धंदा शुरू किया था.  मगर मेरे बेटे को यह सब नही झेलना पडेगा.
मेरी दुकान मेरे बेटे को मिलेगी.  मैने जिंदगी मे जो मेहनत की है,  वो उसका लाभ मेरे बच्चे उठाएंगे.
जबकी आपकी जिंदगी भर की मेहनत का लाभ आपके मालिक के बच्चे उठाएंगे..
अब आपके बेटे को आप डिरेक्टली अपनी पोस्ट पर तो नही बिठा सकते ना..
उसे भी आपकी ही तरह झीरो से शुरूआत करनी पडेगी..  और अपने कार्यकाल के अंत मे वही पहुच जाएगा जहा अभी आप हो.
जबकी मेरा बेटा बिजनेस को यहा से और आगे ले जाएगा..
और अपने कार्यकाल मे हम सबसे बहुत आगे निकल जाएगा..

अब आप ही बताइये किसका समय और टॅलेंट बर्बाद हो रहा है? "

मॅनेजर साहब ने समोसेवाले को २ समोसे के २० रुपये दिये और बिना कुछ बोले वहा से खिसक लिये.........................                      🙏🌹जरूर पढ़े 🌹🙏
********************************************

Monday, September 5, 2016

05-09-2016

જૈન પર્યુષણ નિમિતે અેક કવિતા.. .

વીત્યા વરસમાં મેં ઘણાને દૂભવ્યા હશે... 😔
કોઈ નયન મારા થકી ભીનાં થયાં હશે... 😢

મારા થકી ઘવાયું હશે કોઈનું સ્વમાન ...😏
ક્યારેક હું ફર્યો હઈશ આપીન જબાન .... 🤔

ગુસ્સે થયો હોવા છતાં ખોટું હસ્યો હઈશ... 😛
ન બોલવાનું કેટલું બોલી ગયો હઈશ... 🙄

નહીં મળવાના મેં બહાનાઓ કાઢયા હશે હજારો.. 🤗
બીજાના દુ:ખનો મેં નહીં કીધો હશે વિચાર... 😇

કોઈને માથે ઊભો હઈશ હું બનીને બોજ ...😁
કોઈના નીચાજોણામાં લીધી હશે મેં મોજ ... 😬

કીધા હશે મેં કોઈના તદ્દન ખોટા વખાણ.... 👌🏻
અમથા જ મેં કર્યા હશે આક્ષેપ ને ખેચતાણ.... 😳

આજે રહી રહીને બધું યાદ આવે છે... 🤒
નીતર્યા હૃદયના દ્વારથી એક સાદ આવે છે... 👍🏻💓

કહી દઉં કે કેટકેટલી ભૂલો કરી છે મેં... 💞
મનમાં અહંમની કેવી દિવાલો ચણી છે મેં... 💔

માફી તમારી માંગતા લાગે છે બહુ શરમ... 😴
આથી જ કહું છું દૂરથી  "મિચ્છામી દુક્કડમ" 👏🏻

એને સ્વીકારજો તો બધે મહેંક થઇ જશે.... 🙏🏻🌹💐
મારા જીવન પર આંસુનો અભિષેક થઇ જશે 😊😊
********************
ક્ષમાપના

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સુખી-શ્રીમંતો, ધનવાન સાથે નિર્ધનને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

સગાં-સંબંધી ને મિત્રોને સાથે શત્રુને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

ગુરુઓ ને સંતોને વંદન કરીને, શ્રદ્ધાથી કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં જયારે તોફાન આવે, પ્રભુજીને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

જાણ્યે-અજાણ્યે કોઇ મન દુભાવે, તો એને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

વાણી પછી એનું વર્તન જરૂરી, નહીં તો નિરર્થક છે: મિચ્છામિ દુક્કડમ્.

મોહ ને માયામાં જીવન ફસાયું, મુક્તિનો મારગ છે: મિચ્છામિ દુક્કડમ્.

આ તો તપસ્યાનું પહેલું ચરણ છે, અગ્નિ-પરીક્ષા છે: મિચ્છામિ દુક્કડમ્.

જીવનમાં ડગલે ને પગલે છે કાંટા, છે ફૂલ સુંદર: મિચ્છામિ દુક્કડમ્

બે શબ્દ નાના, મહિમા છે મોટો, મહાવીરની વાણી છે: મિચ્છામિ દુક્કડમ્.

ક્ષમા યાચવામાં સંકોચ શાને? કલ્યાણકારી છે: મિચ્છામિ દુક્કડમ્.

દિવ્ય ધ્વનિનો નાદ ગજાવો. સૌ સાથે બોલો: મિચ્છામિ દુક્કડમ્.

મિચ્છામિ દુક્કડમ્, મિચ્છામિ દુક્કડમ્, સૌ સૌને કહેજો: મિચ્છામિ દુક્કડમ્.

- અરવિંદ કરસનદાસ રૂખાણા
*******************************

Sunday, September 4, 2016

04-09-2016

. ચાલ, પર્વત પર ચડીને
     ખૂબ ચીસો પાડીએ,
   જો આ સન્નાટો ન તૂટે
     તો તિરાડો પાડીએ.

     એક ચાંદો આભમાં
બીજો અગાશીમાં ઊગ્યો
   બેઉમાંથી કોને સાચો,
    કોને ખોટો પાડીએ ?

બાળપણ-યૌવન-બૂઢાપો
   વેશ સૌ ભજવી ચૂક્યા,
   થૈ ગયું પૂરું આ નાટક,
    ચાલ, પડદો પાડીએ.

  ભૈ આ મારી નામના છે
     શી રીતે વહેચું તને,
  બાપની મિલકત નથી
  કે ભાગ અડધો પાડીએ.

હા, ખલીલ એવું કશું કરીએ
           સૌ ચોંકી ઊઠે,
        થઇ શકે તો ચાલ, પરપોટામાં ગોબો પાડીએ
***************************************

Saturday, September 3, 2016

03-09-2016

*What is spiritual maturity? 
1. Spiritual Maturity is when you stop trying to change others, ...instead focus on changing yourself.
2. Spiritual Maturity is when you
accept people as they are.
3. Spiritual Maturity is when you
understand everyone is right in their own perspective.
4. Spiritual Maturity is when you 
learn to "let go".
5. Spiritual Maturity is when you are able to drop "expectations" from a relationship and give for the sake of giving.
6. Spiritual Maturity is when you
understand whatever you do, you do for your own peace.
7. Spiritual Maturity is when you stop proving to the world, how intelligent you are.
8. Spiritual Maturity is when you don't seek approval from others.
9. Spiritual Maturity is when you stop comparing with others.
10. Spiritual Maturity is when you are at peace with yourself.
11. Spiritual Maturity is when you are able to differentiate between "need" and "want" and are able to let go of your wants.
& last but most meaningful !
12. You gain Spiritual Maturity when you stop attaching "happiness" to material things !!
"Wishing all a happy Spiritually matured life.
********************************
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યું છે

કિનારીએ ટોચાં પડેલી ફૂટપટ્ટી, ને એની ઉપર ઇતરાતુ કોણમાપક મળ્યુ છે
સંચાની કેદમાં ફસાએલી પેન્સિલ, ને ધોળુ ઘસાયેલું સુગંધિદાર રબર મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારું બાળપણ મળ્યુ છે.

પીળા પડી ગયેલા પાનાવાળી નોંધપોથી, ને એમાં સાચવેલો પેન્સિલનો છોલ
કિનારીઓ ઉખડી ગયેલી પાટી, અને રંગબેરંગી ચોકનુ એક બાક્સ પણ મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડું દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

કાંચની ઘસાએલી એક બરણીમાં લખોટીઓ, ને એમાં મારો સફેદ મોટો કંચો મળ્યો છે
ચિરાયેલો લાલ દડો, તત્ત્ડીઓ ભમરડો અને બિલ્લા વળી જાળનુ ગૂંચડુય મળ્યુ છે
આજે માળિયેથી એક ઘરડુ દફ્તર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે.

એક જોડી મોજાં, કાણાંવાળી બુઢીયા ટોપી અને સફેદ સ્વટેર જે હવે પીળુ થઈ ગયુ છે
વર્તમાનના અનુભવે જે વારંવાર જોતો હતો, એ રમણીય નાદાન સ્વપ્નુ મળ્યુ છે

આજે માળિયેથી એક ઘરડુ દફતર મળ્યુ છે, અચાનક જાણે મારૂં બાળપણ મળ્યુ છે......
*****************************
सीट का ऑफर

एक साहब सुबह - सुबह ऑफिस जाने
 के लिए बस में चढे तो कंडेक्टर ने उनसे
 मुस्कराते हुए पूछा , ' कल रात आप
ठीक -ठाक घर तो पहुँच गए थे न सर ?'

साहब (आश्चर्य से )
कियो ? कल रात को मुझे क्या हो गया
 हो गया था ?

कंडेक्टर : एकदम टुन्न थे सर आप ।

साहब ( गुस्से से ) : अच्छा , यह तुम
 कैसे कह सकते हो ? मैने तो तुमसे
 बात तक नही की थी ?

कंडेक्टर : ऐसा है सर जी , कल
 रात जब आप बस में बैठे थे , तो
 एक मेडम बस में चढ़ी थी और
 आपने उठकर उन्हें अपनी सीट
 ऑफर की थी !

साहब : तो इसमे क्या हो गया ? यह
 तो करना ही चाहिए । इसमें मेरे नशे 
 मेँ होने का क्या सम्बंध ? महिला
 को सीट ऑफर करना गुनाह है क्या ?

कंडेक्टर : गुनाह तो नही है सर , पर
 उस समय बस में केबल आप दो ही
 पैसेंजर थे । और आपने सारा सफर

 खड़े होकर किया ।😝😝😝😂
*********************